Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા : 16 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર ફરદીન પકડાયો, સાથે...

    વડોદરા : 16 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર ફરદીન પકડાયો, સાથે તેના માતા-પિતાની પણ સંડોવણી

    સગીરાની માતાએ તેમની પુત્રી સાથે મુસ્લિમ યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરતા સગીરાને ગોત્રી હોસ્પિટલ લઇ જઈ મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    - Advertisement -

    વડોદરામાં એક મુસ્લિમ યુવકે 16 વર્ષીય સગીરાને ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસર ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ગુનામાં આરોપી યુવકના માતા-પિતાને પણ જાણ હોવાનું સામે આવતાં પોલીસે તે બંનેને પણ આરોપી બનાવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. 

    ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના ગોરવા મધુનગર વિસ્તારમાં રહેતી એક 16 વર્ષીય સગીરા 2 વર્ષથી ગોરવાના વારિસ પાર્ક રહેતા 24 વર્ષીય ફરદીન ફિરોજ સિંધા સાથે પરિચયમાં હતી. તે બંને ત્રણ વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મળ્યા હતા. જે બાદ આરોપીએ કિશોરીને ફસાવીને લગ્નની લાલચ પણ આપી હતી. 

    દરમ્યાન, ગત 22 મેના રોજ ફરદીન સગીરાને ભગાડી લઇ ગયો હતો. આ મામલે સગીરાની માતાએ જવાહરનગર પોલીસ મથકે મુસ્લિમ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં ફરદીન અને નેહાને શોધી કાઢવામાં આવ્યાં હતા. રિપોર્ટ અનુસાર, ફરદીન નેહાને તેના ઘરે લઇ ગયો હતો અને બંને વચ્ચેના સબંધો અંગે ફરદીનના માતા પિતાને પણ જાણ હતી. 

    - Advertisement -

    પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા બાદ નેહાએ ફરદીન સાથે જ રહેવા અને પોતાના ઘરે જવાની ના પડી દીધી હતી. જે બાદ પોલીસે તેનું કાઉન્સેલિંગ કરી સમજાવી હતી કે 16 વર્ષની ઉંમર હોવાના કારણે કાયદાકીય રીતે તે લગ્ન કરી શકે નહીં. જે બાદ કિશોરી પોતાના ઘરે જવા માટે તૈયાર થઇ હતી. 

    બીજી તરફ, સગીરાની માતાએ તેમની પુત્રી સાથે મુસ્લિમ યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરતા સગીરાને ગોત્રી હોસ્પિટલ લઇ જઈ મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉપરાંત, પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પણ દુષ્કર્મની વાતને સમર્થન મળ્યું હોવાનું જાણવા મળે છે. 

    આ સમગ્ર મામલે, વડોદરાના જવાહરનગર પોલીસ મથકે આરોપી ફરદીન વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ આ સમગ્ર બનાવ અંગે ફરદીનના માતા-પિતા પણ વાકેફ હોઈ પોલીસે ફરદીનના પિતા ફિરોજ સિંધા અને માતા સલમા સિંધાને પણ આરોપી બનાવ્યાં છે. બીજી તરફ, આ કેસ લવજેહાદનો છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં