Friday, May 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપેટલાદમાં આત્મહત્યા કહીને જેની દફનવિધી કરાઈ એ જાયેદાની લાશ કબરમાંથી બહાર કાઢી...

    પેટલાદમાં આત્મહત્યા કહીને જેની દફનવિધી કરાઈ એ જાયેદાની લાશ કબરમાંથી બહાર કાઢી કરાયું પોસ્ટમોર્ટમ: પિયરપક્ષને હતી હત્યાની આશંકા

    પિયરના પરિવારજનોને મૃતકનું મોઢું બતાવવામાં આવ્યું ન હતું આથી તેઓએ આ મોત પ્રત્યે શંકા વ્યક્ત કરી હતી. તેઓએ પોલીસમાં કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, જાયેદાને અઢી વર્ષના લગ્ન જીવનમાં સંતાન ન જન્મતા, સાસરિયાઓએ તેને અવાર નવાર મ્હેણા ટોણા મારી ત્રાસ આપતાં હતાં.

    - Advertisement -

    આણંદ જિલ્લાના પેટલાદથી આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. પેટલાદ તાલુકાના રાવલી ગામે રહેતી પરિણીતાનું અઢી વર્ષના લગ્ન ગાળામાં મોત નિપજ્યું હતું. જોકે, સાસરિયાએ તેની દફનવિધિ કરી દીધી હતી. પરંતુ પરિણીતાએ આપઘાત ન કર્યો હોવાની શંકા પિયરપક્ષે વ્યક્ત કરી હતી અને આ અંગે મહેળાવ પોલીસમાં અરજી કરતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દફનવિધી કરેલી લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

    અહેવાલો મુજબ બોરસદ તાલુકાના વાસણા ગામમાં રહેતી જાયેદા ઉર્ફે નશીમ દિવાન નામની યુવતીના લગ્ન અઢી વર્ષ પહેલા પેટલાદના રાવલી ગામે વારીસશા મહંમદશા દિવાન સાથે સમાજના રીત રિવાજ અનુસાર થયા હતા. આ અઢી વર્ષના લગ્ન જીવનમાં ઘરકંકાસ રહેતો હતો. દરમિયાનમાં શનિવારના (11 ફેબ્રુઆરી)રોજ તેનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતું. આ સંજોગોમાં તેના સાસરિયાઓએ પોલીસને કે તેના પિયરપક્ષને જણાવ્યા વિના તેની દફનવિધિ કરી નાંખી હતી.

    જોકે પિયરના પરિવારજનોને મૃતકનું મોઢું બતાવવામાં આવ્યું ન હતું આથી તેઓએ આ મોત પ્રત્યે શંકા વ્યક્ત કરી હતી. તેઓએ પોલીસમાં કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, જાયેદાને અઢી વર્ષના લગ્ન જીવનમાં સંતાન ન જન્મતા, સાસરિયાઓએ તેને અવાર નવાર મ્હેણા ટોણા મારી ત્રાસ આપતાં હતાં. આથી, પરિણીતાએ આપઘાત કર્યો છે અથવા તેની હત્યા કરી છે.

    - Advertisement -

    દફનવિધીની ઘટનાનાં બીજા દિવસે આ બનાવ અંગે મૃતકના ભાઈ ગુલાબશા સલિમશા દિવાને મહેળાવ પોલીસ મથકે જાણ કરતા પોલીસે 13 ફેબ્રુઆરીના રોજ એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેની હાજરીમાં રાવલી ગામનાં કબ્રસ્તાનમાં મૃતકની કબર ખોદીને જાયેદા ઉર્ફે નસીમનાં મૃતદેહને કબરમાંથી બહાર કાઢયો હતો અને પોસ્ટમોર્ટમ માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં ખસેડયો હતો અને જયાં પેનલ ડોકટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. 

    છેલ્લે મળતી માહિતી મુજબ પોલીસના જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકે આપઘાત કર્યો હોવાનું ખુલવા પામ્યું છે. આ ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મહિલાને સંતાન થતા ન હોઈ તેણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. પરંતુ જો આત્મહત્યા હતી તો સાસરિયા દ્વારા પોલીસને જાણ કર્યા સિવાય દફન કેમ કરી દીધી? તેમજ મૃતકના પિયરના સગા દ્વારા પોલીસને જાણ કરવા જણાવ્યું હોવા છતાં શા માટે પોલીસને જાણ કરવામાં ના આવી તે સવાલો ઉભા થયા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં