Friday, October 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુપીના મૈનપુરીમાં દીકરી 'લવ જેહાદ'નો શિકાર બની, કોર્ટમાં કેસની તારીખ ભરીને પરત...

    યુપીના મૈનપુરીમાં દીકરી ‘લવ જેહાદ’નો શિકાર બની, કોર્ટમાં કેસની તારીખ ભરીને પરત ફરી રહેલા પિતા ગુમ: 3 દિવસ થયા તો પણ પોલીસ ભાળ મેળવવામાં નિષ્ફ્ળ

    પતિ ગુમ થયા બાદ મહિલાએ ચપ્પલ પહેરવાના છોડી દીધા છે. મહિલાનું કહેવું છે કે જ્યાં સુધી તેનો પતિ પાછો નહીં આવે ત્યાં સુધી તે ચપ્પલ પહેરશે નહીં. ખાલી પગે જ ફરશે. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ પાસે મહિલાઓ ખુલ્લા પગે જઈ રહી છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. પોતાની દીકરી સાથે થયેલ લવ જેહાદના કેસની તારીખ ભરવા ગયેલા પીડિતાના પિતા ગુમ થયા છે. ત્રણ દિવસ વીતી જવા છતાં પોલીસને હજુ સુધી ગુમ થયેલ વ્યક્તિ અંગે કોઈ માહિતી મળી નથી. પતિના અચાનક ગુમ થવાથી દુઃખી થયેલી મહિલાએ જ્યાં સુધી તેનો પતિ નહીં મળે ત્યાં સુધી ઉઘાડપગું રહેવાની પ્રતિજ્ઞા લીધી છે. પ્રશાસનથી લઈને પોલીસ અધિકારીઓ સુધી મહિલા ખુલ્લા પગે જઈને પોતાના પતિને શોધવા માટે આજીજી કરી રહી છે.

    આજતકના અહેવાલ મુજબ, મૈનપુરીમાં રહેતા એક હિંદુ પરિવારની દીકરીને મુસ્લિમ સમુદાયનો યુવક ફસાવીને લઈ ગયો હતો. આ પછી તેણે યુવતી સાથે બળજબરીથી શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. આ મામલે લવ જેહાદનો કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપી યુવકને પણ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ પછી આરોપી યુવક જામીન પર બહાર આવ્યો હતો.

    ત્રણ દિવસ પહેલા આ લવ જેહાદના મામલે કોર્ટમાં તારીખ હતી. પીડિતાના પિતા પણ કોર્ટમાં તારીખ ભરવા ગયા હતા. આ પછી પીડિતાના પિતા મોડી સાંજ સુધી ઘરે પરત ફર્યા ન હતા. પરિવારજનોએ ફોન કર્યો તો મોબાઈલ નંબર પણ સ્વીચ ઓફ આવ્યો હતો. આ પછી ગુમ થયેલા વ્યક્તિની પત્ની પોલીસ સ્ટેશન પહોંચી અને તેના પતિના ગુમ થવાની ફરિયાદ નોંધાવી. હવે ત્રણ દિવસ વીતી જવા છતાં પોલીસ ગુમ થયેલ વ્યક્તિને શોધી શકી નથી.

    - Advertisement -

    પીડિતાની માતા ઉઘાડા પગે ખાય છે અધિકારીઓની ઓફિસોના ધક્કા

    પતિ ગુમ થયા બાદ મહિલાએ ચપ્પલ પહેરવાના છોડી દીધા છે. મહિલાનું કહેવું છે કે જ્યાં સુધી તેનો પતિ પાછો નહીં આવે ત્યાં સુધી તે ચપ્પલ પહેરશે નહીં. ખાલી પગે જ ફરશે. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ પાસે મહિલાઓ ખુલ્લા પગે જઈ રહી છે.

    પોતાના પતિને શોધી કાઢવાની વિનંતીઓને લઈને આ મહિલા 3 દિવસથી જુદા જુદા અધિકારીઓની ઓફિસોના ધક્કા ખાઈ રહી છે.

    આ બાબતે ઉપલા પોલીસ અધિક્ષક મૈનપુરીનું કહેવું છે કે પીડિત પક્ષની ફરિયાદ પર ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે. અગાઉ પણ આરોપી સામે દીકરી સાથે થયેલ લવ જેહાદનો કેસ ચાલી રહ્યો હતો, તેને પણ આ સાથે જોડવામાં આવી રહ્યો છે અને તપાસની સાથે તેને પણ શોધી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં