Monday, September 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરામચરિતમાનસની નકલો સળગાવવાનો મામલો: યુપી પોલીસે મોહમ્મદ સલીમ સહિત બે વ્યક્તિઓ સામે...

    રામચરિતમાનસની નકલો સળગાવવાનો મામલો: યુપી પોલીસે મોહમ્મદ સલીમ સહિત બે વ્યક્તિઓ સામે રાસુકા હેઠળ કાર્યવાહી શરૂ કરી

    29 જાન્યુઆરીના રોજ સલીમ, કુશવાહ અને અન્ય 10 લોકોએ માનસની નકલો સળગાવીને તેનો વિડીયો વાયરલ કર્યો હતો.

    - Advertisement -

    સંત તુલસીદાસ રચિત રામચરિતમાનસનું અપમાન કરનારાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી ચાલી રહી છે. ગ્રંથ વિશે વિવાદિત નિવેદન આપનાર સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યના સમર્થનમાં 29 જાન્યુઆરી 2023ના રોજ લખનૌમાં OBC મહાસભા દ્વારા ગ્રંથની નકલો બાળવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે FIR દાખલ કરવામાં આવી હતી તો હવે રામચરિતમાનસ સળગાવવા બદલ યુપી પોલીસે મોહમ્મદ સલીમ અને સત્યેન્દ્ર કુશ્વાહા નામના વ્યક્તિઓ પર રાસુકા અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.

    મળતી માહિતી મુજબ રામચરિતમાનસ ગ્રંથની નકલો સળગાવવા બદલ રાસુકા અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવતાં ફરી એક વાર આ વિષય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. લખનૌ જિલ્લાધિકારી સૂર્યપાલ ગંગવારે માનસની નકલો સળગાવવા બદલ સત્યેન્દ્ર કુશવાહા અને સલીમ નામના આરોપીઓ પર રાસુકા (રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન) અંતર્ગત ફરિયાદ નોંધી હતી. 29 જાન્યુઆરીના રોજ સલીમ, કુશવાહ અને અન્ય 10 લોકોએ માનસની નકલો સળગાવીને તેનો વિડીયો વાયરલ કર્યો હતો.

    વિડીયો વાયરલ થયાં બાદ ભાજપ નેતા સતનામ સિંહ લવીએ PGI પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી હતી. જેમાં 10 સામે નામજોગ અને અન્ય અજ્ઞાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી હતી.

    - Advertisement -

    સ્વામી પ્રસાદ મૌર્ય અને રામચરિતમાનસ વિવાદ

    ઉલ્લેખનીય છે કે ગત 22 જાન્યુઆરીએ સમાજવાદી પાર્ટી નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિતમાનસની કેટલીક ચોપાઈઓનું મનઘડંત ભાષાંતર કરીને તેણે મહિલાઓ અને દલિત વર્ગના લોકોનું અપમાન ગણાવી માનસ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. સ્વામીના આ નિવેદન બાદ વિવાદ વકર્યો હતો અને સંત સમાજ સહિત અનેક હિંદુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો.

    બીજી તરફ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યના આ વિવાદિત નિવેદન બાદ ભાજપે પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. ઉત્તર પ્રદેશના મંત્રી અને ભાજપ નેતા ધર્મપાલ સિંહે આ બાબતે કહ્યું હતું કે, “સમાજવાદી પાર્ટીના કાર્યકાળમાં માતાઓ-બહેનોની ઈજ્જત આબરૂ ક્યારેય સુરક્ષિત રહી ન હતી, હવે સ્વામી પ્રસાદ મૌર્ય આ પ્રકારના નિવેદનો આપીને શું સાબિત કરવા માંગે છે? રામચરિતમાનસ એક મહા કાવ્ય છે, અને તેના પર આ પ્રકારની અભદ્ર ટીપ્પણી તેમની સંકુચિત માનસિકતા દર્શાવે છે.”

    જોકે સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદન બાદ તેમની સામે FIR પણ દાખલ કરવામાં આવી હતી. યુપીના હઝરતગંજ પોલીસ મથકે આઇપીસીની કલમ 295A, 298, 504 અને 153A હેઠળ તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના સમર્થનમાં રામચરિતમાનસની નકલો સળગાવનારા OBC મહાસભાના સભ્યો સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં