Tuesday, April 16, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસને મોટો ફટકો; દીવ નગર પાલિકા કાઉન્સિલર સહિત 500થી વધુ લોકો BJPમાં...

  કોંગ્રેસને મોટો ફટકો; દીવ નગર પાલિકા કાઉન્સિલર સહિત 500થી વધુ લોકો BJPમાં જોડાયા

  જુન મહિનામાં નગરપાલિકાની ચૂંટણી અગાઉજ દીવ કોંગ્રેસ લગભગ પડી ભાંગી છે કારણકે ગઈકાલે તેના મોટાભાગના સભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે.

  - Advertisement -

  દીવ નગર પાલિકામા કુલ 13 બેઠકો માંથી 10 બેઠકો કોંગ્રેસ ખાતે અને 3 બેઠકો BJP ખાતે હતી. છેલ્લા 10 વર્ષથી આ નગર પાલિકા પર કોંગ્રેસનું શાસન હતું. પરંતુ ગઈકાલે તેના 7 સભ્યો BJP માં જોડાતા હવે કોંગ્રેસ પાસે માત્ર 3 સભ્યોજ બાકી રહ્યા છે અને દિવ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

  દીવ નગરપાલિકામાં BJP એ મોટો ભડાકો કર્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આગામી નગરપાલિકાની ચૂંટણીને લઈ હાલ રાજકીય માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. આગામી જૂન મહિનામાં નગરપાલિકાની ચૂંટણી થનારી છે. કોંગ્રેસના દિગ્ગજ ગણાતા નેતાઓ BJPમાં જોડાતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં નગરપાલિકામાં અવિશ્વસ્નીય બાબતો સામે આવવાના એંધાણ છે. આજે 7 સદસ્યો ભાજપમાં જોડાતા હવે કોંગ્રેસ પાસે 3 સભ્યોજ બાકી રહ્યા છે. સામે પક્ષે ભાજપની બેઠકમાં વધારો થયો છે અને તેની બેઠક વધીને 10 થતા ભાજપ મજબૂત પક્ષ બન્યો છે. નોંધનીય છે કે હવે આગામી જૂન મહિનામા દીવ નગર પાલિકાની ચૂંટણી યોજવા જઇ રહી છે. આવા ખરે ટાણે જ ભાજપે ખેલ પડી દીધો છે. દિવ કોંગ્રેસ ને મોટો ફટકો વાગ્યો છે.

  મળતી માહિતી પ્રમાણે, વર્તમાન કાઉન્સિલર હરેશ પાચા છેલ્લી પાંચ ટર્મથી એટલે કે 25 વર્ષનાલાંબા સમય ગાળાથી કાઉન્સિલર છે, જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, તે જ રીતે દિનેશ સોલંકી પણ છેલ્લી બે ટર્મથી કાઉન્સિલર છે તે પણ ભાજપમાં જોડાયા હતા,સાથે રવિન્દ્ર સોલંકી, નિકિતા શાહ, ભાવના દૂધમલ, રંજન રાજુ તથા ભાગ્યવંતી ચૂનીલાલ વગેરે કાઉન્સિલરો ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે ઉષા મહિલા મંડળ, અને અન્ય 500 થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે. ભાજપે ઘોઘલા ફિશરમેન શેડ ખાતે કાર્યક્રમનું આયોજન કરી કોંગ્રેસના નેતાઓને કેસરી ખેસ પહેરાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.

  - Advertisement -

  અત્રે ઉલ્લેખનીય છે કે દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખને લાંબા સમયથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તેમના પર આવક કરતાં વધુ સંપત્તિનો કેસ હોવાના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત તેમણે દીવની પ્રખ્યાત કોહિનૂર હોટલનો કેટલોક ભાગ સરકારી જમીન પર વધાર્યો હતો.હવે કોંગ્રેસના 7 સભ્યોના જૂથે પક્ષપલટો કરતા દીવમાં કોંગ્રેસ તૂટી છે અને ભારતીય જનતા પાર્ટી મજબૂત થઇ છે.

  ચૂંટણી પેલા ભાજપ તરફી પવન, પાર્ટીમાં જોડવા માટે પડાપડી

  ભાજપનો ખેસ પહેરતા કોટવાલ, તસવીર સાભાર : BJP ગુજરાત ઓફિશિયલ

  આ પહેલા ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાન અશ્વિન કોટવાલ પણ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ મીડિયાને સંબોધન કરતા કોટવાલે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ” હું ભલે કૉંગ્રેસમાંથી ત્રણ વખત ચૂંટાયો, પણ મારા દિલમાં નરેન્દ્ર મોદી વસેલા હતા. હું ભાજપમાં 2007માંજ જોડાવાનો હતો. મોદીએ મને બોલાવ્યો અને કહ્યું કે રાજકારણમાં સારા સ્વચ્છ અને સારી પ્રતિષ્ઠા ધરાવતા લોકોની મારા પક્ષમાં જરૂરિયાત છે. ત્યારથી હું વડાપ્રધાન મોદીનો ભક્ત બન્યો હતો.”

  આ સિવાય છેલ્લા 4 વર્ષમાં જયરાજસિંહ પરમાર જેવા કોંગ્રેસના દિગ્ગજ ગણાતા 16 જેટલાં ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે, અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સફેદ ટોપી ઉતારીને 3000 કાર્યકરતાઓએ ગાંધીનગરના કમલમ ખાતે કેસરી ટોપી ધારણ કરી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, આવનાર વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ કેટલા અને કેવા કેવા રંગો બદલે છે તે જોવું રહ્યું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં