Thursday, April 25, 2024
More
  હોમપેજક્રાઈમ'400 કરોડ આપો નહિ તો દેશના બેસ્ટ શૂટરથી મરવા તૈયાર રહો': અંબાણીને...

  ‘400 કરોડ આપો નહિ તો દેશના બેસ્ટ શૂટરથી મરવા તૈયાર રહો’: અંબાણીને ચાર દિવસમાં ત્રણ ધમકી, શાદાબ ખાનની મેઇલ આઈડી પરથી આવ્યો ઇ-મેઈલ

  હવે આ ત્રીજી ધમકીમાં 400 કરોડની ખંડણી માંગવામાં આવી છે. ઇ-મેઇલમાં એવું પણ કહેવાયું છે કે, પહેલા બે ઇ-મેઇલનો અંબાણીએ જવાબ નથી આપ્યો એટલા માટે હવે 400 કરોડ આપવા પડશે.

  - Advertisement -

  દેશના ટોચના ઉદ્યોગપતિ ગણાતા મુકેશ અંબાણીને ધમકી આપવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. મુકેશ અંબાણીને છેલ્લા ચાર દિવસની અંદર ત્રણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ પહેલાં પણ તેમને શાદાબ ખાન નામના શખ્સની ઇ-મેઇલ આઈડી પરથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. 27 અને 28 ઓક્ટોબરે ધમકી મળ્યા બાદ મુકેશ અંબાણીને 30 ઓક્ટોબરે ફરી ધમકી આપવામાં આવી છે. આ વખતે ઇમેઇલ મોકલનાર શખ્સે 400 કરોડની ખંડણી માંગી છે.

  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન અને દુનિયાના સૌથી મોટા ધનિકોમાં સામેલ મુકેશ અંબાણીને છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર ધમકી મળી રહી છે. બે ધમકી મળ્યા બાદ હવે મુકેશ અંબાણીને સોમવારે (30 ઓક્ટોબરે) ત્રીજી ધમકી મળી છે. આ તમામ ધમકી શાદાબ ખાન નામના શખ્સની ઇ-મેઇલ આઈડી પરથી મોકલવામાં આવી રહી છે. પહેલા ઇ-મેઇલમાં 20 કરોડની માંગણી કરવામાં આવી હતી. એ બાદ રકમ વધારીને 200 કરોડની માંગણી કરવામાં આવી હતી.

  હવે આ ત્રીજી ધમકીમાં 400 કરોડની ખંડણી માંગવામાં આવી છે. ઇ-મેઇલમાં એવું પણ કહેવાયું છે કે, પહેલા બે ઇ-મેઇલનો અંબાણીએ જવાબ નથી આપ્યો એટલા માટે હવે 400 કરોડ આપવા પડશે.

  - Advertisement -

  શું લખ્યું છે ઇ-મેઇલમાં?

  મુકેશ અંબાણીને મળેલા ત્રીજા ઇ-મેઇલમાં લખવામાં આવ્યું છે કે, “તમારી સુરક્ષા કેટલી પણ મજબૂત હોય, અમારો એક બેસ્ટ સ્નાઇપર જ તમારો જીવ લઈ શકે છે. તૈયાર રહો, આ વખતે 400 કરોડ અને પોલીસ મને નહીં શોધી શકે કે નહિ મારી ધરપકડ કરી શકે.” આવી ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે અંબાણીના દક્ષિણી મુંબઈમાં આવેલા આવાસ એન્ટેલિયાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

  આ પહેલાં મળ્યા હતા બે ધમકીભર્યા ઇ-મેઇલ

  ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ મુકેશ અંબાણીને 2 ધમકીભર્યા ઇ-મેઇલ મોકલવામાં આવ્યા હતા. આ ઇ-મેઇલ શાદાબ ખાન નામની આઈડી પરથી મોકલાયા હતા. સૌથી પહેલો મેઇલ 27 ઓક્ટોબરે આવ્યો હતો જેમાં 20 કરોડની માંગણી કરવામાં આવી હતી અને જો આવું નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. તેમાં કહેવાયું હતું કે “જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો, તો અમે તમને મારી નાંખીશું. અમારી પાસે ભારતના સૌથી સારા શૂટર્સ છે.”

  ત્યારબાદ 28 ઓક્ટોબરે મુકેશ અંબાણીને બીજો ધમકીભર્યો મેઇલ મળ્યો હતો જેમાં ખંડણીની રકમ વધારીને 200 કરોડ કરી દેવામાં આવી હતી. જેમાં કહેવાયું હતું કે, “અમારા ઇ-મેઇલનો જવાબ ના મળ્યો, એટલા માટે હવે રકમ 200 કરોડ થશે, જો આ રકમ ના મળી તો ડેથ વોરંટ નક્કી સમજો.” જે બાદ ફરી 30 ઓક્ટોબરે મુકેશ અંબાણીને ત્રીજી ધમકી મળી છે. જેમાં રકમ 400 કરોડ કરી દેવામાં આવી છે. સમગ્ર મામલે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે, હત્યાની ધમકી ખંડણીની માંગ કરતો ઈ-મેઇલ મળ્યા બાદ મુકેશ અંબાણીના સિક્યુરિટી ઇન્ચાર્જે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદના આધારે ગામદેવી પોલીસે અજ્ઞાત શખ્સ વિરુદ્ધ IPCની કલમ 387 અને 506 (2) અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  આ પહેલાં પણ મળી ચૂકી છે ધમકીઓ

  ઉલ્લેખનીય છે કે આ કોઈ પ્રથમ ઘટના નથી કે મુકેશ અંબાણીને ધમકી મળી હોય. આ પહેલાં બિહારના એક યુવકે આખા અંબાણી પરિવારને ધમકી આપી હતી અને કહ્યું હતું કે તે એચ.એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ તેમજ સાઉથ મુંબઈ સ્થિત તેમના ઘર ‘એન્ટેલિયા’ને ઉડાવી દેશે.

  ફેબ્રુઆરી, 2021માં મુકેશ અંબાણીના ઘરની બહાર એક સ્કોર્પિયો કારમાંથી વિસ્ફોટકો અને ધમકીભર્યો પત્ર મળી આવ્યો હતો. જે કેસ પછીથી ખૂબ ચર્ચાસ્પદ બન્યો અને અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ પણ થયા. સચિન વાજે નામના એક ASIએ કેસ સોલ્વ કરીને નામ બનાવવા માટે આ કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું હતું. જેમાં એક હત્યા પણ થઈ હતી. જે વ્યક્તિની સ્કોર્પિયો કાર હતી તે મનસુખ હિરેનને મારી નાખવામાં આવ્યા હતા. આ જ કેસમાં મુંબઈ શહેરના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંઘે પછીથી રાજીનામું ધરી દીધું હતું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં