Monday, April 29, 2024
More
    હોમપેજક્રાઈમવડોદરામાં મંજુસરની મસ્જિદ પાસે શાક લેવા ગયેલા દલિત યુવકને આંતરીને સાહિલ, ફરિદીન...

    વડોદરામાં મંજુસરની મસ્જિદ પાસે શાક લેવા ગયેલા દલિત યુવકને આંતરીને સાહિલ, ફરિદીન અને શાહુ પટ્ટો લઈ તૂટી પડ્યા: ધમકી આપતા કહ્યું- ‘પોલીસ કેસ કરીશ તો ફરી મારીશું’, એટ્રોસિટી નોંધાઈ

    ગામના લોકો આવી જવા છતાં આરોપીઓએ દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો બોલવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ હાજર લોકોએ પીડિત યુવકને છોડાવ્યો હતો.

    - Advertisement -

    ભોપાલમાં હિંદુ યુવકના ગળામાં પટ્ટો નાંખી માર મારતા મુસ્લિમ યુવકોનો વિડીયો આખા દેશે જોયો. આરોપીઓ પર કાર્યવાહી પણ કરવામાં આવી. તેવામાં હવે વડોદરાના મંજુસરમાં મસ્જિદ પાસે દલિત યુવક પર ત્રણ મુસ્લિમ યુવકોએ હુમલો કરી પટ્ટાથી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આટલું જ નહીં, હુમલો કરનાર યુવકોએ દલિત યુવકને જાતિ સૂચક અપશબ્દો પણ કહ્યા હતા. આ મામલે મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

    મળતી માહિતી અનુસાર સાવલી તાલુકાના મંજુસર ખાતે રહેતા દેવા હરીશચંદ્ર સરોજ નામના દલિત યુવકે મંજુસરના જ દિવાન ફળિયા ખાતે રહેતા સાહિલ રાણા, ફરિદિન રાણા અને શાહુ રફીક વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીડીતે ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, તે ઘટનાની સાંજે પરિવાર માટે શાકભાજી લેવા નીકળ્યો હતો. ત્યારે બાઈક અને સ્કુટર પર આવેલા ત્રણેય આરોપીઓએ પીડીતને મંજુસર મસ્જીદ પાસે આંતર્યો હતો. પીડિત યુવક કશું સમજે તે પહેલા જ ત્રણેય મુસ્લિમ યુવકોએ “અમારી સાથે મિત્રતા કેમ છોડી?” કહીને માર મારવા લાગ્યા હતા.

    આ સમયે સાહિલ નામનો આરોપી તેણે કમરમાં પહેરેલો પટ્ટો કાઢીને પીડીતને મારવા લાગ્યો હતો. જયારે તેના મિત્રો ફરિદિન રાણા અને શાહુ વાઘેલાએ દલિત યુવકને ગડદા પાટુંનો ઢોર માર માર્યો હતો. પીડિત યુવક એકલો આ ત્રણેય સામે ઝઝૂમી રહ્યો હતો તે સમયે ગામના કેટલાક રહેવાસીઓ તેમને જોઈ જતા તેમણે દેવાને ત્રણેય આરોપીના મારથી બચાવ્યો હતો.

    - Advertisement -

    ગામના લોકો આવી જવા છતાં આરોપીઓએ દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો બોલવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ હાજર લોકોએ પીડિત યુવકને છોડાવ્યો હતો. અહીં તે નોંધવું પણ જરૂરી છે કે પીડિત યુવકે ત્રણેય મુસ્લિમ યુવકો પર પોલીસ ફરિયાદ કરવાનું કહેતા, ત્રણેય આરોપીઓએ જતા જતા પણ યુવકને ધમકી આપતા કહ્યું હતું કે, “તું પોલીસ કેસ કરીશ તો અમે તને ફરીથી મારીશું.” ડરી ગયેલા યુવકે ઘરે આવી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવડાવી છે.

    હાલ પોલીસે વડોદરાના મંજુસરમાં મસ્જિદ પાસે દલિત યુવક પર ત્રણ મુસ્લિમ યુવકોએ હુમલો કરી જાતિ સૂચક અપશબ્દો કરવાના મામલે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં