Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરોંગ નંબર પરથી આવેલો મિસકોલ ટ્રીપલ તલાકની પીડિતા અમરીનાના જીવનમાં "રાઈટ" બન્યો,...

    રોંગ નંબર પરથી આવેલો મિસકોલ ટ્રીપલ તલાકની પીડિતા અમરીનાના જીવનમાં “રાઈટ” બન્યો, રાધિકા બની લીધા સાત ફેરા

    રાધિકા બનેલી અમરીનાએ કહ્યું હતું કે તેને મુસ્લિમ ધર્મમાં વિશ્વાસ નથી રહ્યો, ઇસ્લામમાં નાની નાની બાબતો પર ટ્રીપલ તલાક આપવામાં આવે છે અને છોકરીઓની જિંદગી બરબાદ થઈ જાય છે.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના બરેલીની 21 વર્ષીય અમરીનાએ રાધિકા બની સાત ફેરા લીધા, ઇસ્લામ છોડીને સનાતન હિંદુ ધર્મ અપનાવનાર આ યુવતીની કહાણી ઘણી રસપ્રદ છે, રોંગ નંબર પરથી આવેલો એક મિસકોલ અમરીનાના જીવનમાં “રાઈટ ડીસીઝન” બન્યો હોવાનો તેણીનો દાવો છે. અમરીનાએ રાધિકા બની સાત ફેરા લીધા બાદ પ્રસન્નતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હવે તેણે “ટ્રીપલ તલાક” નો કોઈ જ ડર નથી.

    મળતા અહેવાલો અનુસાર બરેલીની 21 વર્ષીય અમરીનાએ રાધિકા બની સાત ફેરા લીધા. મુસ્લિમ પરિવારમાંથી આવતી અમરીનાએ ઇસ્લામ ત્યજીને સનાતન હિંદુ ધર્મ અપનાવ્યો છે અને પ્રેમી પપ્પુ સાથે હિંદુ વિધિ વિધાનથી લગ્નના બંધને બંધાઈ ગઈ છે. બિજનૌર જિલ્લાની રહેવાસી અમરીના બરેલીના અગસ્ત મુનિ આશ્રમ મંદિરમાં સનાતન હિંદુ ધર્મ અપનાવ્યા બાદ રાધિકા બની હતી. ત્યાર બાદ તેણીએ તેના પ્રેમી પપ્પુ કોરી સાથે મંદિરમાં સાત ફેરા લીધા હતા. પપ્પુ કોરી બરેલીને અડીને આવેલા રામપુરના એક ગામનો રહેવાસી છે. બરેલીના અગસ્ત મુનિ આશ્રમના આચાર્ય પંડિત કેકે શંખધરે બંનેના લગ્ન હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે કરાવ્યા હતા.

    એક મિસકોલથી પાંગર્યો પ્રેમ

    અહેવાલો અનુસાર અમરીનાએ જણાવ્યું હતું કે, “હું પુખ્ત વયની છું અને આધાર કાર્ડમાં મારી જન્મતારીખ 9 ઓગસ્ટ, 2000 છે. ઓક્ટોબર 2020માં મને મારા મોબાઈલ પર એક અજાણ્યા યુવકનો કોલ આવ્યો. બાદમાં જ્યારે મેં પાછો ફોન કર્યો તો તે કોલ પપ્પુ દ્વારા ઉપાડવામાં આવ્યો. પપ્પુએ જણાવ્યું કે કોલ ભૂલથી થયો હતો તે ખબર જ ન પડી કે ક્યારે મોબાઈલ પર મિસ્ડ કોલથી શરું થયેલી આ મિત્રતામાં પ્રેમ પાંગર્યો અને અમે લગ્નના બંધનમાં બંધાઈ ગયા.”

    - Advertisement -

    પતિએ ટ્રીપલ તલાક આપી દેતા ઇસ્લામ ધર્મમાં હવે વિશ્વાસ નથી

    રાધિકા બનેલી અમરીનાએ કહ્યું હતું કે તેને મુસ્લિમ ધર્મમાં વિશ્વાસ નથી રહ્યો, ઇસ્લામમાં નાની નાની બાબતો પર ટ્રીપલ તલાક આપવામાં આવે છે અને છોકરીઓની જિંદગી બરબાદ થઈ જાય છે. તેને હિંદુ ધર્મમાં ખૂબ શ્રદ્ધા છે. ઉપરાંત અમરીના કહેવું છે કે તેના પરિવારના સભ્યો તેને સતત ધમકીઓ આપતા હતા. તેણે પ્રેમ અને તેના પ્રેમીને ખાતર પોતાનું ઘર, ધર્મ અને પરિવાર છોડી દીધો છે. હવે તે હંમેશા હિન્દુ જ રહેશે.

    ટ્રિપલ તલાકની પ્રથા અંગે અમરીનાએ કહ્યું કે લગ્નના પાંચ વર્ષ પછી તેના પતિએ તેને ટ્રિપલ તલાક આપ્યા બાદ તેને ઘરની બહાર કાઢી મુકી હતી, જેનાથી તેનું જીવન બરબાદ થઈ ગયું હતું. અમરીનાના લગ્ન કરાવનાર અગસ્ત મુનિ આશ્રમના પંડિત આચાર્ય કેકે શંખધરે જણાવ્યું કે તેમણે તેનું ગંગાજળથી શુદ્ધિકરણ કર્યું હતું. અમરીનાએ હવે હિન્દુ ધર્મ અપનાવ્યો છે અને તેનું નામ રાધિકા રાખવામાં આવ્યું છે. તેના લગ્ન રામપુરના શાહબાદના રહેવાસી પપ્પુ કોરી સાથે થયા છે.

    પોલીસ અધિકારીઓ પાસે સુરક્ષાની માંગણી કરશે

    લગ્ન કરનાર નવયુગલે જણાવ્યું હતું કે બુધવારે તેઓ પોલીસ અધિકારીઓને મળશે અને સુરક્ષાની માંગ કરશે. બિજનૌરના કોતવાલી વિસ્તારની વતની અમરીના અને રામપુરના શાહબાદના રહેવાસી પપ્પુ કોરીનો પરિચય એક મિસકોલથી થયો હતો. બંને ફોન પર વાત કરવા લાગ્યા. લગભગ બે વર્ષ પહેલા પ્રેમસંબંધ બંધાયો ત્યારે પરિવારજનોએ વિરોધ કરતા બંનેએ જીવનભર સાથે રહેવાનું નક્કી કર્યું હતું અને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં