ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન જિંદલ દ્વારા પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલ કથિત વિવાદિત ટિપ્પણીને લઈને જ્યાં વિવાદ હજુ ચાલી રહ્યો છે ત્યાં બીજી તરફ ઇસ્લામિક પયગંબર પર થતી ટિપ્પણીઓ અને તેની સામે મળતી પ્રતિક્રિયાઓ અને સામે હિંદુ દેવતાઓ અને પરંપરાઓ પર થતી ટિપ્પણી અને તેની પ્રતિક્રિયાઓ ચર્ચાનો વિષય બન્યો છે.
ભૂતકાળમાં હિંદુ દેવતાઓ અને પરંપરાઓ પર અભદ્ર ટિપ્પણી થઇ હોવા છતાં વાત ઘણીવાર તો FIR સુધી પણ ન પહોંચી કે ક્યાંય ‘સર તન સે જુદા..’ જેવી સજા આપવાની માંગ થઇ ન હતી. બીજી તરફ, હાલ ભારતના શહેરે-શહેરે ભીડ નૂપુર શર્માનું માથું વાઢી લેવાની માંગ કરી રહી છે.
છેલ્લા થોડાંક વર્ષોમાં અનેક જાણીતા ચહેરાઓ, પત્રકારો, સંસ્થાઓ અને રાજકારણીઓ હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરી ચૂક્યા છે. કેટલાક એવા પણ છે જેમની કારકિર્દી જ હિંદુ દેવતાઓ અને ધર્મને ભાંડીને બની છે. હિંદુ દેવતાઓ કે પરંપરાઓ પર થયેલી આ બધી જ ટિપ્પણી સમાવવી શક્ય નથી, પણ એવી કેટલીક ટિપ્પણીઓનો ઇતિહાસ તપાસીએ.
શરૂઆત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે કરીએ. કેજરીવાલ તાજેતરમાં જ કાશ્મીરી હિંદુઓના નરસંહારની મજાક ઉડાવી ચૂક્યા છે અને વિધાનસભામાં કાશ્મીરી હિંદુઓની પીડાને બયાં કરતી ફિલ્મ ‘ધ કાશ્મીરી ફાઇલ્સ’ને જૂઠી ફિલ્મ ગણાવી ચૂક્યા છે. જોકે, આ એકમાત્ર કિસ્સો નથી. ભૂતકાળમાં પણ તેમણે હિંદુ દેવતાઓ, પવિત્ર ચિહ્નો અને પરંપરાઓની મજાક ઉડાવી હતી.
રામમંદિરનો જ્યારે પાયો પણ નાંખવામાં આવ્યો ન હતો અને મામલો સુપ્રીમ કોર્ટમાં હતો ત્યારે વર્ષ 2014 માં કેજરીવાલે કહ્યું હતું કે, તેમનાં નાનીએ ક્યારેય આ વાત સ્વીકારી ન હોત. તેમણે રામમંદિરની જગ્યાએ શાળા, હોસ્પિટલ અને કોલેજો બાંધવા માટેનું સૂચન કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે તેમની નાનીએ તેમને કહ્યું હતું કે, “કોઈની મસ્જિદ તોડીને રામ વસવાટ ન કરી શકે.”
રામમંદિર મામલે ટીપ્પણની કર્યા બાદ વર્ષ 2019માં કેજરીવાલે એક વાંધાજનક તસ્વીર શૅર કરી હતી, જેમાં ઝાડુ હાથમાં લઈને પવિત્ર ચિહ્ન સ્વસ્તિક પાછળ દોડતો દેખાય છે. નોંધવું જોઈએ કે ઝાડુ કેજરીવાલની પાર્ટીનું ચૂંટણી ચિહ્ન છે.
અન્ય એક ટ્વિટમાં કેજરીવાલે હનુમાનજીનું એક કાર્ટૂન શૅર કર્યું હતું, જેમાં તેમને સરકાર સામેની કથિત સમસ્યાઓથી ધ્યાન ભટકાવવા માટે જવાહરલાલ નહેરુ યુનિવર્સીટી સળગાવતા બતાવવામાં આવ્યા છે.
Really? pic.twitter.com/PdC1bgJLFm
— Ankur Singh (@iAnkurSingh) March 10, 2021
જોકે, હિંદુ વિરોધી નિવેદનો આપવા કે હિંદુ વિરોધી ગતિવિધિમાં સામેલ થનારા અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના એકમાત્ર નેતા નથી. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે પણ જૂન 2021 માં રામમંદિર ટ્રસ્ટ અને ભાજપ વિરુદ્ધ ફંડમાં ગોટાળાનો આરોપ લગાવ્યો હતો.
ઓગસ્ટ 2020 માં આમ આદમી પાર્ટીના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી એક તસ્વીર શૅર કરવામાં આવી હતી, જેમાં સિક્કિમ સ્થિત હિંદુ અને બૌદ્ધ ધર્મ માટે પવિત્ર કાંચનજંગા પર્વત, ઉત્તરાખંડના કામત પર્વત અને મા દુર્ગા માટે જાણીતા નંદાદેવી પર્વત સાથે દિલ્હીના ગાઝીપુર ખાતેના કચરાના ઢગલાને સરખાવ્યો હતો. અને સાથે લખ્યું હતું કે, ભારતના સૌથી ઉંચા પર્વતો.
તાજેતરમાં વિવાદિત માળખા જ્ઞાનવાપીના વજુખાનામાંથી શિવલિંગ મળી આવ્યું હતું. વજૂખાનું એ જગ્યા છે જ્યાં નમાજ પહેલાં મુસ્લિમો હાથ-પગ ધુએ છે. આ શિવલિંગ મળી આવ્યા બાદ પણ સોશિયલ મીડિયા ઉપર શિવલિંગની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી.
ટીએમસી પાર્ટીના સાંસદ મહુઆ મોઈત્રાએ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની એક તસ્વીર શેર કરીને લખ્યું હતું કે, આશા છે કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ખોદકામ માટેનો આગલો ટાર્ગેટ ન હોય.
આ ઉપરાંત, સબા નકવીએ પણ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની તસ્વીર શૅર કરીને જ્ઞાનવાપીમાંથી શિવલિંગ મળી આવવા મુદ્દે મજાક ઉડાવી હતી.
RJD નેતા દિવાશંકરે ભાજપ પર પ્રહાર કરવા માટે ટ્વિટમાં શિવલિંગ માટે અભદ્ર અને અશોભનીય શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
ઘૃણા ફેલાવતા ટ્વિટ માટે જાણીતા પીસ પાર્ટીના શાદાબ ચૌહાણે વારાણસી કોર્ટના જ્ઞાનવાપી મસ્જિદ સીલ કરવાના ઓર્ડર બાદ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે નાના-નાના પોલનો એક ફોટો મૂકીને કહ્યું હતું કે, જો કોઈ દાવો કરે તો જજ સાહેબ આ વિસ્તાર પણ સીલ કરી દેશે.
આ ઉપરાંત, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના નેતા દાનિશ કુરૈશીએ સોશિયલ મીડિયા પર શિવલિંગ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. વિવાદિત જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળી આવ્યા બાદ તેણે શિવલિંગ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી અને અપમાન કર્યું હતું. જોકે, આ પોસ્ટ વાયરલ થયા બાદ ગુજરાત પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
જોકે, અભદ્ર ટિપ્પણીઓ કરવામાં માત્ર નેતાઓ જ નથી. અખબાર ઇકોનોમિક ટાઇમ્સે વચ્ચે એક મીમ પ્રકાશિત કર્યું હતું, જેમાં પણ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની તસ્વીરનો ઉપયોગ કરીને હિંદુઓની મજાક ઉડાવવામાં આવી હતી અને સાથે લખવામાં આવ્યું હતું કે, ‘Bom Bholenath!’ આ તસ્વીર અખબારના ‘Meme’s the word’ વિભાગમાં છાપવામાં આવી હતી.
તદુપરાંત, અન્ય એક કાર્ટૂનમાં તાજમહેલના ભોંયરાના બંધ દરવાજા ખોલવા માટેની માંગને લઈને મજાક ઉડાવવામાં આવી હતી.
દિલ્હી યુનિવર્સીટીની હિંદુ કોલેજના એસોશિએટ પ્રોફેસર રતન લાલે ફેસબુક ઉપર જ્ઞાનવાપીમાંથી શિવલિંગ મળી આવ્યા બાદ ભગવાન શિવ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી.
This hurts my religious sentiments. I will appreciate if Dr. Ratan Lal is booked under section 153A IPC & other provisions of IPC and case be pursued against him. @CPDelhi @DelhiPolicehttps://t.co/G8HJXVpEZ7 pic.twitter.com/9vf5Wy7KZE
— RP Singh National Spokesperson BJP (@rpsinghkhalsa) May 17, 2022
પ્રોફેસર રવિ કાંત ચંદને વિવાદિત માળખા જ્ઞાનવાપી મામલે એક ડિબેટ દરમિયાન દાવો કર્યો હતો કે, પરિસરમાં પંડિતો દ્વારા ગેરકાયદેસર ગતિવિધિઓ ચાલતી હોવાનું જાણવા મળતા ઔરંગઝેબ દ્વારા જ માળખું તોડી પાડવામાં આવ્યું હતું. તેમણે જે પુસ્તકનો સંદર્ભ આપ્યો હતો, તેનો ઇતિહાસને લગતા દસ્તાવેજોમાં ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી, ઉપરાંત પુસ્તકના લેખકે પોતે પણ તેમના પુસ્તકને ગંભીરતાથી લેવા માટે ઇનકાર કર્યો હતો.
હિંદુવિરોધી ગતિવિધિઓ માટે જાણીતા ફ્રીલાન્સ પત્રકાર રાકીબ નાયકે વ્હાઇટ હાઉસ અને તેની સામેના ફુવારાની તસ્વીર શેર કરીને જ્ઞાનવાપીમાંથી મળી આવેલ શિવલિંગ મામલે મજાક ઉડાવી હતી. આ ‘પત્રકાર’ના તર્ક મુજબ, સરવે ટીમને કોઈ શિવલિંગ નહીં પરંતુ ફુવારો મળ્યો હતો અને જેનો ઉપયોગ હિંદુઓ સ્થળની માલિકી સાબિત કરવા માટે કરી રહ્યા છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીની જેએન મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસટ ડૉ. જીતેન્દ્ર કુમારે વર્ગખંડમાં બળાત્કાર અંગે ભણાવતા હિંદુ દેવતાઓનો સંદર્ભ ટાંક્યો હતો. બળાત્કારના ઇતિહાસને સમજાવતા તેણે હિંદુ દેવતાઓ સાથે મુદ્દો જોડી દીધો હતો. જોકે, જે બાદ તેને યુનિવર્સીટીએ હાંકી કાઢ્યો હતો. જોકે, હજુ સુધી તેની સામે કડક પગલાં લેવામાં આવ્યા હોય તેવું જાણવા મળ્યું નથી.
કથિત કોમેડિયન મુનવ્વર ફારૂકીએ માતા સીતા અને 2002 માં ગોધરામાં ટ્રેનમાં જીવતા સળગી ગયેલા 59 કારસેવકો અંગે કરેલી અપમાનજનક ટિપ્પણીઓ કઈ રીતે ભૂલી શકાય? જે બાદ હિંદુ સંગઠનોના વિરોધને પગલે તેના અનેક શૉ રદ થઇ ગયા હતા. જોકે, હાલમાં જ તે રિયાલિટી શૉ લોક-અપમાં જોવા મળ્યો હતો, જેમાં તે જીતી ગયો હતો.
ज्ञानवापी में ॐ नम: शिवाय? + वीडियो ‘सबूत’ दावा मजबूत? #TaalThokKe #GyanvapiVideoLeak पर ट्वीट कीजिए @aditi_tyagi
— Zee News (@ZeeNews) May 31, 2022
अन्य खबरों के लिए क्लिक करें – https://t.co/asaJAvmeIt
https://t.co/NxRLysX5fJ
વિવાદિત ઇસ્લામિક સ્કૉલર ઈલિયાસ શરાફુદ્દીને શિવલિંગને પુરુષના શરીરના ભાગ સાથે જોડીને હિંદુ દેવતાઓ પર ટિપ્પણીઓ કરતા કહ્યું હતું કે, હિંદુઓને મૂર્તિઓ અને પ્રાઇવેટ પાર્ટની પૂજા કરવાની આદત છે. તે ‘ઝી ન્યૂઝ’ના ‘તાલ ઠોક કે’ કાર્યક્રમમાં ચર્ચામાં ભાગ લેવા માટે આવ્યો હતો. જેમાં તેણે ગીતા, વેદ,ઉપનિષદ વગેરે ગ્રંથોને ટાંકીને દલીલ કરી હતી કે, હિંદુ ગ્રંથો પ્રમાણે જેઓ મૂર્તિની પૂજા કરે છે તેમને નર્ક મળે છે. તે કહે છે, “હિંદુઓએ મૂર્તિ, લિંગ કે માનવ શરીરના ગુપ્ત ભાગની પૂજા કરવી ન જોઈએ. જ્ઞાનવાપી સરવે વિડીયોમાં શિવલિંગ મળ્યાનું સામે આવ્યું છે?” જે બાદ તે અટ્ટહાસ્ય કરીને કહે છે કે, પ્રાયવેટ પાર્ટની પૂજા ન થવી જોઈએ.
AIMIM પાર્ટી પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરૂદ્દીન ઓવૈસીએ એક સભા દરમિયાન હિંદુ દેવતાઓ પર ટિપ્પણી કરીને તેમને ‘મનહૂસ’ કહ્યા હતા.
He says about Hindu gods & goddesses “Main unke manhoos naam iss mubarak mehfil mein nahi lena chahta”. The crowd roars in approval.
— Major Gaurav Arya (Retd) (@majorgauravarya) June 8, 2022
In India, if you oppose such behaviour or respond to it, you are branded communal & cases are filed against you.#ArrestAkbaruddinOwaisi pic.twitter.com/4sYeZyLosx
બંગાળી ફિલ્મ અભિનેત્રી સાયોની ઘોષે ટ્વિટર પર એક અત્યંત વાંધાજનક અને વિવાદાસ્પદ કાર્ટૂન પોસ્ટ કર્યું હતું. જે બાદ તેને કાર્યવાહીની ધમકી આપવામાં આવી ત્યારે અકાઉન્ટ હેક થયું હોવાનું બહાનું ધરી દીધું હતું. મમતા બેનર્જીની ટીએમસી પાર્ટીએ તેને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ પણ આપી હતી.
માત્ર નેતાઓ, હસ્તીઓ અને મીડિયા હાઉસ દ્વારા જ નહીં, અમુક બ્રાન્ડ્સ પણ હિંદુ પરંપરાની મજાક ઉડાવી ચૂકી છે. અને જ્યારે આ બ્રાન્ડ્સ આ પ્રકારના વિવાદમાં ફસાઈ છે ત્યારે તેમને ડાબેરી-લિબરલ ગેંગનો ટેકો પણ મળી રહે છે. છેલ્લા કેટલાક સમયમાં હિંદુઓને નિશાન બનાવતા કેટલાક કેમપેઇન અને બ્રાન્ડ લૉન્ચ કરવામાં આવ્યા હતા. જોકે, તેમાંથી મોટાભાગના કિસ્સામાં હિંદુઓએ વિરોધ કર્યા બાદ જાહેરાતો પરત ખેંચી લેવી પડી હતી.
વર્ષ 2019 માં ગણેશ ચતુર્થીના દિવસે રેડ લેબલ એક એડ કેમપેઇન લોન્ચ કર્યું હતું, જેમાં હિંદુઓને ધર્માન્ધ બતાવવામાં આવ્યા હતા. એડમાં બતાવવામાં આવ્યું હતું કે, ગણેશ ચતુર્થી નિમિત્તે ઘરે સ્થાપના કરવા માટે એક વ્યક્તિ ગણેશજીની મૂર્તિ લેવા માટે જાય છે. જેમાં એક મૂર્તિ બનાવનાર પાસે તે જાય છે જે હિંદુ ધર્મનું ઊંડું જ્ઞાન ધરાવે છે. દરમિયાન તે વ્યક્તિ સફેદ ટોપી (મુસ્લિમો પહેરે છે તેવી) કાઢીને પહેરે છે. તે જોઈને પેલો વ્યક્તિ ખચકાય છે અને તે ફરી આવશે એમ કહીને ત્યાંથી જતો રહે છે. જે બાદ મૂર્તિ બનાવનાર તેને ચા ઓફર કરે છે અને સાંજ પાડે છે અને પછી પેલો માણસ મૂર્તિનો ઓર્ડર આપે છે. હિંદુસ્તાન યુનિલીવરની બ્રાન્ડ રેડ લેબલને આ પ્રકારની એડ બનાવવાની આદત છે.
2020 માં તનિષ્ક દ્વારા લવ જેહાદ મુદ્દે બનાવવામાં આવેલ એક એડ ભારે ચર્ચાનો વિષય બની હતી. આ એડમાં લવ જેહાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. એડ સોશિયલ મીડિયા પર વાઈટલ થયા બાદ તનિષ્ક સામે બહિષ્કાર શરૂ થઇ ગયો હતો. આ જાહેરાતમાં એક હિંદુ મહિલાને મુસ્લિમ પરિવારમાં પરણેલી બતાવવામાં આવે છે અને જ્યાં તેના સીમંત માટેની તૈયારીઓ ચાલે છે. જોકે, વિવાદ બાદ જાહેરાત યુ-ટ્યુબ પરથી હટાવી લેવામાં આવી હતી.
વર્ષ 2021 માં ફેબઇન્ડિયા દ્વારા દિવાળી કેમપેઇન લોન્ચ કડવામાં આવ્યું હતું અને દિવાળીનું ભાષાંતર ‘જશ્ન-એ-રિવાઝ’ કરવામાં આવ્યું હતું. જોકે, સોશિયલ મીડિયા ઉપર તેનો વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ જાહેરાત પરત ખેંચી લેવામાં આવી હતી. ફેબઇન્ડિયાએ દાવો કર્યો હતો કે તે દિવાળી કેમપેઇન ન હતું, પરંતુ આ એક વાહિયાત કારણ છે.