Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજોશીમઠ પર તોળાયેલું સંકટ યથાવતઃ બે લકઝરી હોટલોને તોડી પડાશે, સેંકડો ઘરો...

    જોશીમઠ પર તોળાયેલું સંકટ યથાવતઃ બે લકઝરી હોટલોને તોડી પડાશે, સેંકડો ઘરો ખાલી કરાશે

    વર્ષો પહેલાં 70ના દાયકામાં એક કમિશને પોતાના રિપોર્ટમાં ચેતવણી આપી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ વિસ્તાર અતિસંવેદનશીલ છે અને તેના મૂળ સાથે કોઈ પણ ચેડાં કરવા એ મોટું જોખમ સાબિત થશે.

    - Advertisement -

    ઉત્તરાખંડનું 6,000 ફીટની ઊંચાઈએ આવેલું નાનકડુ નગર એટલે જોશીમઠ આજે ચર્ચા, કુતૂહલ અને ચિંતાનું કારણ બન્યું છે. ત્યાં થોડા દિવસ પહેલાં અચાનક જમીન ધસી પડવાનો ક્રમ શરૂ થયો હતો, તેની જ આડ અસરના ભાગરૂપે સેંકડો ઘરોમાં પણ તિરાડો પડી હતી. જોકે રાજ્ય અને કેન્દ્ર સરકારે સતર્કતા દાખવીને વિસ્તારનો ખાલી કરાવ્યો હોવાથી હમણાં સુધી કોઈ જાનહાની થઈ નથી. હવે પ્રસાશને જોશીમઠ ખાતેની બે લકઝરી હોટલોને તોડી પાડવાનો આદેશ કર્યો છે.

    મળતી માહિતી મુજબ જોશીમઠ ખાતેની બે લકઝરી હોટલોને તોડીપાડવામાં આવશે. નિષ્ણાંતોએ નિર્ણય લીધો છે કે હોટલ ‘મલારી ઈન’ અને હોટલ ‘માઉંટ વ્યૂ’ બંન્ને હોટેલને તોડી પાડવી પડશે. બંન્ને હોટલોમાં જે રીતે તિરાડો આવી છે તે ચિંતાજનક છે. પાંચ-છ માળ ઊંચી આ બંન્ને હોટલો રહેવાલાયક ન હોવાના કારણે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવશે. આ બંન્ને હોટલોને તોડવાનું કાર્ય CBRI (સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઈસ્ટીટ્યૂટ)ના નેજા હેઠળ થઈ રહ્યું છે. સાથે સાથે SDRFની ટીમ પર ઘટનાસ્થળે હાજર રહેશે.

    આ મામલે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે “આ સમય બધાએ સાથે મળીને કામ કરવાનો છે, બધાએ સાથે મળીને જોશીમઠને બચાવવાનો છે. જે 68 મકાનો પર ખતરો છે તે બધા પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા છે. તે ઉપરાંત 600 ઘરોનો એક આખો બ્લોક છે તેને પણ સુરક્ષિત સ્થળે લઈ જવાની કાર્યવાહી ચાલુ છે. આ આખા મામલા પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પણ આ મામલા પર અમારી પડખે છે. અમને શક્ય મદદ માટે તેમણે આશ્વાસન આપ્યું છે.”

    - Advertisement -

    જોશીમઠ ઉત્તરાખંડના હિમાલય ક્ષેત્રના જિલ્લા ચમૌલીનું એક નગર છે. 20 હજારની વસ્તી ધરાવતું આ નગર પહાડી ક્ષેત્રમાં આવેલું છે. તેનું ક્ષેત્રફળ 2.5 વર્ગ/કિલોમીટર છે, જ્યાં 400થી વધુ કમર્શિયલ મકાનો છે, જ્યારે આશરે 3,900થી વધુ રહેણાંક મકાનો છે. જોકે નગરપાલિકાના ડેટા પ્રમાણે ખાલી 1,790 ઘરો જ ઘરવેરો ભરે છે.

    કહેવાય છે કે વર્ષો પહેલાં 70ના દાયકામાં એક કમિશને પોતાના રિપોર્ટમાં ચેતવણી આપી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ વિસ્તાર અતિસંવેદનશીલ છે અને તેના મૂળ સાથે કોઈ પણ ચેડાં કરવા એ મોટું જોખમ સાબિત થશે. કમિશને આ બાબતો જણાવીને ત્યાં ચાલતા નિર્માણકાર્યને સીમિત પ્રમાણમાં જ થવા દેવામાં આવે. પરંતુ ત્યારે આ બાબતો અવગણી દેવામાં આવી હતી અને ત્યારપછી પણ નિર્માણકાર્ય ચાલુ જ રહ્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં