Monday, November 11, 2024
More
    હોમપેજગુજરાતCAA લાગુ થયા બાદ એક્શનમાં ગુજરાત સરકાર: અમદાવાદમાં પાકિસ્તાનથી આવેલા 18 શરણાર્થીઓને...

    CAA લાગુ થયા બાદ એક્શનમાં ગુજરાત સરકાર: અમદાવાદમાં પાકિસ્તાનથી આવેલા 18 શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, મોરબીમાં 13ને મળી હતી નાગરિકતા

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, "દેશના વિઝનરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં અનેક પીડાઓ વેઠતા લઘુમતીઓને, હિંદુ નિર્વાસિતોને ભારતની નાગરિકતા સરળતાથી અને ઝડપથી મળે એ માટે ખાસ પ્રયાસો કર્યા છે."

    - Advertisement -

    ભારતમાં CAA લાગુ થયા બાદ હવે ત્રણ પાડોશી દેશોમાંથી આવીને ભારતમાં રહેતા લોકોને નાગરિકતા આપવાની કવાયત તેજ થઈ ગઈ છે. અનેક શરણાર્થીઓને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંયુકત ઉપક્રમે ભારતીય નાગરિકતા આપવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ આ કામગીરી તેજ થઈ ગઈ છે. તાજેતરમાં જ મોરબીમાં રહેતા 13 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. જે બાદ હવે પાકિસ્તાનથી આવેલા અને અમદાવાદમાં રહેતા વધુ 18 શરણાર્થીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે.

    શનિવારે (18 માર્ચ, 2024) પાકિસ્તાનથી આવેલા અને અમદાવાદમાં રહેતા 18 શરણાર્થીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. આ 18 વ્યક્તિઓ પાકિસ્તાનથી આવીને અમદાવાદમાં શરણાર્થી તરીકે રહેતા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ હળવી શૈલીમાં કહ્યું હતું કે, “કેમ છો બધા?, હવે તમે ભારતીય નાગરિક છો.” આ આખો કાર્યક્રમ અમદાવાદ કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવિણા ડીકે, સાંસદ હસમુખ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

    આ પ્રસંગે સંબોધન દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, “દેશના વિઝનરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં અનેક પીડાઓ વેઠતા લઘુમતીઓને, હિંદુ નિર્વાસિતોને ભારતની નાગરિકતા સરળતાથી અને ઝડપથી મળે એ માટે ખાસ પ્રયાસો કર્યા છે. એને પરિણામે જ આજે તમે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શક્યા છો. આ સાથે વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી નિર્વાસિતોને ઝડપથી નાગરિકતા મળે એ શક્ય બન્યું છે.”

    - Advertisement -

    આ પહેલાં મોરબીમાં 13 લોકોને મળી હતી નાગરિકતા

    નોંધનીય છે કે, જ્યારથી દેશમાં CAA લાગુ થયો છે. ત્યારથી અનેક વિસ્તારોમાં વસતા શરણાર્થીઓને નાગરિકતા આપવા માટેની કાર્યવાહી ઝડપી બની ગઈ છે. આ પહેલાં મોરબીમાં પણ 13 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધારાસભ્યની ઉપસ્થિતિમાં 13 પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી.

    આ ઉપરાંત મોરબીમાં તે તમામ શરણાર્થીઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. તેમને નાગરિકતા પ્રમાણપત્ર સોંપતાની સાથે મીઠાઇ વહેચવામાં આવી હતી. આ ઉપરાંત મોરબી અને આસપાસના વિસ્તારમાં રહેતા શરણનાર્થીઓને પણ તાત્કાલિક ધોરણે ભારતની નાગરિકતા મળે એ હેતુથી ઝડપી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં રહેતા લઘુમતીઓને મઝહબી કટ્ટરતા અને અત્યાચારોથી મુક્તિ આપવા માટે ભારત સરકારે CAA જેવુ મજબૂત પગલું ભર્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં