Thursday, May 9, 2024
More
    હોમપેજરાજકારણઆખા દેશમાં લાગુ થયો CAA, મોદી સરકારે જાહેર કરી દીધી અધિસૂચના: શાંતિ...

    આખા દેશમાં લાગુ થયો CAA, મોદી સરકારે જાહેર કરી દીધી અધિસૂચના: શાંતિ જાળવી રાખવા સુરક્ષાના લેવાઈ રહ્યા છે પૂરતા પગલાં, રજીસ્ટ્રેશન પણ શરૂ

    દિલ્હી, આસામ અને પશ્ચિમ બંગાળમાં ધમાલ થવાની સહુથી વધુ આશંકા છે. વર્ષ 2019માં જયારે CAA લાવવામાં આવ્યું, ત્યારે દિલ્હીના શાહીનબાગમાં મુસ્લિમ મહિલાઓએ અનેક મહિનાઓ સુધી ધરણા કર્યા હતા.

    - Advertisement -

    કેન્દ્ર સરકારે CAA (નાગરિકતા સંશોધન કાયદો)ની અધિસૂચના જાહેર કરી દીધી છે. આ કાયદાના બન્યા બાદ 4 વર્ષે તેને નોટિફાય કરવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીઓના થોડા જ સપ્તાહો પહેલા આ કાયદાને અધિસૂચિત કરી દેવામાં આવ્યો છે. તેના પાછળનું કારણ એ છે કે, આચારસંહિતા લાગી ગયા બાદ તેને લાગુ ન કરી શકાત. CAA માટે એક ઓનલાઈન રજીસ્ટ્રેશન પોર્ટલ પણ બનાવવામાં આવ્યું છે, જેનું ટેસ્ટિંગ ઘણા સમય પહેલાં જ કરી દેવામાં આવ્યું હતું. આ માટે દરેક જિલ્લાના પ્રસાશનને લોંગ ટર્મ વિઝા આપવા માટે અધિકાર પણ આપી દેવામાં આવ્યા છે.

    ઉલ્લખનીય છે કે રજીસ્ટ્રેશન માટે મોટી સંખ્યામાં અરજીઓ મળી રહી છે. આ અરજીઓમાં સૌથી વધુ અરજીઓ પાકિસ્તાનથી આવી રહી છે. આ અંતર્ગત પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં લઘુમતી (હિંદુ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, જૈન અને પારસી) સમુદાયોને ભરતીય નાગરિકતા મળી શકશે. આ તમામ સમુદાયો પાડોશી દેશમાં ઇસ્લામિક કટ્ટરપંથથી પીડિત છે અને ત્યાં તેમની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે. ડિસેમ્બર 2014થી જે પીડિત ભારતમાં શરણાર્થી બનીને રહી રહ્યા છે, તેમને હવે અહીં સ્થાયી નાગરિકતા મળી શકશે. મોદી સરકારના આ પગલા બાદ દેશમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનોની આશંકા છે, જેને લઈને પૂરતા સુરક્ષા બંદોબસ્ત પહેલાથી જ કરી દેવામાં આવ્યા છે.

    નોંધનીય છે કે દિલ્હી, આસામ અને પશ્ચિમ બંગાળમાં ધમાલ થવાની સૌથી વધુ આશંકા છે. વર્ષ 2019માં જ્યારે CAA લાવવામાં આવ્યો ત્યારે દિલ્હીના શાહીનબાગમાં મુસ્લિમ મહિલાઓએ અનેક મહિનાઓ સુધી ધરણાં કર્યાં હતાં. તેમણે રાજધાનીના રસ્તાઓ બ્લૉક કરી દીધા હતા અને તેના કારણે લોકોને આવવા-જવામાં ખૂબ જ તકલીફો ભોગવવી પડી હતી. જો અત્યારે આ અધિસૂચના જાહેર ન કરવામાં આવી હોત તો તેને ફરી પારિત કરવો પડેત. આ કારણે સરકારે આ પગલું ભરવું પડ્યું છે. આ પહેલાં તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે CAA કોઈ નાગરિકની નાગરિકતા છીનવવા નહીં, પરંતુ નાગરિકતા આપવા માટે લાવવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    બીજી તરફ પશ્ચિમ બંગાળની TMC સરકાર અને કેરળની CPM સરકારે પહેલેથી જ ધમકી આપી દીધી છે કે તેઓ પોતાના રાજ્યમાં CAA લાગુ નહીં કરવા દે. તેવામાં આગામી લોકસભા ચૂંટણીમાં આ પણ એક મોટો મુદ્દો બની શકે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે જો આમાં ભેદભાવ કરવામાં આવશે તો તેનો વિરોધ કરવામાં આવશે. CAA લાગુ કરવા માટેની અધિસૂચના જાહેર કરવી ખૂબ જ જરૂરી હતી. વર્તમાન સમયમાં ભારતના પાડોશી દેશોમાં લઘુમતીઓની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં