Sunday, September 15, 2024
More
    હોમપેજગુજરાત10 ફૂડ પ્લાઝા, 1.5 કિમી લાંબુ ગાઢ જંગલ અને બીજું ઘણું: અમદાવાદ...

    10 ફૂડ પ્લાઝા, 1.5 કિમી લાંબુ ગાઢ જંગલ અને બીજું ઘણું: અમદાવાદ ગાંધીનગર સાબરમતી રિવરફ્રન્ટ હશે અનેક રીતે ખાસ, આર્ટ અને કલ્ચરલ સેન્ટર પણ ઊભું કરાશે

    દુબઈની શોભા રિયાલિટી કંપની ₹1000 કરોડના ખર્ચે આ યોજના હાથ ધરશે. ત્રીજો તબક્કો શરૂ થતાં હવે રિવરફ્રન્ટ 38.5 કિલોમીટર સુધીનો ગણાશે.

    - Advertisement -

    અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટને ગાંધીનગર સુધી વિસ્તારવાની યોજના પર કામ થઈ રહ્યું છે. જેનાથી ગાંધીનગરના લોકોને પણ અત્યાધુનિક રિવરફ્રન્ટનો લાભ મળશે. 1 ફેબ્રુઆરીએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ 2024-25નું ₹10,801 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં અન્ય યોજનાઓની સાથે સાબરમતી રિવરફ્રન્ટને વધુ વિકસિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જેથી બજેટ અંતર્ગત હવે સાબરમતી રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટના ત્રીજા તબક્કા અંતર્ગત ઈન્ટરનેશનલ કંપની દ્વારા ₹1000 કરોડના ખર્ચે ડેવલોપમેન્ટ કરવામાં આવશે.

    અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલ બજેટમાં સાબરમતી રિવરફ્રન્ટના વિકાસ પર વધુ ભાર આપવામાં આવ્યો છે. આ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે. ઇન્દિરા બ્રિજથી નર્મદા મુખ્ય કેનાલ સુધી તેને ડેવલોપ કરવામાં આવશે. અંદાજિત 4.5 કિલોમીટરના વિસ્તારમાં આ નવો સાબરમતી રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. દુબઈની શોભા રિયાલિટી કંપની ₹1000 કરોડના ખર્ચે આ યોજના હાથ ધરશે. ત્રીજો તબક્કો શરૂ થતાં હવે રિવરફ્રન્ટ 38.5 કિલોમીટર સુધીનો ગણાશે.

    1.5 KM વિસ્તારમાં જંગલ અને 10 ફૂડ પ્લાઝા

    સાબરમતી રિવરફ્રન્ટના ત્રીજા તબક્કા વિશેની માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, અત્યાર સુધીના રિવરફ્રન્ટના બંને તબક્કા કરતાં ત્રીજો તબક્કો એકદમ અલગ હશે. આ વખતે રિવરફ્રન્ટ ઈન્ટરનેશનલ કંપની દ્વારા વિકસિત કરવામાં આવશે. 4.5 કિલોમીટર જેટલા રિવરફ્રન્ટમાં 1.5 KMનો વિસ્તાર જંગલોથી આચ્છાદિત હશે. જેમાં મોટા પાયે વૃક્ષો વાવવાનું કામ કરવામાં આવશે. સાથે જ આ વિસ્તારમાં 10 ફૂડ પ્લાઝા પણ બનાવવામાં આવશે. ફરવા આવનારા લોકો ફૂડ પ્લાઝા પર બેસીને સાબરમતીનો નયનરમ્ય નજારો નિહાળી શકશે. સાથે જ આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં ટાગોર હોલની પાસે કલ્ચરલ અને કન્વેન્શન તથા બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે.

    - Advertisement -

    સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર પર લગ્ન પ્રસંગ સહિતના અનેક આયોજનો કરવામાં આવે છે જેમાં લોકોને સુવિધા આપવા માટે સેન્ટર ઊભું કરવામાં આવશે. 25 કરોડના ખર્ચે આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટર પણ બનાવવામાં આવશે. જેમાં પરફોર્મિંગ આર્ટ, કલ્ચરલ, સંગીત અને સંસ્કૃતિના પાસાઓ ધ્યાને રાખવામાં આવશે. સાથે જ પૂર્વ અને પશ્ચિમ એમ બંને તરફ કેમ્પ સદર બજારથી ઇન્દિરા બ્રિજ સુધી રીટેનિંગ વોલ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત અન્ય પણ ઘણી અત્યાધુનિક સેવાઓની યોજના પર કામ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં