Wednesday, December 4, 2024
More
    હોમપેજદેશસંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી, 19 બિલ રજૂ કરી શકે મોદી સરકાર:...

    સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી, 19 બિલ રજૂ કરી શકે મોદી સરકાર: ભારતીય ન્યાય સંહિતા સહિતનાં 3 બિલ પણ સામેલ- જુઓ યાદી

    આ સંસદના સત્રમાં રજૂ થનારાં બિલની કામચલાઉ યાદી છે. જરૂરી નથી કે આમાં સમાવેશિત કરવામાં આવ્યાં હોય તે જ બિલ રજૂ કરવામાં આવે. સરકાર અન્ય નવાં બિલ પણ રજૂ કરી શકે છે.

    - Advertisement -

    સંસદનું શિયાળુ સત્ર આગામી 4 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે, જે 17મી લોકસભાનું અંતિમ શિયાળુ સત્ર હશે. આ સત્ર 22 ડિસેમ્બર સુધી ચાલશે અને આ દરમિયાન તેમાં 15 બેઠકો થવાની સંભાવના છે. લોકસભાના સત્રમાં કુલ 37 બિલો પેન્ડિંગ છે. જેમાંથી 19 બિલોને આ સત્રમાં રજૂ કરવામાં આવશે. જેમાં ભારતીય ન્યાય સંહિતા બિલ 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બિલ 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 જેવા બિલોનો સમાવેશ થશે. આ 19 બિલો પર શિયાળુ સત્રમાં વિચારણા કરવામાં આવશે.

    4 ડિસેમ્બરથી લોકસભાનું શિયાળુ સત્ર શરૂ થશે. જે 22 ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્ર દરમિયાન કેન્દ્રની મોદી સરકાર 19 જેટલા બિલો રજૂ કરશે અને તેના પર વિચારણા કરવામાં આવશે. લોકસભાના સત્રમાં રજૂ થનારા 19 બિલોમાંના મુખ્ય બિલો આ મુજબ છે. ભારતીય ન્યાય સંહિતા બિલ 2023, ભારતીય નાગરિક સુરક્ષા બિલ 2023, ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર બિલ 2023, જમ્મુ અને કાશ્મીર- પુનર્ગઠન (સુધારા) બિલ 2023, સેન્ટ્રલ યુનિવર્સિટીઝ (સુધારા) બિલ 2023 અને પોસ્ટ ઓફિસ બિલ 2023.

    અહીં ઉલ્લેખનીય છે કે આ સંસદના સત્રમાં રજૂ થનારાં બિલની કામચલાઉ યાદી છે. જરૂરી નથી કે આમાં સમાવેશિત કરવામાં આવ્યાં હોય તે જ બિલ રજૂ કરવામાં આવે. સરકાર અન્ય નવાં બિલ પણ રજૂ કરી શકે છે.

    - Advertisement -

    લોકસભાના સત્રમાં મહત્વના ત્રણ બિલ થશે રજૂ

    લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન 3 મુખ્ય બિલો રજૂ કરવામાં આવશે. જેમાં ભારતીય ન્યાય સંહિતા બિલ 2023, ભારતીય નાગરિક સુરક્ષા બિલ 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023નો સમાવેશ થશે. આ ત્રણ નવા બિલો પસાર થવાથી ઘણું પરિવર્તન આવી શકે છે. આ ત્રણ બિલમાં મહિલાઓ અને બાળકો સાથે થતાં અપરાધો પર કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય દેશના કોઈપણ ખૂણેથી, કોઈપણ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરી શકાશે. જે બાદ જે-તે પોલીસ સ્ટેશન સંબંધિત પોલીસ સ્ટેશનને FIR વિશેની માહિતી મોકલી શકશે. આ ઉપરાંત પોલીસ તંત્ર, વકીલોથી માંડીને ન્યાયતંત્ર સુધીના ખાતાઓ વધુ જવાબદેહ બનશે.

    સત્રના પ્રથમ દિવસે જ બરતરફ થઈ શકે છે TMC સાંસદ મહુઆ મોઈત્રા

    પૈસા લઈને સંસદમાં સવાલો પૂછવાના આરોપોનો સામનો કરતાં તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રા પર ડિસ્કવોલિફિકેશનની તલવાર લટકી રહી છે. સોમવારથી (4 ડિસેમ્બર) સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે, જેમાં પહેલા જ દિવસે એથિક્સ કમિટી પોતાનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરી શકે છે. નોંધનીય છે કે રિપોર્ટમાં મહુઆ મોઈત્રાને બરતરફ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. જેને લઈને સત્રના પ્રથમ દિવસે જ હોબાળો થઈ શકે છે. એથિક્સ કમિટીના ચેરમેન અને ભાજપ સાંસદ વિનોદ સોનકર લોકસભામાં રિપોર્ટ રજૂ કરી શકે છે. અનુમાન છે કે ત્યારબાદ મહુઆ મોઈત્રાને લોકસભામાંથી બરતરફ કરવામાં આવી શકે છે. જો આવું થયું તો સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષી દળો હોબાળો કરી શકે છે અને સંસદની કાર્યવાહીને અસર પહોંચાડી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં