Wednesday, May 1, 2024
More
    હોમપેજરાજકારણ₹12 લાખનું પર્સ, ₹5 લાખના સ્કાર્ફ, ₹50 હજારનો દારૂ….સંસદમાં સવાલ પૂછવા બદલ...

    ₹12 લાખનું પર્સ, ₹5 લાખના સ્કાર્ફ, ₹50 હજારનો દારૂ….સંસદમાં સવાલ પૂછવા બદલ TMC સાંસદ મહુઆ મોઈત્રાને મળતી હતી મોંઘી ગિફ્ટ્સ અને લાખો રૂપિયા રોકડા: વકીલનો દાવો 

    ભાજપ સાંસદે જે આરોપ લગાવ્યા છે તે વકીલ જય અનંત દેહદ્રાઇએ આપેલી જાણકારી પર આધારિત છે. જેમણે આક્ષેપો કર્યા કે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીને વ્યાપારિક લાભ પહોંચાડવા માટે મહુઆ મોઈત્રાએ સંસદમાં અમુક સવાલો પૂછ્યા હતા અને તેના બદલામાં તેમને ન માત્ર રોકડા રૂપિયા પરંતુ કિંમતી ગિફ્ટ્સ પણ મળી હતી. 

    - Advertisement -

    મમતા બેનર્જીની પાર્ટી TMCનાં સાંસદ મહુઆ મોઈત્રા પર રૂપિયા અને કિંમતી ભેટો લઈને સંસદમાં સવાલ પૂછવાનો આરોપ લાગ્યો છે. ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ રવિવારે (15 ઓક્ટોબર) લોકસભા સ્પીકરને પત્ર લખીને મોઈત્રા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. 

    ભાજપ સાંસદે જે આરોપ લગાવ્યા છે તે વકીલ જય અનંત દેહદ્રાઇએ આપેલી જાણકારી પર આધારિત છે. જેમણે આક્ષેપો કર્યા કે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીને વ્યાપારિક લાભ પહોંચાડવા માટે મહુઆ મોઈત્રાએ સંસદમાં અમુક સવાલ પૂછ્યા હતા અને તેના બદલામાં તેમને ન માત્ર રોકડા રૂપિયા પરંતુ કિંમતી ગિફ્ટ્સ પણ મળી હતી. 

    વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જેમાં જણાવવામાં આવ્યું કે, સંસદમાં સવાલ પૂછવા બદલ મહુઆ મોઈત્રાને ગિફ્ટમાં શું-શું મળ્યું હતું. અમે રિસર્ચ કરીને જાણ્યું કે તેમને જે ભેટો મળી હતી તેની કિંમત શું છે. સૌથી પહેલી વસ્તુનો ઉલ્લેખ હોય તો એ આઇફોન છે, જે એપલ કંપની બનાવે છે. તાજેતરમાં જ મહુઆ મોઈત્રાએ ફેસબુક પર એક ફોટો અપલોડ કર્યો હતો, જેમાં તેમના હાથમાં iPhone 14 Pro જોઈ શકાય છે. 

    - Advertisement -
    સાભાર- Mahua Moitra/Facebook

    એમેઝોન પર ચેક કરતાં જાણવા મળ્યું કે આ ફોનની કિંમત ₹1,39,990 છે. આ યાદીમાં બીજી વસ્તુ છે, Hermes કંપનીનો સ્કાર્ફ. અમેરિકન વેબસાઈટ પર આ એક સ્કાર્ફની કિંમત 510 ડૉલર બતાવે છે, જે ભારતીય ચલણમાં 42,459 રૂપિયા થાય. જોકે, અન્ય એક વેબસાઈટ Luxepolis પર તે 30-38 હજારમાં પણ મળે છે. એ પણ નોંધવું જોઈએ કે વકીલ જય અનંત દેહદ્રાઈએ એ નથી જણાવ્યું કે આવા કેટલા સ્કાર્ફ મહુઆને મળ્યા હતા. 

    સાભાર- Amazon

    ત્રીજી વસ્તુ, જેનો ઉલ્લેખ કરાયો તે છે- Louis Vuitton કંપનીના સ્કાર્ફ. તેની કિંમત ₹50,000થી લઈને 4.95 લાખ સુધીની હોય છે. ભારતમાં કંપનીની આધિકારિક વેબસાઈટ પર આ જાણકારી ઉપલબ્ધ છે. આ ઉપરાંત, મહુઆ મોઈત્રાને Salvatore Ferragamoનાં 35 જોડ જૂતાં પણ મળ્યાં હતાં. Fashions વેબસાઈટ પર કિંમત જોઈ શકાય છે. તેને  ₹70,000થી લઈને 1.10 લાખ સુધી ખરીદી શકાય છે. 

    સાભાર-Hermes/Luxepolis

    જૂતાંની કિંમત  ₹80,000 પણ લઈએ તો આરોપો પ્રમાણે મહુઆ મોઈત્રાને 28 લાખ રૂપિયાના જૂતાં મળ્યાં હશે. આ જ લિસ્ટમાં દારૂનો પણ ઉલ્લેખ છે. જે ફ્રાન્સ અને ઈટલીથી મંગાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે.  ₹5,000થી લઈને 50,000 પ્રતિ બોટલ સુધીની તેની કિંમત હોય છે. એટલું જ નહીં, પ્રીમિયમ કંપની Gucciની બેગ પણ તેમને મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આવી બેગ ₹2 લાખ સુધીની કિંમતની મળે છે. વકીલે જણાવ્યું કે, મહુઆ મોઈત્રાને મગરની ચામડીમાંથી બનેલી બેગ મળી હતી. બેગ Berluti કંપનીની આવે છે, જેની કિંમત 12 લાખ સુધીની હોય છે.

    સાભાર- thewinepark

    મહુઆ મોઈત્રા અવારનવાર સંસદમાં મોંઘા સામાન સાથે ફરતાં જોવા મળ્યાં હતાં. Louis Vuitton કંપનીની 1.60 લાખ રૂપિયાની બેગ લઈને જતાં એક કેમેરામાં પણ કેદ થઈ ગયાં હતાં. અનંતનું કહેવું છે કે તેમણે મહુઆને તેમના ઘરે 20,000 પાઉન્ડ (ભારતીય ચલણ પ્રમાણે  ₹20.27 લાખ) ગણતાં જોયાં હતાં. દાવો છે કે તેઓ રોકડા ભારતીય રૂપિયા કે પછી પાઉન્ડમાં લેતાં હતાં.

    નોંધ: લેખ મૂળરૂપે અંગ્રેજીમાં લખાયો છે, જે અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં