ઉદયનિધિ સ્ટાલિન બાદ હવે સાઉથના અભિનેતા પ્રકાશ રાજે સનાતનીઓની ઠેકડી ઉડાવતા તેમને ‘એન્ટી હ્યુમન’ કહ્યા છે. તો બીજી તરફ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના દીકરા ઉદયનિધિના સનાતના વિરોધી નિવેદન પર કોંગ્રેસના નેતા પ્રમોદ કૃષ્ણમ વિફર્યા છે, સાથે જ તેમણે કડક કાર્યવાહીની માંગ કરી છે.
પ્રકાશ રાજે X (પહેલાનું ટ્વીટર) પર ઈવી રામાસ્વામી ઉર્ફે પેરિયાર અને ડૉ. ભીમરાવ આંબેડકરનો ફોટો શેર કર્યો હતો. સાથે જ કેપ્શનમાં લખ્યું હતું કે, “હિંદુ તનાતની નથી, તનાતની માનવતા વિરોધી છે.” તનાતની કે પછી TanaThanis શબ્દનો પ્રયોગ વામપંથી, ઇસ્લામવાદી અને ખ્રિસ્તીઓ હિંદુઓ અને સનાતન ધર્મની ઠેકડી ઉડાડવા માટે કરે છે. તેવામાં પ્રકાશે માત્ર સનાતન ધર્મનો મજાક જ નથી ઉડાવ્યો, પરંતુ પોતાનો હિંદુ વિરોધી ચહેરો પણ છતો કરી દીધો છે.
Hindu s ar not #TanaThanis .. Tanathanis are #AntiHumans .. RT if you agree. Happy Sunday to all #justasking pic.twitter.com/3GZYXdVygg
— Prakash Raj (@prakashraaj) September 3, 2023
હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરનાર પેરિયાર
પ્રકાશ રાજે જે ઈવી રામસ્વામી ઉર્ફે પેરિયારનો ફોટો શેર કર્યો છે, તે પેરીયારે પોતાની આખી જિંદગી હિંદુ ધર્મને લજ્જિત અને અપમાનિત કરવામાં વિતાવી છે. તેણે પોતાના જીવન દરમિયાન ક્યારેક ભગવાનનું અપમાન, તો ક્યારેક હિંદુઓના ધર્મ ગ્રંથોને સળગાવવાના સંદેશ આપ્યા છે. પેરિયારના હિંદુઓ પ્રત્યેના વિચારો તેના આ એક નિવેદનથી ખૂબ સ્પષ્ટપણે જાણી શકાય છે.
“મેં બધું જ કર્યું, મેં ગણેશ વગેરે તમામ બ્રાહ્મણ દેવી-દેવતાઓની મૂર્તિઓ તોડી નાંખી. રામ વગેરેના ફોટા પણ સળગાવી નાંખ્યા. મારા આ કાર્યો બાદ પણ મારી સભાઓમાં મારા ભાષણ સાંભળવા જો હજારોની સંખ્યામાં લોકો એકઠા થતા હોય તો તે સ્પષ્ટ છે કે ‘સ્વમાન તેમજ બુદ્ધિનો અનુભવ થવો’ જનતામાં જાગૃતિનો સંદેશ છે.”
નોંધનીય છે કે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના દીકરા અને રાજ્યના રમતગમત મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને ડેન્ગ્યું-મલેરિયાના મચ્છર માફક નાશ કરવાની અપીલ કરી હતી. ઉદયનિધિના સનાતના વિરોધી નિવેદન પર કોંગ્રેસના નેતા પ્રમોદ કૃષ્ણમ વિફર્યા હતા. તેમણે X પર લખ્યું કે “સત્ય ‘સનાતન’ વગર ભારતની કલ્પના ન થઇ શકે. સનાતનને ખતમ કરવાના સપના જોવાવાળા ભારતીય ન હોઈ શકે. ઉદયનિધિ સ્ટાલિને કરોડો સનાતનીઓની અસ્થા પર વજ્રઘાત કર્યો છે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી કાર્યાલયે તેના પર કડક કાર્યવાહી કરવી જોઈએ.”
सत्य “सनातन”
— Acharya Pramod (@AcharyaPramodk) September 3, 2023
के बिना भारत की कल्पना नहीं की जा सकती,सनातन को मिटाने का ख़्वाब देखने वाले भारतीय नहीं हो सकते @Udhaystalin ने करोड़ों सनातनियों की आस्था पे “कुठाराघात”
किया है, उनके ख़िलाफ़ “सख़्त” से सख़्त कार्यवाही होनी चाहिये. @PMOIndia @HMOIndia
તો બીજી તરફ ANI સાથે વાત કરતા પ્રમોદ કૃષ્ણમે કહ્યું હતું કે, “નેતાઓમાં હિન્દુઓને ગાળો ભાંડવાની એક હોડ લાગી છે. સત્ય સનાતન ધર્મનો નાશ કરવાનો પ્રયત્ન હજારો વર્ષોથી થઇ રહ્યો છે. પરંતુ સનાતનને ખતમ નથી કરી શકાયો. 1000 વર્ષ ભારત ગુલામ રહ્યો. આ આખા સમયગાળા દરમિયાન સતત સનાતનને ખતમ કરવાના પ્રયત્નો થતા રહ્યા છે.”
#WATCH | Ghaziabad, Uttar Pradesh | On Tamil Nadu Minister Udhayanidhi Stalin's 'Sanatana Dharma should be eradicated' remark, Congress leader Acharya Pramod says, "There is a competition among leaders to abuse Hindus. For 1000 years there have been efforts to erase 'Sanatan… pic.twitter.com/kObfD6h377
— ANI (@ANI) September 3, 2023
તેમણે આગળ જણાવ્યું કે, “મહારાણા પ્રતાપ, ગુરુ ગોવિંદ સિંહજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ કેવા અનેક મહાપુરુષોનું રક્ત શામેલ છે સનાતન ધર્મની શક્તિમાં. સનાતનને ખતમ કરવાનું સપનું અંગ્રેજોએ પણ જોયું, મુગલોએ પણ જોયું. પણ સનાતનને ક્યારેય ખતમ ન કરી શક્યા.”