સમાચાર એજન્સી પીટીઆઈએ રવિવારે ઉત્તર પ્રદેશના વારાણસીનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં બે બાઉન્સર શાકભાજીની દુકાન પર ટામેટાંની રક્ષા કરતા જોઈ શકાય છે. બંને બાઉન્સરે કાળા કપડાં પહેર્યા છે અને કાળા ગોગલ્સ પણ છે. તેઓ ગ્રાહકોને ટામેટાંને સ્પર્શ કરતા પણ અટકાવે છે. ‘શાકભાજી વેચનાર’ એ પીટીઆઈને જણાવ્યું હતું કે ટામેટાંની ઊંચી કિંમતને કારણે લૂંટની ઘટનાઓ બની રહી છે, તેથી જ દલીલો ટાળવા માટે બાઉન્સરો તૈનાત કરવામાં આવ્યા છે.
આ સાથે ઉક્ત ‘શાકભાજી વિક્રેતા’ એ એમ પણ કહ્યું હતું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં જનતા મોંઘવારીથી ત્રસ્ત છે અને ટામેટાં રૂ. 160/કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, એવામાં કોઈ 50 ગ્રામ તો કોઈ 100 ગેઅમ ખરીદી રહ્યા છે.” ભાજપ વિરોધી ટોળકીએ એવી રીતે રજૂઆત કરી હતી કે વડાપ્રધાનના પોતાના લોકસભા ક્ષેત્રમાં મોંઘવારીને કારણે આ સ્થિતિ બની છે. પીટીઆઈના આ વીડિયોમાં અંગ્રેજીમાં કહેવામાં આવ્યું છે કે બાઉન્સર્સ શાકભાજીની દુકાનમાં ટામેટાંની કેવી રીતે રક્ષા કરે છે. જો કે તેની વાસ્તવિકતા કંઈક જુદી જ છે.
भाजपा टमाटर को ‘Z PLUS’ सुरक्षा दे. pic.twitter.com/k1oGc3T5LN
— Akhilesh Yadav (@yadavakhilesh) July 9, 2023
વિડીયોમાં એવું પણ બતાવવામાં આવ્યું હતું કે ‘શાકભાજી વિક્રેતા’ બાઉન્સર સાથે આવે છે અને વચ્ચે ટામેટાંનું બોક્સ હોય છે. નોંધનીય છે કે પીટીઆઈએ જેમને ‘શાકભાજી વેચનાર’ તરીકે રજૂ કર્યા છે, તે વાસ્તવમાં સમાજવાદી પાર્ટીના નેતા છે. એટલા માટે આ વીડિયો તરત જ અખિલેશ યાદવ પાસે પણ પહોંચ્યો અને તેમણે ટ્વીટ કરીને ટામેટાંને Z+ સુરક્ષા આપવાની માંગ કરી. આટલું જ નહીં, ઘણી મીડિયા સંસ્થાઓએ કોઈપણ જાતની તપાસ કર્યા વિના શાકભાજી વેચનાર દ્વારા ટામેટાં માટે બાઉન્સર લગાવવાના સમાચાર શેર કર્યા.
Dear @PTI_News why haven't you mentioned that the person is Samajwadi Party leader @AjayFaujisp?
— Ankur Singh (@iAnkurSingh) July 9, 2023
Do you really think he's a vegetable vendor? https://t.co/AXqO5kV785 pic.twitter.com/7tQtxqNhGd
કોઈએ વિચાર્યું પણ નહીં કે શાકભાજી વેચતો સામાન્ય દુકાનદાર બે બાઉન્સર પરવડે એટલું કમાઈ શકતો હશે, તે પણ થોડા કિલો ટામેટાં માટે? જે નેતાએ આ બધું કર્યું, તેનું નામ અજય ફૌજી છે અને તે સોશિયલ મીડિયા દ્વારા સમાજવાદી પાર્ટીનો પ્રચાર કરતા રહે છે. તેણે પોતાને ‘અખિલેસિયન એટ હાર્ટ‘ ગણાવ્યા છે. આ સાથે, તેણે બાયોમાં પ્રસ્તાવના તરીકે ‘સભ્ય, જિલ્લા આયોજન સમિતિ, ઉત્તર પ્રદેશ સરકાર’ પણ લખ્યું છે.
Earlier today, PTI tweeted a story about a vegetable vendor in Varanasi hiring bouncers in light of high price of tomatoes. It has since come to our notice that the vendor is a worker of the Samajwadi Party, and his motive for giving us the information was questionable. We have,…
— Press Trust of India (@PTI_News) July 9, 2023
જોકે, જ્યારે આ સત્ય સામે આવ્યું ત્યારે પીટીઆઈએ વિડીયો હટાવી દીધો. આ સાથે તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, “શાકભાજી વેચનાર સમાજવાદી પાર્ટીનો કાર્યકર હોવાનું બહાર આવ્યું છે, તેથી તેના દ્વારા અમને આપવામાં આવેલી માહિતી પાછળનો ઈરાદો શંકાસ્પદ છે.” સમાચાર એજન્સીએ સ્વીકાર્યું કે તે વિડીયોના સ્ત્રોતની ચકાસણી કરવામાં નિષ્ફળ રહી છે. સાથે જ કહ્યું કે તે ન્યાયી બનવાનો પ્રયત્ન કરશે. ટામેટા અને બાઉન્સરના વિડીયોને લઈને હજુ પણ પ્રોપગેન્ડા ચાલી રહ્યો છે.