Monday, September 9, 2024
More
    હોમપેજમિડિયા'ઓવૈસી ભાઈયોં કે જીજા હૈ ટી રાજા સિંઘ, ટાઇગર કા નામ સુનતે...

    ‘ઓવૈસી ભાઈયોં કે જીજા હૈ ટી રાજા સિંઘ, ટાઇગર કા નામ સુનતે હી પેશાબ નિકલ જાતા હૈ…’: હૈદરાબાદના વૃદ્ધે AIMIM નેતાને ભાંડ્યા, વિડીયો વાયરલ

    વિડીયોમાં વૃદ્ધ આગળ કહે છે કે, "હૈદરાબાદનો સહુથી મોટો ગુંડો, ગુંડાઓનો ચેરમેન છે ઓવૈસી. હૈદરાબાદમાં જેટલા પણ મર્ડર થાય છે, તે મર્ડર કરનારાઓ જઈને ઓવૈસીના હાથને ચૂમે છે. તેના વિરુદ્ધ કોઈ કશું કહે તો તેના ગુંડાઓ ઘરમાં ઘુસી જાય છે."

    - Advertisement -

    હૈદરાબાદમાં ઓલ ઇન્ડીયા મજલિસ-એ-ઇત્તેહદ-ઉલ-મુસ્લિમીન (AIMIM)નો પકડ ઢીલી પડતી નજરે પડી રહી છે. મુસલમાનોનો જ એક મોટો વર્ગ ઓવૈસી બંધુઓ (અકબરૂદ્દીન ઓવૈસી અને અસદુદ્દીન ઓવૈસી)ના વિરોધમાં ઉતરી રહ્યો છે. હૈદરાબાદના બંને ઓવૈસી ભાઈઓ ટાઈગર રાજા સિંઘથી ફફડતા હોવાનો અને તેઓ મુસલમાનો સાથે ગદ્દારી કરી રહ્યા હોવાનો આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

    સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા એક વિડીયોમાં એક વૃદ્ધ વ્યક્તિ કહી રહ્યા છે કે ટી રાજા સિંઘ ઓવૈસી ભાઈઓના બનેવી છે. તેમનું નામ સાંભળીને બંને ભાઈઓનો પેશાબ વછૂટી જાય છે. આ વિડીયો ફેસબુક પર ટ્રુથ ઓફ મિરર (Truth Of Mirror) નામના ચેનલે અપલોડ કર્યો છે. આ વિડીયોને અત્યારસુધી 1 લાખથી પણ વધુ વખત જોવામાં આવ્યો છે.

    આ વિડીયોમાં દાઢી ટોપીવાળા એક વૃદ્ધ કહી રહ્યા છે કે, “મામૂ (મુખ્યમંત્રી કેસીઆર) પણ ચોર છે અને, ભાણો (ઓવૈસી) પણ ચોર છે. નકટો મામો, ચપટો ભાણો. આ લોકો મોદીના ચરણ સ્પર્શ કરે છે.” આ વૃદ્ધ ઓવૈસી પર 1 લાખ બોગસ વોટ ઉભા કરવાનો આરોપ પણ લગાવી રહ્યા છે.

    - Advertisement -

    વિડીયોમાં વૃદ્ધ આગળ કહે છે કે, “હૈદરાબાદનો સહુથી મોટો ગુંડો, ગુંડાઓનો ચેરમેન છે ઓવૈસી. હૈદરાબાદમાં જેટલા પણ મર્ડર થાય છે, તે મર્ડર કરનારાઓ જઈને ઓવૈસીના હાથને ચૂમે છે. તેના વિરુદ્ધ કોઈ કશું કહે તો તેના ગુંડાઓ ઘરમાં ઘુસી જાય છે.”

    તેલંગાણામાં સત્તા પરિવર્તન પર આ મુસ્લિમ વૃદ્ધનું કહેવું છે કે, “કોંગ્રેસની અમ્મા સોનિયા ગાંધી છે, તે (અસદુદ્દીન ઓવૈસી) આ અમ્માનું દૂધ પિતો UPA-1, UPA-2માં હતો, રાજશેખર રેડ્ડી (આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી)ની ધોતી કોણ ધોતું હતું? કિરણ કુમાર કોંગ્રેસના મુખ્યમંત્રી, તેની ધોતી કોણ ધોતું હતું? અસદુદ્દીન ઓવૈસી.”

    હૈદરાબાદના ગોશમહેલ વિધાનસભા સીટના ભાજપના ધારાસભ્ય ટાઈગર રાજા સિંઘ પર કહેતા આ મુસ્લિમ વ્યક્તિએ કહ્યું કે, “અસદુદ્દીનના વિસ્તારમાં એક ઇલાકો છે ગોશમહેલ. તેની અંદર જ ભાજપના એક MLA છે રાજા સિંઘ. તેઓ પાન ખાઈને આમને કહે છે કે, હું તારા ઘરે આવી રહ્યો છું. તેના વિરુદ્ધ નથી લડતો. પોતાનો ઉમેદવાર નથી ઉભો કરતો. રાજા સિંઘનું નામ સાંભળીને જ અસદુદ્દીનનો પેશાબ વછૂટી જાય છે. અસદુદ્દીન અને રાજા સિંઘ બંને મળેલા છે, બંને સાળો-બનેવી છે. રાજા સિંઘ તેમને કહે છે કે હું તમારો જીજાજી છું, તમે બંને ભાઈઓ મારા સાળા છો. હૈદરાબાદના બંને ઓવૈસી ભાઈઓ ટાઈગર રાજા સિંઘથી ફફડે છે.”

    વિડીયોમાં દેખાતા આ મુસ્લિમ વ્યક્તિએ કેસીઆર અને ઓવૈસી પર મુસ્લિમો સાથે ગદ્દારી કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે જ્યાં ઓવૈસી અનુચ્છેદ 370 હટાવવા અને UAPA જેવા કાયદાઓનો વિરોધ કરે છે, ત્યાં જ કેસીઆરની ભારત રાષ્ટ્ર સમિતિ આ કાયદાઓનું સમર્થન કરે છે. તેમણે કેસીઆર પર પોતાની દીકરીને EDથી બચાવવા માટે ભાજપ સાથે સમજુતી કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

    આ વૃદ્ધે કહ્યું કે, કેસીઆરે પોતાની દીકરીને દારુ કૌભાંડમાં EDથી બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સમજુતી કરી લીધી. ભાજપ અને BRS અહીં સાથે મળીને ચૂંટણી લડી રહી છે અને ઓવૈસી પણ તેમની સાથે છે.

    ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં 30 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. અનેક મુસ્લિમ સમૂહો આ વખતે કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છે. હૈદરાબાદના ઓવૈસી બંધુઓ કેસીઆરની પાર્ટી BRS સાથે ગઠબંધનમાં ભળીને ચૂંટણીઓ લડી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં