Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણહાથમાં બંધારણની પ્રત લઈને નવા ભવન સુધી પદયાત્રા કરશે પીએમ મોદી, સાથે...

    હાથમાં બંધારણની પ્રત લઈને નવા ભવન સુધી પદયાત્રા કરશે પીએમ મોદી, સાથે ચાલશે સાંસદો: આ રીતે થશે નવી સંસદના શ્રીગણેશ

    સત્રના પ્રથમ દિવસે કાર્ય શરૂ થયા બાદ ગૃહની કાર્યવાહી મંગળવારની બપોર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ગણેશ ચતુર્થીના દિવસે નવા ભવનમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તે પહેલાં વડાપ્રધાન મોદી પદયાત્રા કરશે.

    - Advertisement -

    સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રનો પ્રારંભ સોમવાર (18 સપ્ટેમ્બર 2023)થી થઇ ચૂક્યો છે. સત્ર જૂના ભવનમાં શરૂ થયું હતું પરંતુ પૂર્ણ નવા ભવનમાં થશે. જૂના ભવનમાં સોમવારે અંતિમ દિવસ હતો. હવે મંગળવારથી (19 સપ્ટેમ્બર 2023) નવા ભવનમાં કામગીરી શરૂ કરવામાં આવશે. તે પહેલાં સાંસદો જૂના ભવનમાં એકઠા થશે અને ત્યાં ફોટોસેશન યોજાશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી હાથમાં બંધારણની કૉપી લઈને જૂના સંસદ ભવનથી નવા સંસદ ભવન સુધી પદયાત્રા કરશે. આ દરમિયાન તમામ મંત્રીગણ અને તમામ 783 સાંસદસભ્યો પણ પ્રધાનમંત્રી મોદી સાથે પદયાત્રામાં જોડાશે.

    ઉલ્લેખનીય છે કે સત્રના પ્રથમ દિવસે કાર્ય શરૂ થયા બાદ સદનની કાર્યવાહી મંગળવારની બપોર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. વડાપ્રધાન મોદી હાથમાં બંધારણની કૉપી અને સાથે 783 સાંસદોને લઈને જૂના સંસદ ભવનથી નવા સંસદ ભવન સુધી પદયાત્રા પૂર્ણ કરશે ત્યારબાદ નવા ભવનમાં કામકાજ શરૂ કરવામાં આવશે. સંસદ ભવનના નવનિર્મિત બિલ્ડીંગમાં લોકસભાની કાર્યવાહી બપોરે 1:15 વાગ્યે અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2:15 વાગ્યે શરૂ કરવામાં આવશે.

    નોંધનીય છે કે વિશેષ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે સંસદનું વિશેષ સત્ર ‘ઐતિહાસિક નિર્ણયો’નું સાક્ષી બનશે. સંસદની બહાર મીડિયાકર્મીઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટેના તમામ નિર્ણયો નવી સંસદ ભવનમાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે, “આ સમયે, આપણે બધા સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ અને નવો આત્મવિશ્વાસ અનુભવી રહ્યા છીએ. તે જ સમયે, સંસદનું આ સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર ટૂંકું છે, પરંતુ સમયની દૃષ્ટિએ ઘણું મોટું છે. આ ઐતિહાસિક નિર્ણયોનું સત્ર છે. આ સત્રની વિશેષતા એ છે કે 75 વર્ષની સફર એક નવા મુકામથી શરૂ થઈ રહી છે.”

    - Advertisement -

    ત્યારબાદ કેન્દ્ર સરકારનું વિશેષ સત્ર સવારે 11 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું. સત્રના શરૂઆતમાં જ વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, “દેશની 75 વર્ષની સંસદીય યાત્રાનું સ્મરણ કરીને નવા ગૃહમાં પ્રવેશની પ્રેરક પળોનું અને ઈતિહાસની મહત્વપૂર્ણ ક્ષણોનું સ્મરણ કરતાં આગળ વધવાનો આ અવસર છે. આપણે સૌ આ ઐતહાસિક ભવનમાંથી વિદાય લઇ રહ્યા છીએ. સ્વતંત્રતા પહેલાં આ ગૃહ ઈમ્પેરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલનું સ્થાન હતું, સ્વતંત્રતા બાદ સંસદ ભવન તરીકે તેને ઓળખ મળી. ઇમારતનું નિર્માણ કરવાનો નિર્ણય વિદેશી શાસકોનો હતો પરંતુ એ વાત ક્યારેય ન ભૂલીએ કે આ ભવનના નિર્માણમાં પરસેવો, પરિશ્રમ અને પૈસા મારા દેશના લોકોના લાગ્યા હતા.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં