Sunday, May 19, 2024
More
  હોમપેજદેશ'અમને આપેલી પ્રતમાં 'સોશિયલીસ્ટ' 'સેક્યુલર' શબ્દ નથી': કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ...

  ‘અમને આપેલી પ્રતમાં ‘સોશિયલીસ્ટ’ ‘સેક્યુલર’ શબ્દ નથી’: કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ બંધારણની નકલ પર ઉઠાવ્યો પ્રશ્ન

  કોંગ્રેસ નેતાએ આગળ જણાવ્યું હતું કે "તેમના ઈરાદા શંકાસ્પદ છે. આ ખૂબ ચાલાકીથી કરવામાં આવ્યું છે. આ મારા માટે ચિંતાનો વિષય છે. મેં આ મુદ્દાને ઉઠાવવાનો પ્રયાસ કર્યો પણ મને આ મુદ્દો ઉઠાવવાની તક મળી નહીં."

  - Advertisement -

  દેશની સંસદમાં પાંચ દિવસનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. તારીખ 18 સપ્ટેમ્બરથી શરૂ થયેલું આ સત્ર તારીખ 22 સપ્ટેમ્બરે પૂર્ણ થવાનું છે. જ્યારે મંગળવારે (19 સપ્ટેમ્બરે) ગણેશ ચતુર્થીના દિવસે નવા સંસદ ભવનમાં મંગલ પ્રવેશ પણ થઈ ચૂક્યો છે. 19 સપ્ટેમ્બરે ભારતના PM નરેન્દ્ર મોદી સહિત દેશના વિરોધપક્ષના સાંસદોને પણ બંધારણની એક પ્રત આપવામાં આવી હતી. બંધારણની પ્રત હાથમાં રાખીને નવા સંસદ ભવન તરફ પદયાત્રા કરી પ્રવેશ કરવાનો હતો. આ પ્રત વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી, રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓને આપવામાં આવી હતી. જ્યારે હવે અધીર રંજન ચૌધરીએ બંધારણની પ્રતમાં પ્રસ્તાવનામાં (આમુખમાં) ‘સોશિયલિસ્ટ’ ‘સેક્યુલર’ (સમાજવાદી, ધર્મનિરપેક્ષ) શબ્દ ન હોવાની વાત કહી છે.

  અહેવાલોના જણાવ્યા અનુસાર મંગળવારે (19 સપ્ટેમ્બરે) સાંસદોને અપાયેલી બંધારણની નકલમાં ‘સોશિયલીસ્ટ’ ‘સેક્યુલર’ (Socialist, Secular) શબ્દ ન હોવાનો દાવો કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કર્યો છે. મંગળવારે (19 સપ્ટેમ્બરે) લોકસભામાં પણ આ અંગે તેમણે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે બંધારણની જે નકલ અમને આપવામાં આવી છે તેમાં ‘સોશિયલીસ્ટ’ ‘સેક્યુલર’ શબ્દ જોવા મળ્યો નથી.

  ન્યૂઝ એજન્સી ANI આપેલા નિવેદનમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, “બંધારણની જે નવી નકલો આજ (19 સપ્ટેમ્બરે) અમને આપવામાં આવી, જેને અમે હાથમાં રાખીને નવા સંસદ ભવનમાં પ્રવેશ કર્યો હતો. તેની પ્રસ્તાવનામાં (આમુખમાં) ‘સોશિયલીસ્ટ’ ‘સેક્યુલર’ શબ્દ નથી. આપણે જાણીએ છીએ કે આ શબ્દ 1976ના એક સંશોધન બાદ બંધારણમાં જોડવામાં આવ્યો હતો, પરંતુ આજે જો કોઈ આપણને બંધારણ આપે છે અને તેમાં જો આ શબ્દ ન હોય તો તે ચિંતાનો વિષય છે.”

  - Advertisement -

  કોંગ્રેસ નેતાએ આગળ જણાવ્યું હતું કે “તેમના ઈરાદા શંકાસ્પદ છે. આ ખૂબ ચાલાકીથી કરવામાં આવ્યું છે. આ મારા માટે ચિંતાનો વિષય છે. મેં આ મુદ્દાને ઉઠાવવાનો પ્રયાસ કર્યો પણ મને આ મુદ્દો ઉઠાવવાની તક મળી નહીં.”

  રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી સહિતના નેતાઓએ અપાઈ હતી બંધારણની પ્રત

  ઉલ્લેખનીય છે વિશેષ સત્રના બીજા દિવસે (19 સપ્ટેમ્બર્, મંગળવારે) તમામ સાંસદ સભ્યોને બંધારણની એક નકલ આપવામાં આવી હતી. આ નકલ રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી સહિતના વિપક્ષી દળના સાંસદોને પણ આપવામાં આવી હતી.

  કોંગ્રેસના સાંસદો રાહુલ ગાંધી અને અધીર રંજન ચૌધરી પણ બંધારણની આ પ્રત લઈને નવા સંસદ ભવન સુધી પહોંચ્યા હતા. વિરોધપક્ષના નેતા અધીર રંજન ચૌધરીના હાથમાં બંધારણની પ્રત હતી અને રાહુલ ગાંધી તેમની સાથે ચાલતા જતા હતા.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં