Monday, November 25, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક'રામ જન્મભૂમિથી 4 KM દૂર બની રહ્યું છે રામ મંદિર': અયોધ્યા પર...

    ‘રામ જન્મભૂમિથી 4 KM દૂર બની રહ્યું છે રામ મંદિર’: અયોધ્યા પર નફરત ફેલાવવામાં વ્યસ્ત રહ્યું છે વિપક્ષ, જાણો ક્યા થશે રામલલા વિરાજિત

    ભગવાન રામના જન્મસ્થળ પર ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થાય તે પહેલાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભગવાન રામને અસ્થાયી મંદિરમાં શિફ્ટ કરી દીધા હતા. યોગી આદિત્યનાથે 25 માર્ચ 2020ના રોજ વહેલી સવારે આ કામ પૂર્ણ કર્યું.

    - Advertisement -

    હાલ સમગ્ર ભારત રામમય છે. ભગવાન રામના નવનિર્મિત ભવ્ય મંદિરમાં 22 જાન્યુઆરી, 2024ના રોજ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. સમગ્ર દેશ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના આ પાવન પ્રસંગની રાહ જોઈ રહ્યો છે. પરંતુ વિપક્ષના નેતા નફરત ફેલાવવામાં વ્યસ્ત રહ્યા છે. તે જ અનુક્રમે હવે શિવસેનાના ઉદ્વવ ઠાકરે જૂથના નેતા અને સાંસદ સંજય રાઉતે એવો દાવો કર્યો છે કે, જે બાદ લોકો તેમની બુદ્ધિમતા પર દયા દર્શાવી રહ્યા છે. રાઉતે દાવો કર્યો છે કે, રામલલાનું મંદિર મૂળ જન્મસ્થાન પર નહીં, પરંતુ ત્યાંથી 4 KM દૂર બનાવવામાં આવી રહ્યું છે.

    મીડિયા રિપોર્ટ અનુસાર, સંજય રાઉતે કહ્યું છે કે, BJP જે જગ્યા પર રામ મંદિર બનાવી રહી છે, તે મંદિરનું મૂળ સ્થાન નથી. મંદિર ત્યાંથી 3-4 કિલોમીટર દૂર બનાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપવાળા કહેતા હતા કે ‘રામલલા હમ આયેંગે મંદિર વહી બનાયેંગે’, પરંતુ મંદિર ત્યાં નથી બન્યું. રાઉતે કહ્યું કે, મૂળ સ્થાનથી દૂર તો કોઈપણ મંદિર બની શકે છે. સંજય રાઉતે વધુમાં કહ્યું કે, તે વિવાદિત જગ્યા આજે પણ એવી જ છે. રાઉતના આ નિવેદનને વિપક્ષી નેતાઓ હાથોહાથ લઈ રહ્યા છે અને તેને લઈને સોશિયલ મીડિયામાં નફરત ફેલાવી રહ્યા છે. સંજય રાઉતના આ નિવેદનનો વિડીયો વિકાસ બંસલ નામના એક કોંગ્રેસી કાર્યકર્તાએ પણ શેર કર્યો છે.

    સંજય રાઉતના નિવેદનને લઈને ઑપઇન્ડિયા સાથે વાત કરતી વખતે વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે, “આ રીતની વાતો કરનારા વિધર્મી છે. આ લોકો માનસિક નાદારીનો શિકાર બન્યા છે.” તેમણે વધુમાં કહ્યું કે, “આ રીતનો આરોપ લગાવતા લોકો માનસિક નાદારીની પરાકાષ્ઠા પાર કરી રહ્યા છે.” વિનોદ બંસલે ઑપઇન્ડિયાને કહ્યું કે, “પૂજ્ય સંતો.. શ્રેષ્ઠ લોકો.. વરિષ્ઠ લોકોએ આ સ્થાન નક્કી કર્યું છે. જો કોઈ વ્યક્તિને શંકા હોય આ સ્થળને લઈને અને એ પણ રાજકીય વ્યક્તિને તો તેમણે સંતોની શરણમાં જવું જોઈએ.” તેમણે સંજય રાઉતના દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે.

    - Advertisement -

    આ છે સંજય રાઉતના દાવાની વાસ્તવિકતા

    વાસ્તવમાં સંજય રાઉત ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટ 2020ના રોજ ભવ્ય રામ મંદિરની આધારશિલા રાખી હતી. તેમણે મંત્રોચ્ચાર વચ્ચે આ વિધિ પૂર્ણ કરી. આ એ જ જગ્યા હતી જ્યાં ભગવાન રામનું મંદિર હંમેશાથી હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ જ જગ્યાએ રામ મંદિરની આધારશિલા રાખી હતી જ્યાં ભગવાન રામ દાયકાઓથી તંબુમાં રહેતા હતા.

    આ એ જ જગ્યા હતી, જેને કારસેવકોએ બાબરી ઢાંચો હટાવીને સમતલ કરી હતી અને એક ચબૂતરો પણ બનાવ્યો હતો. આ જ ચબૂતરા પર રામલલાને રાખવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે, “વર્ષોથી ટાટ અને તંબુની નીચે રહેતા ‘આપણાં રામલલા’ માટે હવે ભવ્ય મંદિરનું નિર્માણ થશે.”

    તેમણે કહ્યું હતું, “તૂટવું અને ફરી ઊઠીને ઊભું થવું, સદીઓથી ચાલી રહેલા આ વ્યતિક્રમથી રામ જન્મભૂમિ મુક્ત થઈ ગઈ છે.” રાઉતના સવાલો બાદ હવે તમે પણ વિચારી રહ્યા હશો કે, જો આ તે જ જગ્યા છે તો પછી ભગવાન રામ ક્યા છે, કારણ કે તે જગ્યા પર તો નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તો તેનો ઉત્તર પણ અમે આપને આપીશું.

    માર્ચ 2020માં ભગવાન રામને કર્યા હતા અસ્થાયી મંદિરમાં શિફ્ટ

    હકીકતમાં, ભગવાન રામના જન્મસ્થળ પર ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થાય તે પહેલાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભગવાન રામને અસ્થાયી મંદિરમાં શિફ્ટ કરી દીધા હતા. યોગી આદિત્યનાથે 25 માર્ચ 2020ના રોજ વહેલી સવારે આ કામ પૂર્ણ કર્યું.

    તેમણે સોશિયલ મીડિયા સાઈટ X પર લખ્યું હતું કે, “ભવ્ય રામ મંદિરના નિર્માણનો પ્રથમ તબક્કો આજે પૂર્ણ થયો. મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રીરામ તિરપાલ (તાડપત્રી) નવા આસન પર વિરાજમાન…માનસ ભવનની પાસે એક અસ્થાયી ઢાંચામાં ‘રામલલા’ની મૂર્તિને સ્થળાંતરીત કરવામાં આવી. ભવ્ય મંદિરના નિર્માણ માટે ₹11 લાખનો ચેક ભેટ કર્યો.”

    હવે તો સમગ્ર મામલો સમજાઈ ગયો હશે. વાસ્તવમાં, રામલલાને તિરપાલથી મુકત કરીને અસ્થાયી મંદિરમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, જે માનસ ભવનની નજીક આવેલું છે. આ વાતની માહિતી પણ સાર્વજનિક રીતે ઉપલબ્ધ છે. એવામાં સંજય રાઉતનું આવું નિવેદન ન માત્ર તેમની માનસિક નાદારી દર્શાવે છે, પરંતુ એ પણ દેખાડે છે કે, વિપક્ષના નેતા કઈ રીતે જનતામાં ભ્રમ અને ધૃણા ફેલાવાનું કામ કરે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં