Sunday, April 28, 2024
More
    હોમપેજદેશ'2004થી 2014 વચ્ચે કેટલા OBC સેક્રેટરી હતા': રાહુલ ગાંધીએ ઓબીસી સચિવો બાબતે...

    ‘2004થી 2014 વચ્ચે કેટલા OBC સેક્રેટરી હતા’: રાહુલ ગાંધીએ ઓબીસી સચિવો બાબતે કરેલા પ્રશ્ન પર જેપી નડ્ડાનો ધારદાર જવાબ

    ભાજપ અધ્યક્ષે કહ્યું કે તમામ વર્તમાન કેબિનેટ સચિવો 1992 પહેલાના લોકો છે. તે પછી નડ્ડાએ રાહુલ ગાંધીને પૂછ્યું કે "2004 થી 2014 સુધી કેટલા ઓબીસી સચિવ હતા અને તે ઓબીસી સચિવો ક્યાં હતા. કૃપા કરીને અમને આ વિશે સમજાવો."

    - Advertisement -

    ગુરુવારે (21 સપ્ટેમ્બર) સંસદના વિશેષ સત્રના ચોથા દિવસે રાજ્યસભામાં મહિલા આરક્ષણ વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. બુધવારે (20 સપ્ટેમ્બર) આ વિધેયક લોકસભામાંથી બહુમતી સાથે પસાર થઈ ગયું હતું. હાલ આ બિલ પર રાજ્યસભામાં ચર્ચા ચાલી રહી છે. દિવસની શરૂઆતમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે આજે 90માંથી માત્ર 3 સચિવો OBC સમુદાયમાંથી છે. જેના પર ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાએ જવાબ આપ્યો હતો.

    ચર્ચાની શરૂઆતમાં પોતાના બોલવાના સમયે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત કરતા કહ્યું હતું કે “ગઈકાલે હું ચર્ચા સાંભળી રહ્યો હતો અને સેંગોલની જ ચર્ચા થઈ રહી હતી. હું બિલ (મહિલા આરક્ષણ)ને સમર્થન આપું છું. દરેક વ્યક્તિ સહમત છે કે મહિલાઓને વધુ જગ્યા મળવી જોઈએ. પરંતુ આ બિલ પૂર્ણ નથી. ઓબીસી અનામત હોવી જોઈતી હતી.”

    રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે “90 સચિવો સરકારને સંભાળી રહ્યા છે. અને આમાંથી કેટલા ઓબીસીમાંથી આવે છે? OBCમાંથી માત્ર 3 આવે છે. તેઓ બજેટના માત્ર 5 ટકા જ નિયંત્રિત કરે છે. આ ચર્ચા ભારતના લોકોને સત્તાના હસ્તાંતરણની છે. આ ઓબીસી સમુદાયનું અપમાન છે. તમે આજે જ બિલ લાગુ કરો અને આજે જ મહિલાઓને એક તૃતીયાંશ અનામત આપો. આ યાદી OBC સમુદાયનું અપમાન છે. તમે કાસ્ટ સેન્સસ બહાર પાડો, જે અમે કર્યું, અને જો તમે નહીં કરો, તો અમે કરીશું.”

    - Advertisement -

    UPA ના સમયે કેટલા OBC સચિવો હતા?- નડ્ડા

    જ્યારે સરકાર તરફથી જવાબ રાખવાનો મોકો ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યો તો તેઓએ રાહુલ ગાંધી પર તીખો હુમલો કર્યો હતો. નડ્ડાએ પૂછ્યું કે “2004 થી 2014 વચ્ચે કેટલા OBC સચિવો હતા અને તેઓ ક્યાં હતા?”

    જેપી નડ્ડાએ કહ્યું કે ઓબીસીને લઈને કાકા કાલેલકરનો રિપોર્ટ નહેરુના કાર્યકાળમાં આવ્યો હતો, ત્યાર બાદ ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના સમયમાં મંડલ કમિશનનો રિપોર્ટ આવ્યો હતો. તે પછી, 1992 માં, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે ઓબીસીને સેવાઓમાં અનામત આપો. ત્યારબાદ 1995-1996માં, ઓલ ઈન્ડિયા સેવાઓમાં ઓબીસી-એસસી-એસટી આરક્ષણ શરૂ થયું.

    ભાજપ અધ્યક્ષે કહ્યું કે તમામ વર્તમાન કેબિનેટ સચિવો 1992 પહેલાના લોકો છે. તે પછી નડ્ડાએ રાહુલ ગાંધીને પૂછ્યું કે “2004 થી 2014 સુધી કેટલા ઓબીસી સચિવ હતા અને તે ઓબીસી સચિવો ક્યાં હતા. કૃપા કરીને અમને આ વિશે સમજાવો.”

    ટ્યૂટરથી કામ નહીં ચાલે, લીડર બનો- જેપી નડ્ડા

    રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા નડ્ડાએ કહ્યું કે નેતાને નેતા બનવું પડશે, ટ્યૂટરથી કામ નહીં ચાલે. ટ્યૂટર નિવેદન કામ નહીં કરે. જો ટ્યુટર કોઇ નેતા હોય તો તે સમજી શકાય છે, પણ તમે એનજીઓ લઇ આવો છો. તેઓ તમને સમજાવે છે અને તમે બોલીને ચાલી નીકળો છો. આ રીતે કામ ના ચાલે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં