Sunday, April 14, 2024
More
  હોમપેજરાજકારણરાજસ્થાન: કોંગ્રેસના મંત્રીએ મહિલા સુરક્ષા મામલે પોતાની જ સરકારને અરીસો દેખાડવાની કિંમત...

  રાજસ્થાન: કોંગ્રેસના મંત્રીએ મહિલા સુરક્ષા મામલે પોતાની જ સરકારને અરીસો દેખાડવાની કિંમત ચૂકવવી પડી, CM ગેહલોતે બરખાસ્ત કર્યા; કહ્યું હતું- મણિપુરની જગ્યાએ આપણી અંદર જોવું જોઈએ

  મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંત્રી રાજેન્દ્રસિંહ ગુઢાને તાત્કાલિક અસરથી બરખાસ્ત કરવા માટે ભલામણ કરી હતી, જે રાજ્યપાલે સ્વીકારી લીધી છે. 

  - Advertisement -

  હાલ મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવાની ભયાવહ ઘટના ચર્ચામાં છે. કોંગ્રેસ પાર્ટી સતત કેન્દ્ર અને રાજ્ય સરકાર પર નિશાન સાધવાના પ્રયાસ કરી રહી છે. રાજસ્થાન વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો. પરંતુ આ દરમિયાન અશોક ગેહલોત સરકારના એક મંત્રીએ પોતાની જ સરકારને કઠેડામાં ઉભી રાખી દીધી અને કહ્યું કે મહિલા સુરક્ષા અને મણિપુરની ઘટના વિશે વાત કરતાં પહેલાં આપણે પોતાની અંદર જોવું જોઈએ. અશોક ગેહલોતે આ મંત્રીને હવે બરખાસ્ત કરી દીધા છે. 

  ન્યૂઝ એજન્સી ANIએ રાજભવનનાં સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંત્રી રાજેન્દ્રસિંહ ગુઢાને તાત્કાલિક અસરથી બરખાસ્ત કરવા માટે ભલામણ કરી હતી, જે રાજ્યપાલે સ્વીકારી લીધી છે. 

  રાજસ્થાન વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ચર્ચા ચાલતી હતી તે દરમિયાન વિપક્ષ નેતા રાજેન્દ્ર રાઠોડે ‘100 ચૂહે ખાકર બિલ્લી હજ કો ચલી’વાળી વાતનો ઉલ્લેખ કરીને કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ આવું કરી રહ્યા છે. રાજસ્થાન મહિલાઓ સાથે થતા ગુનાઓમાં પહેલા ક્રમે છે. આ દરમિયાન મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસે કશુંક ટિપ્પણી પણ કરી. પરંતુ પાસાં ત્યારે પલટાઈ ગયાં જ્યારે કોંગ્રેસના જ એક મંત્રીએ ઉભા થઈને પાર્ટીની સરકારને અરીસો દેખાડ્યો હતો. જેને લઈને ભાજપ નેતા રાજેન્દ્ર રાઠોડે કહ્યું કે, હું મંત્રીને અભિનંદન આપું છું અને તેમનું સ્વીકાર કરવું સ્પષ્ટ દર્શાવે છે કે રાજશાનમાં મહિલા પર અત્યાચાર વધી રહ્યા છે. 

  - Advertisement -

  રાજસ્થાન વિધાનસભા ગૃહમાં ચર્ચા કરતી વખતે ગેહલોત સરકારના મંત્રી અને કોંગ્રેસ નેતા રાજેન્દ્રસિંહ ગુઢાએ કહ્યું કે, “એ સત્ય છે કે આપણે મહિલાઓની સુરક્ષામાં નિષ્ફળ ગયા છીએ. રાજસ્થાનમાં જે રીતે મહિલાઓ પર અત્યાચાર વધ્યા છે, મણિપુરની જગ્યાએ આપણે આપણી અંદર જોવું જોઈએ.” તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

  એક તરફ રાજસ્થાન સરકારના મંત્રીના આ નિવેદનની મીડિયાથી માંડીને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઇ ગઈ ત્યાં બીજી તરફ અશોક ગેહલોતે મંત્રીને પદ પરથી બરખાસ્ત કરીને તેને વેગ આપ્યો છે. આ ઘટનાઓના કારણે એ પણ ચર્ચા શરૂ થઇ ગઈ છે કે 2021ના NCRB રિપોર્ટ અનુસાર રાજસ્થાનમાં મહિલાઓ સાથે રેપની સૌથી વધુ ઘટનાઓ સામે આવી હતી. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં