Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધીના સાંસદપદ પર ફરી લટકી તલવાર, ફરી સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો:...

    રાહુલ ગાંધીના સાંસદપદ પર ફરી લટકી તલવાર, ફરી સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો: લખનૌના વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

    આ અરજીમાં તેવી પણ માંગ કરવામાં આવી છે કે કોર્ટે ચૂંટણી પંચને નિર્દેશ આપીને વાયનાડ સીટ પર ફરી એક વાર ચૂંટણી યોજવી જોઈએ.

    - Advertisement -

    રાહુલ ગાંધીનું સાંસદપદ ફરી એક વખત જોખમમાં મૂકાયું છે. લખનૌના અશોક પાંડે નામના એક વકીલે સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીનું સાંસદપદ ફરી રદ કરવામાં આવે કારણ કે જ્યાં સુધી ગુનાહિત કેસમાં દોષી નિર્દોષ જાહેર ન થાય ત્યાં સુધી તેનું સાંસદપદ પરત ન આપી શકાય.

    લખનૌના વકીલ અશોક પાંડે દ્વારા દાખલ કરવામાં અરજી બાદ રાહુલ ગાંધીનું સાંસદપદ ફરી એક વાર જોખમમાં મૂકાયું છે. વકીલે દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે એક વાર કોઈ વ્યક્તિના સાંસદ અથવા વિધાનસભાપદ પર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 8 (3)ના કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે, તો એ સંજોગોમાં તે વ્યક્તિ ત્યાં સુધી તે પદ માટે અયોગ્ય ગણવામાં આવે છે જ્યાં સુધી કોર્ટ તેની સામે લગાવવામાં આવેલા તમામ આરોપોમાંથી મુક્ત ન કરી દે. આ અરજીમાં તેવી પણ માંગ કરવામાં આવી છે કે કોર્ટે ચૂંટણી પંચને નિર્દેશ આપીને વાયનાડ સીટ પર ફરી એક વાર ચૂંટણી યોજવી જોઈએ.

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક સભા સંબોધતી વખતે કહ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી જ કેમ હોય છે? ત્યારબાદ તેમણે નિરવ મોદી, લલિત મોદી અને પીએમ મોદીનાં નામ લીધાં હતાં. આ ભાષણ સામે વાંધો ઉઠાવીને સુરતના BJP ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી, જેને સ્વીકારીને કોર્ટે સુનાવણી શરૂ કરી હતી. 4 વર્ષને અંતે ગત 23 માર્ચ, 2023ના રોજ સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષી ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવી હતી. જે બાદ કાયદાકીય જોગવાઈ મુજબ 24 માર્ચ 2023ના રોજ રાહુલ ગાંધીનું સાંસદ સભ્યનું પદ રદ કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    જોકે, 4 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ પસાર કરીને તેમની સજા પર રોક લગાવી દીધી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી આ અરજી પર સુનાવણી ચાલશે ત્યાં સુધી આ આદેશ અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળ્યા બાદ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા જ્યાં તેમને આ રાહત મળી હતી. જે બાદ 7 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીને તેમનું સાંસદ પદ પરત આપવામાં આવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં