Saturday, July 27, 2024
More
    હોમપેજરાજકારણયુદ્ધ વચ્ચે ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ PM મોદીને લગાવ્યો ફોન, પરિસ્થિતિ વિશે જાણકારી...

    યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ PM મોદીને લગાવ્યો ફોન, પરિસ્થિતિ વિશે જાણકારી આપી: વડાપ્રધાને કહ્યું- ઇઝરાયેલની સાથે છે ભારત

    PMOએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલના પીએમ સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા અને ઈજા પામેલા ઇઝરાયેલી નાગરિકો પ્રત્યે સંવેદના અને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ભારત ઈઝરાયેલની સાથે ઊભું છે.

    - Advertisement -

    આતંકવાદી સંગઠન હમાસ સાથે ચાલતા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પીએમ નરેન્દ્ર મોદીને ફોન કરીને વાતચીત કરી હતી. આ બાબતની જાણકારી વડાપ્રધાન કાર્યાલય તરફથી આપવામાં આવી છે. તેમજ પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને જાણકારી આપી. 

    વડાપ્રધાને ટ્વિટ કરીને લખ્યું કે, “ફોન કરીને હાલની પરિસ્થિતિ વિશે જાણકારી આપવા બદલ હું વડાપ્રધાન નેતાન્યાહુનો આભાર વ્યક્ત કરું છું. આ મુશ્કેલ ઘડીમાં ભારતના લોકો ઇઝરાયેલ સાથે મજબૂતીથી ઉભા છે. આતંકવાદ કોઇ પણ પ્રકારનો અને કોઇ પણ સ્વરૂપમાં હોય, ભારત તેને સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢે છે.”

    PMOએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલના પીએમ સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા અને ઈજા પામેલા ઇઝરાયેલી નાગરિકો પ્રત્યે સંવેદના અને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ભારત ઈઝરાયેલની સાથે ઊભું છે. આ ઉપરાંત, પીએમએ ઈઝરાયેલમાં ભારતીય નાગરિકોની સુરક્ષા વિશે પણ ચિંતા વ્યક્ત કરી અને સામેથી પીએમ નેતન્યાહુએ આ વિષયમાં તમામ સહકાર આપવા માટે બહેંધરી આપી હતી. આ સિવાય બંને નેતાઓએ એકબીજાના નજીકના સંપર્કમાં રહેવા માટે પણ સહમતી વ્યક્ત કરી. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે હમાસે ઇઝરાયેલ પર ભીષણ હુમલો કરી દીધા બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને તેને ‘આતંકવાદી હુમલો’ ગણાવીને વખોડી કાઢ્યો હતો અને ભારતનું સમર્થન વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચાર સાંભળીને વ્યથિત છું. નિર્દોષ પીડિતો અને તેમના પરિજનોને સંવેદનાઓ પાઠવીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમે ઇઝરાયેલની સાથે એકજૂટ થઈને ઉભા છીએ.”

    પીએમ મોદીના આ સ્પષ્ટ સ્ટેન્ડ અને ખુલ્લા સમર્થનની ઈઝરાયેલમાં પણ ખૂબ પ્રશંસા થઈ હતી. 

    હમાસ સામે યુદ્ધ વચ્ચે ઇઝરાયેલ પીએમ નેતન્યાહુએ સોમવારે રાત્રે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ યુદ્ધ જીતે નહીં ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રાખશે. તેમણે કહ્યું હતું કે, આ યુદ્ધ શરૂ હમાસે કર્યું છે પરંતુ તેની સમાપ્તિ ઇઝરાયેલ કરશે. તેમણે એ પણ ચેતવણી આપી હતી કે તેઓ હમાસનું એકેએક ઠેકાણું ધ્વસ્ત કરીને જ જંપશે અને ઉમેર્યું હતું કે ઇઝરાયેલ એવી કાર્યવાહી કરશે કે આતંકવાદીઓની આવનારી પેઢીઓ યાદ રાખશે અને ક્યારેય આંખ ઉઠાવીને જોવાની હિંમત નહીં કરે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં