Friday, October 11, 2024
More
    હોમપેજદુનિયા'હમાસે યુદ્ધ શરૂ કર્યું, ખતમ અમે કરીશું': ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુની સ્પષ્ટ...

    ‘હમાસે યુદ્ધ શરૂ કર્યું, ખતમ અમે કરીશું’: ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુની સ્પષ્ટ વાત, કહ્યું- એવી કિંમત વસૂલશું કે દશકો સુધી યાદ રહેશે

    PM નેતન્યાહુએ કહ્યું, "હમાસ સમજી જશે કે અમારા પર હુમલો કરીને હમાસે ઐતિહાસિક ભૂલ કરી નાખી છે. અમે એવી કિંમત વસુલશું કે આવનારા દશકો સુધી તે અને ઇઝરાયેલના અન્ય દુશ્મનો યાદ રાખશે."

    - Advertisement -

    હમાસના આતંકીઓએ ઇઝરાયેલ પર વિનાશકારી હુમલો કર્યા બાદ હવે ઇઝરાયેલ સતત જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. ઇઝરાયેલના નિર્દોષ નાગરિકોની ક્રૂરતાથી હત્યા કર્યા બાદ ઇઝરાયેલે ‘ઑપરેશન આયરન સ્વોર્ડ્સ’ લૉન્ચ કરીને હમાસનાં ઠેકાણાંને નિશાન બનાવવાનાં શરૂ કર્યા હતા. ઇઝરાયેલે સત્તાવાર યુદ્ધની ઘોષણા પણ કરી દીધી છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુએ રાષ્ટ્રીય સ્તર પર પ્રસારિત એક ટીવી સંબોધનમાં ચેતવણી આપી છે. નેતન્યાહુએ કહ્યું છે કે “ઇઝરાયેલ યુદ્ધમાં છે. આ યુદ્ધ હમાસે શરૂ કર્યું છે, પરતું તેને પૂરું ઇઝરાયેલ કરશે.”

    યુદ્ધ ખતમ કરશે ઇઝરાયેલ

    PM નેતન્યાહુએ હમાસને ચેતવણી આપતા કહ્યું કે, “ઇઝરાયેલ યુદ્ધમાં છે પણ અમે આ યુદ્ધ નહોતા ઇચ્છતા, તેને ખૂબ જ ક્રૂરતા અને બર્બરતાથી અમારા પર થોપવામાં આવ્યું છે. આ યુદ્ધની શરૂઆત ઇઝરાયેલે નથી કરી, પરંતુ તેને પૂરું ઇઝરાયેલ કરશે. એ સમય અલગ હતો જ્યારે યહૂદીઓ પાસે કોઈ દેશ નહોતો. તેઓ પોતાની રક્ષા નહોતા કરી શકતા, પરંતુ હવે આવું નહીં થઈ શકે.” તેમણે વધુમાં કહ્યું કે, “હમાસ સમજી જશે કે અમારા પર હુમલો કરીને હમાસે ઐતિહાસિક ભૂલ કરી નાખી છે. અમે એવી કિંમત વસુલશું કે આવનારા દશકો સુધી તે અને ઇઝરાયેલના અન્ય દુશ્મનો યાદ રાખશે.”

    ISIS સાથે કરી હમાસની તુલના

    નેતન્યાહુએ સંબોધન આપતા કહ્યું કે, “હમાસે નિર્દોષ ઇઝરાયલીઓ પર જે ક્રૂર હુમલા કર્યા તે આઘાતજનક છે. પરિવારોને તેના જ ઘરોમાં મારવા, એક ફેસ્ટિવલમાં સેંકડો લોકોની હત્યા કરવી, મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનું અપહરણ કરવું, ત્યાં સુધી કે નરસંહારમાં બચી ગયેલા લોકોને પણ મારી નાખવા. હમાસના આતંકીઓએ બાળકોને બાંધ્યા, સળગાવ્યા અને મારી નાખ્યા. તે જંગલી છે.”

    - Advertisement -

    ઇઝરાયેલના PMએ હમાસની ISIS સાથે તુલના કરતાં કહ્યું કે, “જે રીતે સભ્ય તાકાતો ISISને હરાવવા માટે એક થઈ હતી, તેવી જ રીતે હમાસને હરાવવા માટે પણ ઇઝરાયેલનું સમર્થન કરવું જોઈએ.”

    દુનિયાના નેતાઓનો માન્યો આભાર

    નેતન્યાહુએ અમેરિકા તરફથી મળેલા સમર્થન માટે અમેરિકી રાષ્ટ્રપતિ જૉ બાયડનનો આભાર માન્યો. તેમણે દુનિયાના અન્ય નેતાઓનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, “હું દુનિયભરના એ નેતાઓનો આભાર વ્યક્ત કરું છે કે જે ઇઝરાયેલની સાથે ઊભા છે. હું અમેરિકાના લોકોનો અને અમેરિકન કોંગ્રેસનો આભાર માનું છું. ઇઝરાયેલ માત્ર પોતાના લોકો માટે નથી લડી રહ્યું પરંતુ તે બર્બરતા સામે ઉભેલા દરેક દેશ માટે લડી રહ્યું છે. આ યુદ્ધમાં ઇઝરાયેલ જીતશે અને જ્યારે ઇઝરાયેલ જીતશે ત્યારે તે જીત સમગ્ર સભ્ય દુનિયાની હશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં