Monday, April 29, 2024
More
    હોમપેજદેશ'જે સરકાર જાનમાલની રક્ષા ના કરે, તેને હટાવવી જરૂરી': ચિત્તોડગઢમાં ગરજ્યા PM...

    ‘જે સરકાર જાનમાલની રક્ષા ના કરે, તેને હટાવવી જરૂરી’: ચિત્તોડગઢમાં ગરજ્યા PM મોદી, દરજી કન્હૈયાલાલની હત્યાને કરાવી યાદ

    PM મોદીએ કહ્યું કે "જ્યારે મેવાડથી આવા સમાચાર આવે છે ત્યારે હ્રદય દ્રવી ઉઠે છે. ગુનાખોરીના મામલામાં રાજસ્થાન ટોપ પર આવે છે. રમખાણોમાં કયું રાજ્ય ટોપ પર આવે છે, આપણું રાજસ્થાન." PM મોદીએ કહ્યું કે "હું ખૂબ દુખ સાથે પૂછવા માંગુ છું, શું આ માટે કોંગ્રેસને વોટ આપ્યો હતો?"

    - Advertisement -

    રાજસ્થાનના ચિત્તોડગઢમાં સોમવારે (2 ઓક્ટોબર) PM નરેન્દ્ર મોદીએ અનેક વિકાસ યોજનાનો પાયો નાખ્યો હતો. તેમણે સભાને સંબોધતા કહ્યું હતું કે માત્ર ભારતીય જનતા પાર્ટી જ રાજસ્થાનનો સર્વાંગી વિકાસ કરી શકે છે. ચિત્તોડગઢમાં એક વિશાળ જનસભાને સંબોધતી વખતે તેમણે અશોક ગેહલોતની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ઉદયપુરની કન્હૈયાલાલ તેલીની હત્યાની ઘટનાને લઈને પણ નિવેદન આપ્યું હતું. સાથે જ તેમણે મહિલા અનામત અંગે કોંગ્રેસ પાર્ટીના વલણ પર પણ પ્રહારો કર્યા હતા.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (2 ઓક્ટોબરે) રાજસ્થાનના ચિત્તોડગઢમાં એક સભામાં સંબોધન આપ્યું હતું. તેમણે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સભામાં ઉપસ્થિત ભીડને જોઈને PM મોદીએ કહ્યું કે આખું રાજસ્થાન, આખું મેવાડ શું વિચારી રહ્યું છે તે ચિત્તોડગઢમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. PM મોદીએ લોકોને મળવાની તક આપવા બદલ પાર્ટીનો આભાર પણ માન્યો હતો.

    ઉદયપુરની જેહાદી ઘટનાનો કર્યો ઉલ્લેખ

    PM મોદીએ ચિત્તોડગઢમાં જનસભાને સંબોધતી વખતે ઉદયપુરની કન્હૈયાલાલ હત્યાકાંડની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ કહ્યું હતું કે “ઉદયપુરમાં જે થયું તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જે રાજસ્થાન દુશ્મન પર પણ પાછળથી વાર ન કરવાની પરંપરાને જીવ્યું છે તે રાજસ્થાનની ધરતી પર લોકો કપડાં સિવડાવવાના બહાને આવે છે અને કોઈપણ ડર વગર દરજીનું ગળું કાપી નાખે છે, આ ઘટનામાં પણ કોંગ્રેસને વોટ બેન્ક નજરે આવ્યું.”

    - Advertisement -

    તેમણે કોંગ્રેસને પૂછ્યું કે, “ઉદયપુર દરજી હત્યાકાંડમાં કોંગ્રેસે શું કર્યું? વોટ બેન્કની રાજનીતિ કરી?” નોંધનીય છે કે ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માનું સમર્થન કરવાને કારણે કન્હૈયા લાલ તેલીની હત્યા કરવામાં આવી હતી, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો.

    PM મોદીએ કહ્યું કે “જ્યારે મેવાડથી આવા સમાચાર આવે છે ત્યારે હ્રદય દ્રવી ઉઠે છે. ગુનાખોરીના મામલામાં રાજસ્થાન ટોપ પર આવે છે. રમખાણોમાં કયું રાજ્ય ટોપ પર આવે છે, આપણું રાજસ્થાન.” PM મોદીએ કહ્યું કે “હું ખૂબ દુખ સાથે પૂછવા માંગુ છું, શું આ માટે કોંગ્રેસને વોટ આપ્યો હતો?”

    PM મોદીએ રાજસ્થાનને આપી ગેરંટી

    PM મોદીએ કહ્યું કે, “આજે હું રાજસ્થાનના દરેક ગરીબ, દલિત પછાત અને આદિવાસી પરિવારને ગેરંટી આપું છું કે દરેક ગરીબને પાક્કી છત અને પાક્કું ઘર આપવામાં આવશે. અમે રાજસ્થાનના લાખો લોકોને પાઈપથી પાણી પહોંચાડવાની ગેરંટી આપી છે. આજે એક રાજ્ય બીજા રાજ્યને પાણી આપવાની ના કહે છે પણ મારી ગેરંટી હતી કે ગુજરાતને નર્મદાનું પાણી મળશે અને રાજસ્થાનને જરૂર પડશે તો રાજસ્થાનને પણ મળશે. આજે રાજસ્થાનના અનેક ગામો અને જિલ્લાઓમાં નર્મદાનું પાણી કોઈ વિવાદ વગર પહોંચી રહ્યું છે.”

    ‘કોંગ્રેસની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ’

    પીએમ મોદીએ કહ્યું કે, “CM અશોક ગેહલોત જાણે છે કે કોંગ્રેસની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગેહલોતજીને પોતે જ વિશ્વાસ છે કે તેઓ જઈ રહ્યા છે અને તેથી જ તેઓ ભાજપને અભિનંદન આપી ચૂક્યા છે. તેમની વિનંતી છે કે રાજસ્થાનમાં ભાજપની સરકાર બન્યા બાદ તેમની યોજનાઓ બંધ કરવામાં ન આવે. રાજસ્થાનમાં ભાજપ સત્તામાં આવશે તે જાહેરમાં સ્વીકારવા બદલ હું ગેહલોતજીનો આભાર માનું છું.”

    પેપર લીક અને મહિલા અનામત વિશે કરી વાત

    PM મોદીએ ચિત્તોડગઢમાં રાજસ્થાનના યુવાનોના ભવિષ્ય સાથે છેડા કરનાર પેપર લીક માફિયાઓને પાતાળમાંથી લાવીને પણ હિસાબ કરવાની બાંહેધરી આપી હતી. એ ઉપરાંત PM મોદીએ મહિલા અનામતને લઈને પણ વાત કરી હતી.

    PM મોદીએ કહ્યું હતું કે “આપણે દરરોજ જોઈએ છીએ કે ઘમંડીયા કોંગ્રેસ ગઠબંધનના નેતાઓ મહિલાઓ વિશે શું અપમાનજનક ટિપ્પણી કરી રહ્યા છે. તેઓ આ (મહિલા અનામત) કાયદાથી નારાજ છે, તેઓ નથી ઈચ્છતા કે મહિલાઓને તેમનો અધિકાર મળે, તેથી તેઓ જાતિ અને ધર્મના નામે ભ્રમ ફેલાવી રહ્યા છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં