Tuesday, April 30, 2024
More
    હોમપેજરાજકારણ'20 વર્ષથી હું પણ સહી રહ્યો છું અપમાન': PM મોદીએ ઉપરાષ્ટ્રપતિ સાથે...

    ’20 વર્ષથી હું પણ સહી રહ્યો છું અપમાન’: PM મોદીએ ઉપરાષ્ટ્રપતિ સાથે કરી ટેલિફોનિક વાત, રાષ્ટ્રપતિએ પણ વિપક્ષી સાંસદોના અશોભનીય વર્તન પર વ્યક્ત કર્યું દુઃખ

    બુધવારે (20 ડિસેમ્બર) PM નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે ટેલિફોનિક વાત કરી છે. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશે માહિતી આપતી પોસ્ટ શેર કરી છે.

    - Advertisement -

    મંગળવારે (19 ડિસેમ્બર) સંસદ ભવનની બહાર TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભા અધ્યક્ષ અને દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મજાક ઉડાવી હતી. દેશભરમાં વિપક્ષી સાંસદોની આ હરકતને લીધે ચર્ચા ચાલી રહી છે. તેવામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિપક્ષી સાંસદોની આવી હરકતની ટીકા કરી છે. PM મોદીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે ટેલિફોનિક વાત કરી છે. એ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ વિપક્ષી સાંસદોની આ હરકત પર દુઃખ વ્યક્ત કર્યું છે.

    બુધવારે (20 ડિસેમ્બર) PM નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે ટેલિફોનિક વાત કરી છે. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશે માહિતી આપતી પોસ્ટ શેર કરી છે. ઉપરાષ્ટ્રપતિ ધનખડે X પર લખ્યું કે, “PM નરેન્દ્ર મોદીએ મને ફોન કર્યો હતો. વડાપ્રધાને કેટલાક સાંસદોના સંસદ ભવનમાં આપત્તિજનક વ્યવહારને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે.”

    ઉપરાષ્ટ્રપતિ ધનખડે લખ્યું કે, “PM મોદીએ કહ્યું, હું પણ આ રીતનું અપમાન 20 વર્ષથી સહન કરી રહ્યો છું. પરંતુ દેશના ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય પદની સાથે અને તે પણ સંસદમાં, આવું થવું દુર્ભાગ્યપૂર્ણ છે.” ઉપરાષ્ટ્રપતિએ વધુમાં લખ્યું કે, “મેં વડાપ્રધાનને કહ્યું કે, કેટલાક લોકોની આવી હરકતો મને મારી ફરજ નિભાવવા અને આપણા બંધારણના નિહિત સિદ્ધાંતોને બનાવી રાખવામાં રોકી શકશે નહીં. હું હ્રદયપૂર્વક તે મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છું. કોઈપણ અપમાન મને રસ્તો બદલવા માટે મજબૂર નહીં કરી શકે.”

    - Advertisement -

    રાષ્ટ્રપતિએ પણ વ્યક્ત કર્યું દુખ

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ અંગે દુખ વ્યકત કર્યું છે. તેમણે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે. રાષ્ટ્રપતિએ લખ્યું કે, “જે રીતે આપણા સન્માનનીય ઉપરાષ્ટ્રપતિને સંસદ પરિસરમાં અપમાનિત કરવામાં આવ્યા, તે જોઈને નિરાશ થવું પડ્યું છે.”

    રાષ્ટ્રપતિએ વધુમાં લખ્યું છે કે, “સસ્પેન્ડેડ સાંસદો પોતાની અભિવ્યક્તિ માટે સ્વતંત્ર હોવા જોઈએ, પરંતુ તેમની અભિવ્યક્તિ ગરિમા અને શિષ્ટાચારના માપદંડોની ભીતર હોવી જોઈએ. આ સંસદીય પરંપરા રહી છે જેના પર આપણને ગર્વ છે અને ભારતના લોકો તે પરંપરાને જાળવી રાખવાની અપેક્ષા સેવે છે.”

    શું હતી સમગ્ર ઘટના?

    નોંધનીય છે કે મંગળવારે, તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ કલ્યાણ બેનર્જી સંસદ પરિસરમાં સસ્પેન્ડ થયેલા વિપક્ષી સાંસદો સાથે વિરોધ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ દેશના ઉપરાષ્ટ્રપતિની નકલ કરી મજાક ઉડાવી રહ્યા હતા. વિપક્ષી સાંસદો મૂકબધિર થઈને આ જોઈ રહ્યા હતા અને કલ્યાણ બેનર્જીની આ હરકતો પર હસી રહ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ત્યાં હાજર હતા. રાહુલ ગાંધી મોબાઈલમાં કલ્યાણ બેનર્જીનો વિડીયો બનાવી રહ્યા હતા. તે ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

    રાહુલ ગાંધી ઉપરાંત આરજેડી સાંસદ મનોજ ઝા, ડીએમકે સાંસદ એ રાજા, કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલ, દીપેન્દ્ર હુડ્ડા અને અન્ય ઘણા સાંસદો અહીં હાજર હતા. કલ્યાણ બેનર્જીની હરકતો જોઈને બધા હસતા હતા. તેમાંથી કોઈએ કલ્યાણ બેનર્જીને રોકવાનો પ્રયાસ કર્યો નહોતો. કલ્યાણ બેનર્જીનો આ વિડીયો નવી સંસદના મકર ગેટનો છે. વિપક્ષી સાંસદો મકર ગેટ પર બેસીને હંગામો મચાવી રહ્યા હતા. તે અહીં વિરોધ કરવા આવ્યા હતા.

    આ સમગ્ર ઘટનાને લઈને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ નિવેદન આપ્યું હતું. કલ્યાણ બેનર્જી અને રાહુલ ગાંધીના આ વર્તન પર તેમણે કહ્યું, “મેં થોડા સમય પહેલા એક ટીવી ચેનલ પર જોયું હતું, અધોગતિની કોઈ સીમા નથી.” ઉપરાષ્ટ્રપતિ ધનખડે વધુમાં કહ્યું, “તમારા એક મોટા નેતા એક સાંસદના અસંસદીય વ્યવહારનો વિડીયો બનાવી રહ્યા હતા. તમારાથી પણ મોટા નેતા છે. હું તો એ જ કહી શકું કે સદબુદ્ધિ આવે. અમુક મર્યાદા તો હોતી હશે. અમુક જગ્યાએ તો બક્ષો.” તેના પર ત્યાં બેઠેલા અન્ય સાંસદો કહે છે કે આવા લોકોને ક્યારેય સદબુદ્ધિ નહીં આવે. ઉપરરાષ્ટ્રપતિએ રાહુલ ગાંધીની હરકતને શરમજનક અને અસ્વીકાર્ય ગણાવી હતી

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં