Monday, April 22, 2024
More
  હોમપેજદુનિયાસાઉદીના ક્રાઉન પ્રિન્સ અને PM મોદી વચ્ચે મુલાકાત: મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને ચર્ચા,...

  સાઉદીના ક્રાઉન પ્રિન્સ અને PM મોદી વચ્ચે મુલાકાત: મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને ચર્ચા, ભારત-સાઉદીના સંબંધોનો મહત્વપૂર્ણ પડાવ

  સાઉદી અરબ પશ્ચિમ એશિયામાં ભારતના મુખ્ય વ્યૂહાત્મક ભાગીદારોમાંનું એક છે. છેલ્લા કેટલાક વર્ષોથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં એકંદરે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. બંને પક્ષો તેમની સુરક્ષા ભાગીદારીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

  - Advertisement -

  11 સપ્ટેમ્બર 2023ના રોજ PM મોદી અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલઅજીજ અલ-સઉદ વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠક દરમિયાન મહત્વના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન દ્વિપક્ષીય વેપાર અને સંરક્ષણ સંબંધોને મજબૂત કરવામાં પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ સિવાય બંને દેશો વચ્ચે ઘણા MoU પણ થયા હતા. આ ઉપરાંત ઇન્ડિયા સાઉદી અરબ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલની પ્રથમ બેઠક માટે PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સે હસ્તાક્ષર પણ કર્યા હતા.

  અહેવાલોના જણાવ્યા અનુસાર સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ અને PM મોદી વચ્ચે હૈદરાબાદ હાઉસ ખાતે મુલાકાત થઈ હતી. એ પહેલાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાનનું ઔપચારિક સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ તેમણે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, ભારત આવીને ઘણી ખુશી અનુભવી રહ્યા છે. સાથે જ તેમણે G20ની સફળ અધ્યક્ષતા માટે ભારતને અભિનંદન પણ પાઠવ્યા હતા. એ ઉપરાંત પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને કહ્યું કે, ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સાથે મળીને કામ કરવામાં આવશે.

  PM મોદી અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ વચ્ચે બેઠક

  PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સ વચ્ચે થયેલી બેઠક દરમિયાન ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજકીય, આર્થિક, સુરક્ષા, સામાજિક અને સાંસ્કૃતિક સહયોગ જેવા મહત્વના વિષયોને પણ આવરી લેવામાં આવ્યા હતા. દ્વિપક્ષીય ચર્ચા બાદ PM મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો હવે પહેલા કરતાં સારા થશે.

  - Advertisement -

  સંયુક્ત પ્રેસ બ્રીફિંગમાં PM મોદીએ જણાવ્યું હતું કે, “વિશ્વની સૌથી મોટી અને સૌથી વધુ ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા હોવાના લીધે સમગ્ર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે બંને દેશોનું પરસ્પર સંકલન જરૂરી છે. અમે અમારી ભાગીદારીને આગળ લઈ જવા માટે ઘણા પાસાઓને ઓળખ્યા છે. આજે થયેલી આ વાતચીત આપણાં સંબંધોને નવી ઉર્જા અને નવી દિશા પ્રદાન કરશે. આનાથી આપણને મતવજાતના કલ્યાણ માટે સાથે મળીને કરી કરવાની પ્રેરણા મળશે.”

  આ ઉપરાંત બંને દેશોએ મિડલ ઈસ્ટ-ઇન્ડિયા-યુરોપ કોરિડોર પર સહમતી દર્શાવી હતી. PM મોદીએ મિડલ ઈસ્ટ-ઇન્ડિયા-યુરોપ કોરિડોરને લઈને કહ્યું હતું કે, “કાલે અમે ઐતિહાસિક ઈકોનોમિક કોરિડોર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ કોરિડોર માત્ર બંને દેશોને જ નહીં જોડે પણ એશિયા, પશ્ચિમ એશિયા અને યુરોપ વચ્ચે આર્થિક વિકાસ અને ડિજિટલ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં પણ મદદ કરશે.

  સાઉદી અરબ પશ્ચિમ એશિયામાં ભારતના મુખ્ય વ્યૂહાત્મક ભાગીદારોમાંનું એક છે. છેલ્લા કેટલાક વર્ષોથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં એકંદરે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. બંને પક્ષો તેમની સુરક્ષા ભાગીદારીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં