Tuesday, September 10, 2024
More
    હોમપેજદેશ'અમે સરકારોનો વિરોધ કરવા માટે વિદેશી મદદ ક્યારેય નહોતી માંગી': PM મોદીએ...

    ‘અમે સરકારોનો વિરોધ કરવા માટે વિદેશી મદદ ક્યારેય નહોતી માંગી’: PM મોદીએ NDAની બેઠકમાં વિપક્ષના દિવસો યાદ કર્યા, કહ્યું- ‘NDAની રચના દેશમાં સ્થિરતા લાવવા માટે કરાઈ’

    પ્રધાનમંત્રી મોદીએ NDA નો અર્થ સમજાવ્યો – N એટલે 'New India', D એટલે 'Developed Nation' અને A એટલે 'Aspiration For People'.

    - Advertisement -

    ગઈકાલ, 18 જુલાઈના રોજ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં NDAના 38 પક્ષોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, NDAની 25 વર્ષની આ યાત્રા સાથે બીજો સંયોગ પણ જોડાયેલો છે. તેમણે કહ્યું કે આ તે સમય છે જ્યારે આપણો દેશ આવનારા 25 વર્ષમાં એક મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મોટા પગલાં લઈ રહ્યો છે. સાથે-સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે આ ધ્યેય વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતનું છે.

    પ્રધાનમંત્રી મોદીએ NDA નો અર્થ સમજાવ્યો – N એટલે ‘New India’, D એટલે ‘Developed Nation’ અને A એટલે ‘Aspiration For People’. તેમણે કહ્યું કે આપણા દેશમાં રાજકીય ગઠબંધનની લાંબી પરંપરા રહી છે, પરંતુ નકારાત્મકતા સાથે બનેલ કોઈપણ ગઠબંધન ક્યારેય સફળ થઈ શકતું નથી. તેમણે યાદ કર્યું કે કોંગ્રેસે 90ના દાયકામાં ગઠબંધનનો ઉપયોગ દેશને અસ્થિર કરવા માટે કર્યો હતો. તેમણે સરકારો બનાવી અને સરકારોને બગાડી છે.

    બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે “જ્યારે અમે વિપક્ષમાં હતા ત્યારે પણ અમે હંમેશા સકારાત્મક રાજનીતિ કરી અને અમે ક્યારેય જનાદેશનો અનાદર કર્યો નથી.” તેમણે યાદ કર્યું કે કેવી રીતે તેઓએ સરકારનો વિરોધ કરવા માટે પણ ક્યારેય વિદેશી મદદ લીધી નથી. તેમણે કહ્યું કે “અમે વિપક્ષમાં રહ્યા પરંતુ દેશના વિકાસમાં અવરોધ નથી બન્યા.” વડાપ્રધાને કહ્યું કે NDAની રચના 1998માં થઈ હતી, પરંતુ માત્ર સરકારો બનાવવી અને સત્તા મેળવવી એ એનડીએનું લક્ષ્ય નથી.

    - Advertisement -

    તેમણે સ્પષ્ટ કર્યું કે એનડીએ કોઈના વિરોધ માટે નથી બન્યું, એનડીએ કોઈને સત્તા પરથી દૂર કરવા માટે નથી બનાવવામાં આવ્યું, પરંતુ દેશમાં સ્થિરતા લાવવા માટે NDAની રચના કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ગઠબંધન સત્તાની મજબૂરીને કારણે થાય છે, જ્યારે ગઠબંધન ભ્રષ્ટાચારના ઈરાદાથી હોય છે, જ્યારે ગઠબંધન પરિવારવાદની નીતિ પર આધારિત હોય છે, જ્યારે ગઠબંધન જાતિવાદ અને પ્રદેશવાદને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, ત્યારે તે ગઠબંધનથી દેશને ઘણું નુકસાન થયું હોત.

    વડાપ્રધાને કહ્યું, “2014 પહેલાની ગઠબંધન સરકારનું ઉદાહરણ આપણી સામે છે. વડાપ્રધાન પર હાઈ કમાન્ડ, નીતિગત અજાગૃતતા, નિર્ણયો લેવામાં અસમર્થતા, અરાજકતા અને અવિશ્વાસ, ઝઘડો અને ભ્રષ્ટાચાર, લાખો અને કરોડોના કૌભાંડો જેવા આરોપી હતા. છેલ્લા 9 વર્ષમાં એનડીએ સરકારે ભ્રષ્ટાચારના તમામ રસ્તાઓ બંધ કરવાના તમામ શક્ય પ્રયાસો કર્યા છે. અગાઉ સત્તાના ગલિયારાઓમાં ફરતા વચેટિયાઓને બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. જન ધન, આધાર અને મોબાઈલની ત્રિપુટીએ ગરીબોના અધિકારો છીનવતા અટકાવ્યા છે.”

    પીએમ મોદીએ કહ્યું કે “અમે દેશની સેવામાં દરેકના યોગદાનને સ્વીકાર્યું છે, પ્રશંસા અને સન્માન કર્યું છે.” તેમણે કહ્યું કે NDAની કાર્યશૈલીમાં દરેક જગ્યાએ લોકશાહીની આ મૂળ ભાવના જોઈ શકાશે. પીએમ મોદીના કહેવા પ્રમાણે, આ લોકો પોતાના રાજકીય સ્વાર્થ માટે એકબીજાની નજીક આવી શકે છે, પરંતુ સાથે નથી આવી શકતા. તેમણે યાદ અપાવ્યું કે તેઓ તેમના કાર્યકરોની પણ સંભાળ રાખતા નથી, તેઓ અપેક્ષા રાખે છે કે તેમના કાર્યકરો અચાનક તેઓનું સ્વાગત કરવાનું શરૂ કરશે જેમનો તેઓએ જીવનભર વિરોધ કર્યો.

    પીએમ મોદીએ એવું પણ કહ્યું કે “જે લોકો આજે મોદીને શ્રાપ આપવામાં આટલો સમય વિતાવી રહ્યા છે, તેઓ પોતાનો સમય દેશ અને ગરીબો માટે વિચારીને પસાર કરતા હોત તો સારું હોત. અમે ફક્ત તેમના માટે પ્રાર્થના કરી શકીએ છીએ.”

    વિપક્ષી ગઠબંધને પોતાનું નામ INDIA રાખ્યું

    જયારે બીજી બાજુ કર્ણાટકના બેંગલુરુ ખાતે 26 વિપક્ષી દળોની 17 અને 18 જુલાઈના બેઠક મળી હતી. જેમાં વિપક્ષી ગઠબંધનનું નામ UPA ના બદલે INDIA રખાયું હતું. મળતી માહિતી અનુસાર વિપક્ષી ગઠબંધનનું નવું નામ INDIA રાખવા પર અનેક નેતાઓએ પોતાના વિચારો રજૂ કરતા અનેક અટકળો અને વિચારોની અસમર્થતા નજરે પડી રહી છે. તેમજ દેશના ઘણા યુવાઓ દ્વારા પણ સોશિયલ મીડિયામાં વિપક્ષી દળોના નવા નામને લગતા અનેક તર્ક-વિતર્કો પર ચર્ચાઓ કરાઈ રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં