Monday, May 6, 2024
More
    હોમપેજદેશવિપક્ષી ગઠબંધનનું 'INDIA' નામ તો રાખી લીધું, પણ D એટલે શું એમાં...

    વિપક્ષી ગઠબંધનનું ‘INDIA’ નામ તો રાખી લીધું, પણ D એટલે શું એમાં પોતે ગાંડા થયા: કોઈએ કહ્યું ‘ડેમોક્રેટિક’ તો કોઈ કહે છે ‘ડેવલપમેન્ટલ’; ભાજપે મોકો જોઈને કર્યો પલટવાર

    વિપક્ષ પર પ્રહાર કરતા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “આપણો સભ્યતાનો સંઘર્ષ INDIA અને ભારતની આસપાસ છે. અંગ્રેજોએ આપણા દેશનું નામ INDIA રાખ્યું છે. આપણે આપણી જાતને વસાહતી વારસામાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણા વડવાઓ ભારત માટે લડ્યા હતા અને અમે ભારત માટે કામ કરતા રહીશું. ભારત માટે ભાજપ."

    - Advertisement -

    મંગળવારે બેંગલુરુમાં 26 વિપક્ષી પાર્ટીઓની બેઠક બાદ ગઠબંધનના નવા નામની જાહેરાત કરવામાં આવી હતી. હવે ગઠબંધનનું નામ UPA ને બદલે INDIA હશે. વિપક્ષનો દાવો છે કે આ નવા નામથી ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને હરાવી શકાય છે. જોકે, તે લોકો પોતે જ નક્કી કરી શક્ય કે તેમના નામમાં D નો અર્થ શું છે. જેને લઈને ભાજપના નેતાઓ મહાગઠબંધનના નામકરણને લઈને વિપક્ષને ટોણો મારી રહ્યા છે.

    અહેવાલો અનુસાર, વિપક્ષી દળોના નેતાઓ ગઠબંધનના નવા નામને લઈને એક પછી એક ટ્વિટ કરી રહ્યા હતા. પરંતુ INDIA ના D ને લઈને તેમની વચ્ચે ભારે મૂંઝવણ દેખાઈ રહી છે. ઉદાહરણ તરીકે, કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલી ટ્વિટમાં D નો અર્થ વિકાસલક્ષી (Developmental) છે. જ્યારે અખિલેશ યાદવે D એટલે ડેમોક્રેટિક (Democratic) લખ્યું હતું.

    બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું છે કે, “D નો અર્થ ડેમોક્રેટિક છે કે ડેવલપમેન્ટલ છે? જે લોકો આટલી સરળ અને નાની વાત પર સહમતિ બનાવી શકતા નથી. તેમની પાસેથી દેશ ચલાવવાની અપેક્ષા રાખવામાં આવે છે. જેઓ આ સ્વ-સેવા રાજકીય વારસદારોના સમૂહને ગંભીરતાથી લે છે તેમના માટે તે મજાક જેવું છે.”

    - Advertisement -

    ભાજપ દ્વારા ટોણા મરાયા

    ભાજપે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો વિડીયો શેર કર્યો છે અને લખ્યું છે કે, “જે INDIA ને આખી દુનિયામાં બદનામ કરતા ફરે છે, તેણે પોતાનું અસ્તિત્વ અને પરિવાર બચાવવા માટે જ તેના નામનો સહારો લેવો પડ્યો. ઉપરાંત, તેઓ નામ પણ યોગ્ય રીતે બોલી શકતા નથી.” વીડિયોમાં મલ્લિકાર્જુન ખડગેને ઈન્ડિયા કા ઈન્ડીલ બોલતા સાંભળી શકાય છે.

    વિપક્ષ પર પ્રહાર કરતા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, “આપણો સભ્યતાનો સંઘર્ષ INDIA અને ભારતની આસપાસ છે. અંગ્રેજોએ આપણા દેશનું નામ INDIA રાખ્યું છે. આપણે આપણી જાતને વસાહતી વારસામાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણા વડવાઓ ભારત માટે લડ્યા હતા અને અમે ભારત માટે કામ કરતા રહીશું. ભારત માટે ભાજપ.”

    બીજી તરફ, બીજેપી સાંસદ સુશીલ મોદીએ કહ્યું છે કે “ભ્રષ્ટ અને પરિવારલક્ષી વિપક્ષી પાર્ટીઓના પ્લેટફોર્મને ‘INDIA’ નામ આપવાથી તેમના દુષ્ટ ઈરાદા છૂપાશે નહીં. કરોડો ગરીબ, પછાત લોકોનું સંસ્કૃતિલક્ષી ભારત 2024માં તેમના ઉચ્ચ વર્ગના, પશ્ચિમી પ્રભાવિત અને હિંદુવિરોધી ‘INDIA’ને જડબાતોડ જવાબ આપશે. INDIA vs ભારત મેચ ભારત જીતશે. નવા મોલનું નામ બદલવાથી જ્યાં ઘાસચારા કૌભાંડમાં દોષિત લાલુ પ્રસાદ અને ચિટફંડ કૌભાંડમાં સંડોવાયેલા મમતા બેનર્જી જેવા કલંકિત લોકો હશે, તે વાસ્તવિક સોનામાં ફેરવાશે નહીં.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં