Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ‘ક્યારેય કલ્પના પણ કરી હતી કે ભારતમાં ‘સર તન સે જુદા’ના નારા...

    ‘ક્યારેય કલ્પના પણ કરી હતી કે ભારતમાં ‘સર તન સે જુદા’ના નારા લાગશે?’: MPથી પીએમ મોદીએ રાજસ્થાન સરકારને ઘેરી, કહ્યું- કોંગ્રેસ આવે ત્યાં ગુનાઓ ચરમસીમાએ પહોંચી જાય છે

    મધ્ય પ્રદેશમાં પ્રચાર દરમિયાન પીએમ મોદીએ કહ્યું, “જેમ-તેમ ખુરશી મેળવવા કોંગ્રેસ મધ્ય પ્રદેશના લોકોને સોનાના મહેલ બનાવવાના પણ વાયદા કરી શકે છે. એમ પણ કહેશે કે બટાકામાંથી સોનું બનાવીશું. પરંતુ સત્તા મળતાંની સાથે જ તેઓ તેમને ભુલીને લૂંટનો કારોબાર શરૂ કરી દેશે.”

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે (13 નવેમ્બર) મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. સવારે છત્તીસગઢમાં જુદાં-જુદાં ઠેકાણે બે સભાઓ સંબોધ્યા બાદ સાંજે મધ્ય પ્રદેશના બડવાનીમાં પણ તેમણે એક વિશાળ સભાને સંબોધિત કરી. અહીં તેમણે ફરી એક વખત ભાજપ સરકારને લાવવા માટે હાકલ કરી તો કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા. આ દરમિયાન પીએમ મોદીએ ‘સર તન સે જુદા’ના નારાનો ઉલ્લેખ કરીને રાજસ્થાનની કોંગ્રેસ સરકારને પણ ઘેરી. 

    પીએમ મોદીએ કહ્યું, “કોંગ્રેસની એક ઓળખ છે, જે અહીંના યુવાનોએ સમજવી જરૂરી છે. જ્યાં-જ્યાં કોંગ્રેસ આવે છે ત્યાં ગુનાઓ ચરમસીમાએ પહોંચી જાય છે. કોંગ્રેસ સરકારામાં રમખાણો સામાન્ય બાબત બની જાય છે. કોંગ્રેસ સરકારમાં બેન-દીકરીઓ સાથે અત્યાચાર ચરમ પર પહોંચી જાય છે. લોકો માટે તહેવારો મનાવવાનું પણ મુશ્કેલ થઈ જાય છે.” 

    રાજસ્થાનનો અને ત્યાં લથડતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ કહ્યું કે, “પાડોશમાં રાજસ્થાનમાં જુઓ, છેલ્લાં પાંચ વર્ષમાં શું-શું નથી થયું? આપણે કલ્પના પણ કરી શક્યા હતા કે ભારતમાં ક્યારેય ‘સર તન સે જુદા’ના નારા સાંભળીશું? પરંતુ કોંગ્રેસના કુશાસનમાં વીર ધરા રાજસ્થાનમાં કેમેરાની સામે થયું. આપણે રાજસ્થાન બચાવવાનું જ છે પરંતુ મધ્ય પ્રદેશને કોઇ પણ સંજોગોમાં આ બરબાદી તરફ જવા દેવાનું નથી.” વીડિયોમાં 21:52 મિનીટથી આ વાત સાંભળી શકાશે.

    - Advertisement -

    વડાપ્રધાને આગળ કહ્યું કે, “કોંગ્રેસની વાતો પર કોઇ વિશ્વાસ કરતું નથી, તેનું કારણ તેમનો ટ્રેક રેકોર્ડ છે. 60 વર્ષો સુધી પંચાયતથી પાર્લામેન્ટ સુધી તેમની જ સરકાર હતી, પરંતુ તેમણે આ દરમિયાન આદિવાસીઓને ન વિકાસ આપ્યો કે ન માન-સન્માન આપ્યાં. પણ જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર બની તો પહેલી વખત મારાં આદિવાસી ભાઈ-બહેનોને એ સન્માન મળવાનું શરૂ થયું, જેનાં તેઓ હકદાર છે.” 

    આગળ પીએમ મોદીએ કહ્યું કે, “જેમ-તેમ ખુરશી મેળવવા કોંગ્રેસ મધ્ય પ્રદેશના લોકોને સોનાના મહેલ બનાવવાના પણ વાયદા કરી શકે છે. એમ પણ કહેશે કે બટાકામાંથી સોનું બનાવીશું. પરંતુ સત્તા મળતાંની સાથે જ તેઓ તેમને ભુલીને લૂંટનો કારોબાર શરૂ કરી દેશે.”

    ઉલ્લેખનીય છે કે છેલ્લાં થોડાં વર્ષોથી દેશમાં ‘સર તન સે જુદા’ના નારા છાશવારે સાંભળવા મળી રહ્યાં છે. ઇસ્લામી કટ્ટરપંથીઓએ આ પ્રકારના ‘ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા, સર તન સે જુદા’ના નારા લગાવતા શહેરમાં નીકળ્યા હોય એવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે અને તેમાંથી ગુજરાત પણ બાકાત નથી. આ નારો જે કોઇ પણ ઇસ્લામ કે પયગંબરની ટીકા કરે તેનું માથું ધડથી અલગ કરી નાખવાની વાત કહે છે. એટલું જ નહીં, આ નારાને અમલમાં મૂકતાં કન્હૈયાલાલ જેવા વ્યક્તિઓની હત્યા પણ થઈ હતી. કન્હૈયાલાલને રાજસ્થાનના ઉદયપુરમાં જ મારવામાં આવ્યા હતા. જેમનો ‘ગુનો’ માત્ર એટલો હતો કે તેમણે ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સમર્થન કર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં