Friday, October 4, 2024
More
    હોમપેજરાજકારણરાજસ્થાન ચૂંટણીમાં ગત ચૂંટણી કરતાં વધુ મતદાન, 74 ટકાથી વધુ મતદારોએ આપ્યા...

    રાજસ્થાન ચૂંટણીમાં ગત ચૂંટણી કરતાં વધુ મતદાન, 74 ટકાથી વધુ મતદારોએ આપ્યા વોટ: સત્તા બદલાશે કે રિવાજ?- પરિણામ 3 ડિસેમ્બરે

    સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચૂંટણીની કામગીરી ચાલી હતી. પરંતુ નિયમ અનુસાર, જેઓ 6 વાગ્યા સુધી મતદાન કેન્દ્ર પર કતારમાં ઊભા હતા તેમને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જેને લઈને કેટલીક જગ્યાએ ચૂંટણી પ્રક્રિયા 9થી 10 વાગ્યે પૂર્ણ થવા આવી હતી. ત્યારબાદ આંકડા જાહેર કરવામાં આવ્યા.

    - Advertisement -

    રાજસ્થાન વિધાનસભા ચૂંટણી હવે સંપન્ન થઈ છે. શનિવારે (25 નવેમ્બર, 2023) રાજસ્થાનમાં મતદાન થયું હતું. કુલ 200 બેઠકોમાંથી 199 બેઠકો પર મતદાન પૂર્ણ કરવામાં આવ્યું છે. ત્યારે હવે ઈલેક્શન કમિશનના ડેટા પણ જાહેર થઈ ગયા છે. જાણવા મળી રહ્યું છે કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં આ વખતે 74.13% મતદાન નોંધાયું છે. જે ગયા વખતની સરખામણીએ થોડું વધારે છે. રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. હવે 3 ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરવામાં આવશે.

    શનિવારે (25 નવેમ્બર) રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચૂંટણીની કામગીરી ચાલી હતી. પરંતુ નિયમ અનુસાર, જેઓ 6 વાગ્યા સુધી મતદાન કેન્દ્ર પર કતારમાં ઊભા હતા તેમને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જેને લઈને કેટલીક જગ્યાએ ચૂંટણી પ્રક્રિયા 9થી 10 વાગ્યે પૂર્ણ થવા આવી હતી. ચૂંટણી પંચે (ઈલેક્શન કમિશન) રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના ડેટા જાહેર કર્યા છે. જેનાથી જાણી શકાય છે કે 2023 વિધાનસભા ચૂંટણીમાં 74.13% મતદાન થયું છે. તાજેતરનો ઈલેક્શન કમિશનનો આ ડેટા 2018ની વિધાનસભા ચૂંટણીમાં નોંધાયેલા 74.6% મતદાન કરતાં થોડો વધારે છે.

    3 ડિસેમ્બરે થશે મત ગણતરી

    ઈલેક્શન કમિશનના ડેટા બહાર પડ્યા બાદ હવે એ પણ જાણવા મળી રહ્યું છે કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના મતદાનની મત ગણતરી 3 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. જે બાદ જાણી શકાશે કે રાજસ્થાનમાં કોની સરકાર બનશે. સમગ્ર ચૂંટણી દરમિયાન ઈલેક્શન કમિશને રાજ્યમાં 1.70 લાખથી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કર્યા હતા અને મતદાન સુરક્ષિત રીતે પૂર્ણ થઈ શકે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંઘ શેખાવતે, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે પોતપોતાનાં મતદાન કેન્દ્ર પર તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

    - Advertisement -

    તમામ મતદાન કેન્દ્રો પૈકી, દરેકની નજર સરદારપુરા, ટોંક, ઝાલારાપાટન, નાથદ્વારા, ઝુંઝુનુ, ઝોતવારા અને ચુરૂ પર છે. સરદારપુરા બેઠક પરથી અશોક ગેહલોત ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસના ગઢ ગણાતા સરદારપુરામાંથી ભાજપે મહેન્દ્ર સિંઘ રાઠોડને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા વસુંધરા રાજે ઝાલરાપાટન પરથી ચૂંટણી લડી રહ્યા છે. ટોંકથી સચિન પાયલટ કોંગ્રેસના ઉમેદવાર છે.

    દર પાંચ વર્ષે બદલાય જાય છે સરકાર

    રાજસ્થાનમાં મોટાભાગે એવું જોવા મળે છે કે અહીં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે. 2018માં કોંગ્રેસ સરકાર જીતી હતી. તે પહેલાં સત્તામાં ભાજપની સરકાર હતી અને વસુંધરા રાજે મુખ્યમંત્રી હતાં. તે પહેલાં 2008ની ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળી હતી. આમ દર પાંચ વર્ષે સત્તા પરિવર્તનનો આ ટ્રેન્ડ ઘણાં વર્ષોથી રાજસ્થાનમાં ચાલ્યો આવે છે ત્યારે આ વર્ષે પણ તે યથાવત રહેશે કે કેમ તે તો પરિણામ બાદ જ જાણી શકાશે. પરિણામો પાંચેય રાજ્યોની ચૂંટણીનાં એકસાથે 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં