Thursday, April 25, 2024
More
  હોમપેજરાજકારણકોના હાથમાં રાજસ્થાનની કમાન? આજે મહાસંગ્રામ..: 199 બેઠકો પર મતદાન શરૂ, 5.25...

  કોના હાથમાં રાજસ્થાનની કમાન? આજે મહાસંગ્રામ..: 199 બેઠકો પર મતદાન શરૂ, 5.25 કરોડ મતદારો કરશે વોટિંગ, 1862 ઉમેદવારો મેદાનમાં

  રાજસ્થાનમાં ગુરુવાર (23 નવેમ્બર)થી જ ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ હવે હવે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચૂંટણી પ્રક્રિયા ચાલુ રહેશે. ચૂંટણીને ધ્યાને રાખીને કડડ સુરક્ષાની તૈયારીઓ પણ કરવામાં આવી છે.

  - Advertisement -

  રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનો શનિવારે (25 નવેમ્બર, 2023) પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ હતો. દેશના ઘણા નેતાઓ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. સત્તારૂઢ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનની કુલ 200માંથી 199 બેઠકો પર આજે (શનિવારે) મતદાન થઈ રહ્યું છે. જ્યારે શ્રીગંગાનગર જિલ્લાની કરણપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અને ધારાસભ્ય ગુરમીત સિંઘ કુન્નરના નિધનના કારણે કરણપુર બેઠકની ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે બાકીની 199 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. રાજસ્થાન વિધાનસભાની આ ચૂંટણીને રાજ અને રિવાજ બદલવાની લડાઈ તરીકે જોવામાં આવી રહી છે.

  શનિવારે (25 નવેમ્બરે) રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મતદાતાના વોટના આધારે નક્કી થશે કે રાજસ્થાનના રાજસિંહાસન પર કોણ બેસશે. રાજસ્થાનમાં ગુરુવાર (23 નવેમ્બર)થી જ ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ હવે હવે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચૂંટણી પ્રક્રિયા ચાલુ રહેશે. ચૂંટણીને ધ્યાને રાખીને કડડ સુરક્ષાની તૈયારીઓ પણ કરવામાં આવી છે.

  ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

  199 બેઠકોની રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં લગભગ 150 બેઠકો એવી છે જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. 199 બેઠકોમાં કુલ 5.25 કરોડ મતદારો વોટ આપશે. અધિકારીઓ પાસેથી મળેલી જાણકારી અનુસાર 199 બેઠકો પર 1862 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે મતદારોની સંખ્યા જોવામાં આવે તો 5,25,38,105 છે. જેમાંથી 18-30 વર્ષની વયજૂથના 1,70,99,334 મતદારોનો સમાવેશ થાય છે, જ્યારે 22,61,008 નવા મતદારો 18-19 વર્ષની વયજૂથના છે. રાજ્યમાં 36101 સ્થાનો પર કુલ 51507 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જ્યારે 26,393 બેઠકો પરથી લાઈવ વેબકાસ્ટિંગ થશે.

  - Advertisement -

  PM મોદીએ મતદાન માટે કર્યો આગ્રહ

  રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના લોકોને સંદેશો આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું છે કે, ” રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થશે. દરેક મતદાતાને મારી વિનંતી છે કે વધુમાં વધુ સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાનનો નવો રેકોર્ડ બનાવે.”

  તેમણે વધુમાં કહ્યું કે, “આ અવસર પર પહેલીવાર મત આપવા જઈ રહેલા રાજ્યના તમામ યુવા મિત્રોને મારી શુભેચ્છાઓ.” આ સિવાય જાણીતા રાજનેતાઓ પણ તેમના વિસ્તારમાં મતદાન માટે પહોંચ્યો છે. પૂર્વ CM વસુંધરા રાજેએ મતદાન કર્યા પહેલાં હનુમાન મંદિરે દર્શન કર્યા હતા. જ્યારે કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ તેમનો મત આપવા માટે બિકાનેર પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, “મને લાગે છે કે, ભાજપ તમામ સીટો પર જીતી રહ્યું છે. રાજસ્થાન વિકાસના મુદ્દા પર વોટ કરવા જઈ રહ્યું છે. ભાજપની સરકાર બનવા જઈ રહી છે.”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં