Sunday, April 28, 2024
More
    હોમપેજદેશOpIndia Explains: કેજરીવાલના નાકમાં દમ કરવાવાળું 'દિલ્હી સર્વિસીસ બિલ' છે શું? આ...

    OpIndia Explains: કેજરીવાલના નાકમાં દમ કરવાવાળું ‘દિલ્હી સર્વિસીસ બિલ’ છે શું? આ બિલ પાસ થવાથી શું બદલાશે?- અહીં મેળવો તમામ માહિતી

    આ બિલને લઈને સૌથી વધુ ચિંતિત દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ છે. જો આ બિલ રાજ્યસભામાંથી બહુમતીથી પસાર થઈ ગયું તો તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે. આ કાયદાને લાગુ કરાતા દિલ્લી સરકારની સત્તામાં ઘટાડો થશે.

    - Advertisement -

    આજકાલ દિલ્હી સર્વિસીસ બિલ વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. તેવામાં સામાન્ય નાગરિકોને આ બિલની વિગતો અને આ બિલ વિશેની સામાન્ય જાણકારીઓની ઘણી ઓછી સમજ છે, જેમ કે દિલ્હી સર્વિસીસ બિલ શું છે? કોણે રજૂ કર્યું? શા માટે રજૂ કરાયું? બિલ પાસ થયા બાદ શું થશે? વગેરે…. આ તમામ પાસાઓનું પુરી માહિતી અમે અહીં સામાન્ય ભાષામાં આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું.

    સૌ પ્રથમ તો એ જાણવું જરૂરી છે કે દિલ્હી સર્વિસીસ બિલને ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરેટરી ઓફ દિલ્હી (સુધારા) બિલ નામ આપવામાં આવ્યું છે.

    શું છે દિલ્હી સર્વિસીસ બિલ ( Delhi ordinance bill ) ?

    રાજધાની દિલ્હીમાં કોણ શાસન કરશે તેને લઈને ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટે 11 મે ના રોજ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો જેમાં કોર્ટે કહ્યું હતું કે, ‘દિલ્હીમાં જમીન, પોલીસ અને કાયદા વ્યવસ્થાને છોડીને અન્ય બધા જ વહીવટી નિર્ણય લેવા માટે દિલ્હી સરકાર સ્વતંત્ર હશે. અધિકારીઓ અને કર્મચારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ પણ દિલ્હી સરકાર પોતે કરી શકશે.’ આ નિર્ણય પહેલા દિલ્લી સરકારના તમામ અધિકારીઓના ટ્રાન્સફર અને નિયુક્તિ માટેની સત્તા ઉપરાજ્યપાલ પાસે હતી.

    - Advertisement -

    કોર્ટના નિર્ણયના એક સપ્તાહ બાદ કેન્દ્ર સરકારે વટહુકમ બહાર પાડીને કર્મચારીઓ અને અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટીંગને લગતી સત્તા ઉપરાજ્યપાલને ફરી સોંપી હતી. આ વટહુકમને કાયદાનું રૂપ આપવા માટે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી સર્વિસીસ બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. લોકસભામાં આ બિલ બહુમતીથી પસાર થયા બાદ આજે રાજ્યસભામાં રજૂ થવા જઈ રહ્યું છે. ટૂંકમાં દિલ્હી સર્વિસીસ બિલ દ્વારા એ સ્પષ્ટ થશે કે દિલ્હીની વિશેષ સત્તાઓ કેન્દ્ર સરકાર પાસે રહેશે કે દિલ્લી સરકાર પાસે રહેશે.

    કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થયું બિલ

    સુપ્રીમ કોર્ટના વટહુકમ બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકાર આ અંગે કાયદો બનાવશે અને લોકસભામા બિલ રજૂ કરશે. આ સાથે જ નિર્ણયને અમલી બનાવી કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી સર્વિસીસ બિલને લોકસભામા રજૂ કરાયું હતું. લોકસભામાંથી આ બિલ બહુમતીથી પસાર થયું હતું. એ પછી આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવનાર છે. જો રાજ્યસભા દ્વારા આ બિલને મંજૂરી મળશે એટલે કે રાજ્યસભામાંથી આ બિલ બહુમતીથી પસાર થશે તો આ બિલને કાયદાનું સ્વરૂપ મળી શકશે.

    કઈ રીતે પસાર થાય છે બિલ ?

    કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલું બિલ સૌથી પેહલા લોકસભામા રજૂ કરવામાં આવે છે. જો લોકસભામા બહુમત બિલના સમર્થનમાં આવે તો આ બિલ લોકસભામાંથી પસાર થાય છે. ત્યારબાદ લોકસભામાંથી પસાર થયેલા આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે. જો રાજ્યસભાના સભ્યો પણ તેને સમર્થન આપે એટલે કે બિલને બહુમતી મળે તો તે બિલને કાયદાનું સ્વરૂપ આપવામાં આવે છે.

    દિલ્હી સરકાર પર શું અસર થશે ?

    આ બિલને લઈને સૌથી વધુ ચિંતિત દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ છે. જો આ બિલ રાજ્યસભામાંથી બહુમતીથી પસાર થઈ ગયું તો તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે. આ કાયદાને લાગુ કરાતા દિલ્લી સરકારની સત્તામાં ઘટાડો થશે.

    ઑપઇન્ડિયાએ સમજાવ્યું છે રાજ્યસભામાં બહુમતની ગણિત

    ગુરુવાર (4 ઓગસ્ટ, 2023)ના દિવસે દિલ્હી સર્વિસીસ બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. હવે તેને રાજ્યસભામાં પસાર કરાવવાનું રહેશે, જ્યાં વિપક્ષી એકતાની કસોટી થવાની છે. પરંતુ YRS અને BJDએ કેન્દ્રને ટેકો જાહેર કરીને આમ આદમી પાર્ટી (AAP) ની ચિંતામાં વધારો કર્યો છે. અમિત શાહે રજૂ કરેલ આ બિલ માટે હાલ NDA પાસે તો રાજ્યસભામાં બહુમતના આંકડા નથી, છતાંય રાજ્યસભામાંથી તે પાસ થવું લગભગ નક્કી કેમ છે તે ઑપઇન્ડિયાએ આંકડાઓ સાથે સમજાવ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં