કોંગ્રેસ પાર્ટીમાંથી 6 વર્ષ સુધી નિષ્કાસિત થયા બાદ આચાર્ય પ્રમોદ કૃષ્ણમની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે મીડિયા સાથે વાત કરતી વખતે એલાન કર્યું કે, તેઓ આજીવન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઊભા રહેશે. આ ઉપરાંત તેમણે કોંગ્રેસની હાલત વિશે પણ માહિતી આપી છે. તેમણે તેમને નિષ્કાસિત કરવા બદલ કોંગ્રેસ પાર્ટીનો વિશેષ રીતે આભાર પ્રગટ કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ કોંગ્રેસનો આભાર માને છે કે, તેમને પાર્ટીમાંથી મુક્તિ મળી. સાથે તેમણે વડાપ્રધાન મોદીની પ્રશંસા પણ કરી છે.
રવિવાર (11 ફેબ્રુઆરી, 2024)ના રોજ તેમણે ઉત્તર પ્રદેશના સંભલમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં આચાર્ય પ્રમોદ કૃષ્ણમે નિષ્કાસિત કરવા અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, “મેં 16-17 વર્ષની ઉંમરે રાજીવ ગાંધીને વચન આપ્યું હતું તે આજ સુધી નિભાવ્યું છે અને આજે આ ઉંમરે સંકલ્પ લઈ રહ્યો છું કે હું આજીવન વડાપ્રધાન મોદી સાથે ઊભો રહીશ. હું વડાપ્રધાનની સાથે છું અને તેઓ દેશની સાથે છે.” આ સાથે તેમણે વડાપ્રધાનની પ્રશંસા પણ કરી હતી.
#WATCH संभल, उत्तर प्रदेश: निष्कासित कांग्रेस नेता आचार्य प्रमोद कृष्णम ने कहा, "…16-17 साल की उम्र में मैंने जो वचन राजीव गांधी को दिया था वो आज तक निभाया है और आज इस उम्र में एक संकल्प ले रहा हूं कि मैं आजीवन प्रधानमंत्री नरेंद्र मोदी के साथ खड़ा रहूंगा।" pic.twitter.com/QoEl1mQKHP
— ANI_HindiNews (@AHindinews) February 11, 2024
તેમણે કહ્યું, “મને કાલે રાત્રે ઘણી ન્યૂઝ ચેનલોના માધ્યમથી જાણકારી મળી હતી કે, કોંગ્રેસ પાર્ટીએ એક પત્ર જારી કર્યો છે, જેમાં તેમણે કહ્યું કે, પાર્ટીવિરોધી ગતિવિધિઓ માટે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી નિષ્કાસિત કરવામાં આવે છે. સૌથી પહેલાં હું કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું. તેમણે મને કોંગ્રેસમાંથી મુક્તિ આપવાનું ફરમાન જારી કર્યું. કેસી વેણુગોપાલ અથવા મલ્લિકાર્જુન ખડગે એ જણાવે કે, એવી કઈ ગતિવિધિઓ છે જે પાર્ટીના વિરોધમાં હતી.. શું ભગવાન રામનું નામ લેવું પાર્ટી વિરોધી છે? વડાપ્રધાનને નિમંત્રણ આપવું પાર્ટી વિરોધી છે? અયોધ્યા જવું પાર્ટી વિરોધી છે?”
#WATCH संभल, उत्तर प्रदेश: निष्कासित कांग्रेस नेता आचार्य प्रमोद कृष्णम ने कहा, "…सवाल इस बात का है कि वो कांग्रेस जो महात्मा गांधी की कांग्रेस थी… आज उस कांग्रेस को किस रास्ते पर लाकर खड़ा किया गया है… क्या कांग्रेस में सिर्फ वो रह सकते हैं जो सनातन को मिटाने की बात… pic.twitter.com/TC9hLj5AiD
— ANI_HindiNews (@AHindinews) February 11, 2024
તેમણે ઉમેર્યું કે, “સવાલ એ વાતનો છે કે, તે કોંગ્રેસ જે ગાંધીની કોંગ્રેસ હતી. આજે તે કોંગ્રેસને કયા રસ્તે લાવીને મૂકી દીધી છે. શું કોંગ્રેસમાં બસ એવા જ રહી શકે છે જે સનાતનનો નાશ કરવાની વાત કરે? હું તો સ્પષ્ટ કરવા માંગુ છું કે, રામ અને રાષ્ટ્ર સાથે સમાધાન કરવામાં નહીં આવે. નિષ્કાસન તો ઘણી નાની વાત છે. હું રામભક્ત છું, ભગવાન રામને તો 14 વર્ષ માટે વનવાસ મળ્યો હતો, કોંગ્રેસ પણ મને 14 વર્ષ સુધી નિષ્કાસિત કરે.”
તેમણે વધુમાં કહ્યું કે, “કોંગ્રેસ પાર્ટીએ મારું અપમાન કરવાનું શરૂ કર્યું છે. મેં ઘણાં અપમાનોનો સામનો કર્યો છે, તેમ છતાં પક્ષ નથી છોડ્યો. મેં રાજીવ ગાંધીને જે વચન આપ્યું હતું, તે વચન આડું આવી રહ્યું હતું.” તેમણે નામ લીધા વિના રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “મેં એ પણ વિચાર્યું કે જે વ્યક્તિ તેના દાદા-દાદી, માતા-પિતા સાથે ઊભા રહેલા લોકોનું સન્માન કેવી રીતે કરવું તે નથી જાણતી.”
તેમણે ઉમેર્યું “ગુલામ નબી આઝાદ, કમલ નાથ, ભુપીન્દર સિંઘ હુડ્ડા, દિગ્વિજય સિંઘ અને આનંદ શર્મા જેવા નેતા ઈન્દિરા ગાંધીની સાથે રહેતા હતા. આ તે જ લોકો હતા જેમણે તેમને (રાહુલ ગાંધીને) હાથ પકડીને ચાલતા શિખવ્યા હતા. મેં પોતાને જ સવાલ કર્યો કે, જે વ્યક્તિ આટલા મોટા નેતાઓનું સન્માન નથી કરતી, તે વ્યક્તિ જો જીતી ગઈ તો તેના માટે મારું અપમાન કરવું કોઈ મોટી વાત નહીં હોય.”
નોંધવું જોઈએ કે કૉંગ્રેસે આચાર્ય પ્રમોદને 6 વર્ષ માટે પાર્ટીમાંથી નિષ્કાસિત કર્યા છે. શનિવારે (10 ફેબ્રુઆરી) મોડી રાત્રે આ બાબતનો પત્ર જાહેર કરવામાં આવ્યો. જેમાં કારણ પાર્ટીવિરોધી ગતિવિધિઓ હોવાનું જણાવવામાં આવ્યું. જોકે, આ થશે તેવી ચર્ચા ઘણા સમયથી હતી કારણ કે પ્રમોદ કૃષ્ણમ ભાજપની નજીક જઈ રહ્યા હતા અને બીજી તરફ તેમના દ્વારા કોંગ્રેસની ટીકા પણ સતત ચાલતી રહી. તેઓ કલ્કીધામના (જેના તેઓ પીઠાધીશ્વર છે) શિલાન્યાસ માટે PM મોદીને આમંત્રણ પણ આપવા પહોંચ્યા હતા અને PM મોદીની ખૂબ પ્રશંસા પણ કરી હતી.