Wednesday, September 11, 2024
More
    હોમપેજદેશદિલ્હી લિકર કૌભાંડ કેસ: સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને ન આપી કોઈ રાહત;...

    દિલ્હી લિકર કૌભાંડ કેસ: સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને ન આપી કોઈ રાહત; પત્નીની બીમારીનું કારણ આપી માંગ્યા હતા વચગાળાના જામીન

    ગુરુવારે (3 ઓગસ્ટ) સીબીઆઈએ સુપ્રીમ કોર્ટને સિસોદિયાને જામીન નકારવા વિનંતી કરી હતી. સાથે આરોપ લગાવ્યો હતો કે તેઓ દારૂ નીતિ અનિયમિતતા કેસ સાથે જોડાયેલા ષડયંત્રના 'કર્તાધર્તા અને રચેયતા' છે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે આજે AAP નેતા મનીષ સિસોદિયાની CBI અને ED દ્વારા તપાસ કરવામાં આવી રહેલા બે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં વચગાળાની જામીન અરજીઓની સુનાવણી 4 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી છે. સુપ્રીમ કોર્ટે હાલ આપ નેતાને જામીન આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

    નોંધનીય છે કે સિસોદિયાએ તેમની મુક્તિ માટે તેમની પત્નીની તબીબી સ્થિતિને કારણ આપીને વચગાળાના જામીન માટે અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જો કે, જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની બેન્ચે મનીષ સિસોદિયાની પત્નીના મેડિકલ રેકોર્ડની સમીક્ષા કરીને તારણ કાઢ્યું હતું કે તેમની સ્થિતિ ‘એકદમ સ્થિર’ છે.

    ખંડપીઠે કહ્યું કે સુપ્રીમ કોર્ટ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રીની વચગાળાની જામીન અરજીઓ સાથે કેસોમાં તેમની નિયમિત જામીન અરજીઓ પર પણ વિચાર કરશે. સુપ્રીમ કોર્ટે 14 જુલાઈના રોજ સીબીઆઈ અને ઈડીને જુદા જુદા કેસોમાં સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી વચગાળાની જામીન અરજીઓ પર તેમના જવાબો આપવા વિનંતી કરી હતી.

    - Advertisement -

    ગુરુવારે (3 ઓગસ્ટ) સીબીઆઈએ સુપ્રીમ કોર્ટને સિસોદિયાને જામીન નકારવા વિનંતી કરી હતી. સાથે આરોપ લગાવ્યો હતો કે તેઓ દારૂ નીતિ અનિયમિતતા કેસ સાથે જોડાયેલા ષડયંત્રના ‘કર્તાધર્તા અને રચેયતા’ છે.

    મની લોન્ડરિંગ કેસમાં પણ જામીન અરજી ફગાવાઈ હતી

    3 જુલાઈના રોજ, હાઈકોર્ટે દિલ્હી સરકારની આબકારી નીતિમાં કથિત અનિયમિતતાઓ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, એમ માનીને કે તેમની સામેના આરોપો ‘ખૂબ જ ગંભીર’ છે.

    પોતાના 30 મેના આદેશમાં, હાઈકોર્ટે કહ્યું હતું કે જ્યારે આ કૌભાંડ થયું ત્યારે સિસોદિયા ‘બાબતોના સુકાન’ પર હતા, તેથી તેઓ એમ ના કહી શકે કે તેમની કોઈ ભૂમિકા નથી.

    હાઈકોર્ટે કહ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં તેમની પાર્ટી હજુ પણ સત્તામાં છે. સિસોદિયા, જેઓ એક સમયે 18 પોર્ટફોલિયો ધરાવતા હતા, તેઓ હજુ પોતાનો પ્રભાવ ધરાવે છે. ઉપરાંત સાક્ષીઓ મોટાભાગે જાહેર સેવકો હોવાથી, સિસોદિયાના કારણે તેમના પ્રભાવિત થવાની સંભાવનાને નકારી શકાય નહીં.

    બે તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, આબકારી નીતિમાં ફેરફાર કરતી વખતે અનિયમિતતાઓ આચરવામાં આવી હતી અને લાયસન્સ ધારકોને અનુચિત ફાયદો કરી આપવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં