Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતની અમદાવાદ સહિત 8 મહાનગરપાલિકાના હોદ્દેદારોની થશે નિમણૂક: મેયર, ડેપ્યુટી મેયર સહિતના...

    ગુજરાતની અમદાવાદ સહિત 8 મહાનગરપાલિકાના હોદ્દેદારોની થશે નિમણૂક: મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓના નામ પરથી હટશે પડદો

    ભાજપની જે પરંપરા રહી છે તે મુજબ હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નેતાઓની પસંદગી માટે પણ ‘નો રિપીટ થીયરી’ અપનાવવામાં આવશે. નવા લોકોને તક મળે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું.

    - Advertisement -

    ગુજરાતની મહાનગરપાલિકાઓમાં પદાધિકારીઓની ટર્મ 2.5 વર્ષની હોય છે. જેમાં 8 મહાનગરપાલિકાની 9 સપ્ટેમ્બર 2023ના રોજ ટર્મ પૂરી થઈ છે. આ આઠ મહાનગરપાલિકામાં સોમવારે એટલે કે 11 સપ્ટેમ્બર 2023ના રોજ નવા હોદ્દેદારોની નિમણૂક થવા જઈ રહી છે. રાજ્યની 8 મહાનગરપાલિકાને 11 સપ્ટેમ્બરના રોજ નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળશે.

    ગુજરાતની 8 મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા પદાધિકારીઓની ટર્મ 9 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ રહી છે. જ્યારે સોમવારે (11 સપ્ટેમ્બરે) આ તમામ 8 મનપાના પદાધિકારીઓની જાહેરાત થવા જઈ રહી છે. અમદાવાદ, ભાવનગર, સુરત, વડોદરા સહિત 8 મનપાના અધિકારીઓની નવી નિમણૂક થશે. જાણવા મળી રહ્યું છે કે આજે (11 સપ્ટેમ્બરે) અમદાવાદના નવા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જાહેરાત થશે. 11 સપ્ટેમ્બરે એટલે કે આજે મહાનગપાલિકાના કોર્પોરેટરોની બેઠક મળશે. આ મિટિંગમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક સહિતના પદાધિકારીઓના નામની જાહેરાત થશે.

    નોંધનીય છે કે ગુજરાતની મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો 2.5 વર્ષનો શાસનકાળ પૂર્ણ થતાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં આ તમામ નવા હોદ્દેદારોની જેવા કે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક માટે કોર્પોરેટરને બોલાવીને સલાહ-સૂચન લેવાંમાં આવ્યા હતા. ત્યારબાદ તેની લિસ્ટ બનાવીને પ્રદેશમાં રજૂ કરાઈ હતી. આખરે 11 સપ્ટેમ્બર એટલે કે આજે તમામ હોદ્દેદારોના નામો પરથી પડદો હટી જશે.

    - Advertisement -

    ભાજપે ‘નો રિપીટ થીયરી’ની કરી હતી જાહેરાત

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, ભાજપની જે પરંપરા રહી છે તે મુજબ હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નેતાઓની પસંદગી માટે પણ ‘નો રિપીટ થીયરી’ અપનાવવામાં આવશે. નવા લોકોને તક મળે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

    સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિમણૂક માટે ભાજપે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતના મેયરો, ડેપ્યુટી મેયરો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પ્રમુખોની અઢી વર્ષની ટર્મ પૂરી થઈ રહી છે. જેથી આ પદો પર નવા નેતાઓની નિમણૂક કરવામાં આવશે. સીઆર પાટીલે જણાવ્યું હતું કે નવા ચહેરાઓને અને ખાસ કરીને યુવાઓને તક મળે તે માટે આ નીતિ લાગુ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં