Saturday, July 27, 2024
More
    હોમપેજદેશમિઝોરમની ચૂંટણીમાં ZPMને બહુમત, CM પોતાની બેઠક પરથી હાર્યા: ભાજપને 2, કોંગ્રેસને...

    મિઝોરમની ચૂંટણીમાં ZPMને બહુમત, CM પોતાની બેઠક પરથી હાર્યા: ભાજપને 2, કોંગ્રેસને માત્ર 1 બેઠક; AAPના ચાર ઉમેદવારો મળીને કુલ 615 મત મળ્યા

    મિઝોરમમાં આ વખતે 40 વિધાનસભા સીટો પર 174 જેટલા ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જેમાં 7 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. 8.57 લાખ મતદારો પૈકી 80 ટકાએ મતદાન કર્યું હતું.

    - Advertisement -

    મિઝોરમ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. કુલ 40 વિધાનસભા સીટો પર યોજાયેલી ચૂંટણીમાં ઝોરમ પિપલ્સ મૂવમેન્ટ (ZPM)ને 27 બેઠકો સાથે પૂર્ણ બહુમતી મળી છે. જ્યારે સત્તાધારી પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટને 10 બેઠકો, ભાજપને 2 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે.

    40 બેઠકો ધરાવતી મિઝોરમ વિધાનસભામાં સરકાર બનાવવા માટે 21 બેઠકો પર જીત જરૂરી છે. ZPMએ આ આંકડો પાર કરી લીધો છે. જેથી તેઓ હવે સરકાર બનાવશે. બીજી તરફ, મિઝો નેશનલ ફ્રન્ટ સત્તામાંથી બહાર થઈ ગઈ છે. આ બંને પ્રાદેશિક પાર્ટીઓ વચ્ચે જ ટક્કર જોવા મળી હતી, જેમાંથી નવી બનેલી ZPM બાજી મારી ગઈ છે.

    મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પોતે પણ પોતાની સીટ પરથી હારી ગયા છે. CM અને MNFના નેતા ઝોરમથંગા આઇઝોલ પૂર્વ-1થી ચૂંટણી લડ્યા હતા, જેમણે ZPM ઉમેદવાર લાલથનસાંગા સામે હાર ચાખવી પડી હતી. ZPM ઉમેદવારને 10,727 મતો મળ્યા હતા, જ્યારે CM ઝોરમથાંગાને 8,626 મતો મળ્યા. ડેપ્યુટી સીએમ પણ ચૂંટણી હારી ગયા છે. તાવાંલુઈયા તુઈચાંગ બેઠક પરથી લડ્યા હતા, જ્યાં 900 મતથી હારનો સામનો કરવો પડ્યો. અહીંથી પણ ZPM ઉમેદવારની જીત થઈ હતી. આ સિવાય આગલી સરકારના ઘણા કેબિનેટ મંત્રીઓ પણ હારી ગયા છે.

    - Advertisement -

    મિઝોરમમાં આ વખતે 40 વિધાનસભા સીટો પર 174 જેટલા ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જેમાં 7 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. 8.57 લાખ મતદારો પૈકી 80 ટકાએ મતદાન કર્યું હતું.

    તમામ બેઠકો પરથી લડી હતી ZPM, MNF અને કોંગ્રેસ, ભાજપે 23 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા

    આ ચૂંટણીમાં MNF, ZPM અને કોંગ્રેસ તમામ બેઠકો પર લડી હતી. જ્યારે ભાજપે 23 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. આમ આદમી પાર્ટી પણ પ્રથમ વખત ચૂંટણી લડી હતી અને 4 ઉમેદવારો ઉતાર્યા હતા. જોકે, તેમની હાલત ખરાબ થઈ છે અને ચારેય ઉમેદવારો મળીને કુલ 615 મતો મળ્યા હતા. જેમાંથી એક ઉમેદવારને 217, બીજાને 75, ત્રીજાને 103 અને ચોથાને 220 મતો મળ્યા હતા.

    અહીં ઉલ્લેખનીય છે કે ચૂંટણી બાદ જ્યારે એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા ત્યારે તેમાં MNF અને ZPM વચ્ચે ટક્કર થતી દર્શાવવામાં આવી હતી. જોકે, આ પોલ્સમાં પણ વિવિધતા જોવા મળી. ઇન્ડિયા ટુડેએ ZPMને બહુમતી મળતી દર્શાવી હતી, જ્યારે મોટાભાગના પોલ્સમાં કોઇ પાર્ટીને બહુમતી નહીં મળે તેવા સંકેતો કરવામાં આવ્યા હતા. બીજી તરફ, અમુક પોલ્સ MNFને પણ વિજેતા દર્શાવી રહ્યા હતા. આખરે પરિણામો ZPMના પક્ષે આવ્યાં છે.

    MP, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની જીત, તેલંગાણા કોંગ્રેસને ફાળે

    રવિવારે (3 ડિસેમ્બર) દેશનાં ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં હતાં. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે અને રાજસ્થાન અને છત્તીસગઢ કોંગ્રેસ પાસેથી આંચકી લીધાં છે, જ્યારે મધ્ય પ્રદેશમાં સત્તા ટકાવી રાખી છે. બીજી તરફ, તેલંગાણામાં સત્તાધારી BRSને બહાર કરીને કોંગ્રેસે બહુમતી મેળવી છે.

    મિઝોરમ ચૂંટણીની મતગણતરીની તારીખ બદલાઈ હતી

    અગાઉના કાર્યક્રમ પ્રમાણે પાંચેય રાજ્યોનાં ચૂંટણી પરિણામો એકસાથે જાહેર થવાનાં હતાં, પરંતુ મિઝોરમ રાજ્યનાં અમુક સંગઠનોએ ચૂંટણી પંચને પરિણામોની તારીખ પાછળ ઠેલવા માટે રજૂઆત કરી હતી અને દલીલ આપી હતી કે રવિવારે મિઝોરમના બહુમતી ખ્રિસ્તીઓ ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહે છે, જેથી અઠવાડિયાનો બીજો કોઈ દિવસ આપવામાં આવે. ત્યારબાદ ચૂંટણી પંચે મતગણતરીની તારીખ બદલી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં