Friday, April 26, 2024
More
    હોમપેજરાજકારણ'મુસ્લિમ મતોમાં 2012ની જેમ વિભાજન ના થવું જોઈએ': અમદાવાદ જામા મસ્જિદના શાહી...

    ‘મુસ્લિમ મતોમાં 2012ની જેમ વિભાજન ના થવું જોઈએ’: અમદાવાદ જામા મસ્જિદના શાહી ઇમામે કહ્યું ‘મુસ્લિમોએ વોટ્સએપમાં મેસેજ ફેરવી દીધા છે’

    5મી ડિસેમ્બરના બીજા ચરણના મતદાન પહેલા અમદાવાદની જામા મસ્જિદના શાહી ઇમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ આપ્યું મહત્વનું નિવેદન. મુસ્લિમોને કોંગ્રેસને જ વોટ આપવા જોઈએ.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન પતી ગયું છે અને હવે 5 ડિસેમ્બરે બીજા અને અંતિમ ચરણનું મતદાન થવા જઈ રહ્યું છે. અમદાવાદમાં પણ 5 તારીખે જ નાગરિકો પોતાના મત નાખવાના છે. એવામાં અમદાવાદની જામા મસ્જિદના ઇમામે એક મહત્વનું નિવેદન આપ્યું છે.

    ઇમામે 2012 યાદ કર્યું

    ABP ન્યુઝ સાથેની વાતચીતમાં જામા મસ્જિદના ઇમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ કહ્યું કે મુસ્લિમો એકબીજાને વોટ્સએપ પર મેસેજ કરીને 2012ની યાદ અપાવી રહ્યા છે કે, કેવી રીતે 2012માં મુસ્લિમ મતોનું વિભાજન થતા જમાલપુરની મુસ્લિમબહુલ બેઠક પર ભાજપ જીતી ગયું હતું.

    ઇમામે આગળ કહ્યૂ કે મુસ્લિમોના મનમાં એક જ વાત છે કે મુસ્લિમ મતોનું વિભાજન ના થવું જોઈએ અને જે ઉમેદવાર જીતતો હોય તેને જ જીતાડવો જોઈએ.

    - Advertisement -

    નૉંશનીય છે કે 2012માં જમાલપુર બેઠક પર કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર સામે સ્થાનિક સાબિર કાબલીવાલાએ અપેક્ષ ચૂંટણી લડી હતી અને પોતે 30,000થી વધુ મત લઇ ગયા હતા. અને જેનના પરિણામે ભાજપના માત્ર 6000 વોટથી કોંગ્રેસ સામે જીતી ગયા હતા. હાલ કાબલીવાલા જમાલપુર બેઠક પરથી જ AIMIM તરફથી ચૂંટણી લડી રહ્યા છે.

    AAP અને AIMIM વિષે પણ વિચાર જણાવ્યા

    ગુજરાતમાં AAPનું શું ભવિષ્ય છે એ વિશેના સવાલ પર ઇમામે કહ્યું કે, “ગુજરાતમાં ત્રીજા પક્ષ માટે કોઈ જ જગ્યા નથી. અહીંયા પહેલા પણ ઘણા આવ્યા હતા અને ઘણા હારીને પાછા ચાલ્યા ગયા છે.”

    AIMIM વિષે વાત કરતા તેમણે કહ્યું, “જો ઓવૈસીના 4 5 ધારાસભ્યો જીતી પણ જશે તો તેઓ વિધાનસભામાં શું કરશે? ઉત્તરપ્રદેશમાં પણ ઓવૈસીની સભાઓ અને રેલીઓમાં ખુબ ભીડ હતી, પણ પરિણામ શું મળ્યું?”

    જામા મસ્જિદના ઇમામે આગળ જણાવ્યું કે, “મુસ્લિમોની ભાજપ સાથે તો દુશમની છે જ. હવે કોંગ્રેસ સાથે પણ દુશમની વ્હોરી લેવાનો શું મતલબ? મુસ્લિમોએ કોંગ્રેસને જ મત આપવો જોઈએ.”

    આમ અમદાવાદની જામા મસ્જિદના શાહી ઇમામે મીડિયા સાથે વાત કરતા સ્પષ્ટ કર્યું હતું કે ગુજરાતના મુસ્લિમો કોંગ્રેસને જ મત આપશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં