Tuesday, April 23, 2024
More
  હોમપેજરાજકારણએક તરફ રાહુલ ગાંધી યાત્રા લઈને ગુજરાત આવશે, બીજી તરફ વધુ એક...

  એક તરફ રાહુલ ગાંધી યાત્રા લઈને ગુજરાત આવશે, બીજી તરફ વધુ એક ધારાસભ્ય પાર્ટી છોડશે: માણાવદરના કોંગ્રેસ MLA અરવિંદ લાડાણી પણ રાજીનામું આપશે તેવી ચર્ચા

  આ ઘટનાક્રમ એવા સમયે સર્જાઈ રહ્યો છે જ્યારે કોંગ્રેસ નેતા તેમની ફ્લૉપ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ લઈને ગુજરાત આવી રહ્યા છે. 7 માર્ચે યાત્રા મધ્ય પ્રદેશથી દાહોદ જિલ્લામાં પ્રવેશ કરશે. તે પહેલાં જ પાર્ટીના વધુ એક MLA રાજીનામું આપશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. 

  - Advertisement -

  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કંગાળ પ્રદર્શનના કારણે કોંગ્રેસે 17 બેઠકો જીતી હતી, પરંતુ દોઢ વર્ષ પછી તેમાંથી પણ ધારાસભ્યો ઓછા થવા માંડ્યા છે. તાજેતરમાં જ 3 ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધા બાદ હવે વધુ એક MLA પાર્ટી છોડી શકે તેવું જાણવા મળી રહ્યું છે. જાણવા મળ્યા અનુસાર, માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું આપીને પાર્ટી છોડશે. તેઓ ભાજપમાં સામેલ થઈ શકે તેવા અહેવાલો મળી રહ્યા છે. 

  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ ધારાસભ્ય છેલ્લા 3 દિવસથી સંપર્કવિહોણા બન્યા છે. વધુમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ સાથે તેમની મુલાકાત પણ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહેવાલોનું માનવામાં આવે તો અરવિંદ લાડાણી બુધવારે (6 માર્ચ, 2024) સાંજે રાજીનામું આપશે અને બીજા દિવસે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે. 

  આ ઘટનાક્રમ એવા સમયે સર્જાઈ રહ્યો છે જ્યારે કોંગ્રેસ નેતા તેમની ફ્લૉપ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ લઈને ગુજરાત આવી રહ્યા છે. 7 માર્ચે યાત્રા મધ્ય પ્રદેશથી દાહોદ જિલ્લામાં પ્રવેશ કરશે. તે પહેલાં જ પાર્ટીના વધુ એક MLA રાજીનામું આપશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. 

  - Advertisement -

  માણાવદર બેઠક પરથી જીત્યા હતા અરવિંદ લાડાણી, અર્જુન મોઢવાડિયાના છે ખાસ

  અરવિંદ લાડાણી 2022માં માણાવદર બેઠક પરથી કોંગ્રેસની ટીકીટ પર લડ્યા હતા અને જીત મેળવી હતી. તેમણે ભાજપના કદાવર નેતા જવાહર ચાવડાને હરાવ્યા હતા. 2019ની પેટાચૂંટણીમાં તેઓ પહેલી વખત આ બેઠક પરથી લડ્યા હતા, પરંતુ જવાહર ચાવડા સામે હાર મળી હતી. ત્યારબાદ 2022ની ચૂંટણીમાં પાર્ટીએ તેમને જ ટીકીટ આપી અને જીત થઈ હતી. કહેવાય છે કે તેઓ પોરબંદરના પૂર્વ MLA અર્જુન મોઢવાડિયાના નજીકના વ્યક્તિ છે. અર્જુન મોઢવાડિયા એ તાજેતરમાં જ કેસરિયા કર્યા છે ત્યારે હવે તેમના સાથી પણ તેમના જ પગલે ચાલે તો નવાઈ નહીં. 

  ગુજરાત કોંગ્રેસના કદવર નેતા ગણાતા અર્જુન મોઢવાડિયાએ 2 દિવસ પહેલાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને ત્યારબાદ તેઓ ભાજપમાં સામેલ થયા. તેમની સાથે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ અંબરીશ ડેરે પણ ભાજપનો ખેસ પહેરી લીધો હતો. બંને નેતાઓના જવાથી ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે ત્યારે હજુ પણ નેતાઓનાં રાજીનામાં અટક્યાં નથી. 

  2022ની ચૂંટણી બાદ હતા 17 MLA, હવે રહ્યા 14

  છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાતમાં કોંગ્રેસના 3 ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે. સૌથી પહેલા ડિસેમ્બરમાં ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ જાન્યુઆરીમાં વિજાપુર MLA સી. જે ચાવડાએ પક્ષ છોડ્યો હતો. આખરે 4 માર્ચે અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું ધરી દીધું. આમ 2022ની ચૂંટણી પછી કોંગ્રેસ પાસે જે 17 બેઠકો હતી, તેમાંથી હાલ માત્ર 14 રહી ગઈ છે. હવે સમાચાર મળી રહ્યા છે કે 14માંથી 13 થશે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં