Saturday, September 7, 2024
More
    હોમપેજરાજકારણપાર્ટીઓ વચ્ચે પોસ્ટર વૉર: TMCએ PM મોદી પર પોસ્ટર બનાવતાં ભાજપે મમતા...

    પાર્ટીઓ વચ્ચે પોસ્ટર વૉર: TMCએ PM મોદી પર પોસ્ટર બનાવતાં ભાજપે મમતા બેનર્જીને યુગાંડાના ક્રૂર તાનાશાહના વેશમાં દર્શાવ્યાં, નામ આપ્યું- ‘દીદી અમીન’

    'ડૉ. શ્યામા પ્રશાદ મુખર્જી રીસર્ચ ફાઉન્ડેશન'ના ચેરમેન તેમજ ટ્રસ્ટી અનિર્બન ગાંગુલીએ તરત જ એક પોસ્ટર ટ્વીટ કર્યું હતું, જેમાં મમતા મમતા બેનર્જીને યુગાંડાના ક્રૂર તાનાશાહ ઈદી અમીનના વેશમાં દર્શાવી દીદી અમીન નામ આપ્યું હતું.

    - Advertisement -

    આજના આધુનિક યુગમાં જમીની સ્તર સાથે-સાથે રાજકીય પક્ષો સોશિયલ મીડિયામાં પણ લડતા-બાખડતા જોવા મળી જાય છે. તાજેતરમાં જ મણિપુરમાં બે સમુદાયો વચ્ચે થઈ રહેલી હિંસામાં વડાપ્રધાન મોદી પર નિશાન સાધવા બંગાળની સત્તારૂઢ પાર્ટી TMC એટલે કે તૃણમુલ કોંગ્રેસ દ્વારા પોતાના આધિકારિક હેન્ડલ પર એક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું. આ પોસ્ટર ક્રિસ્ટોફર નોલનની તાજેતરની ફિલ્મ ‘Oppenheimer’ની તર્જ પર બનાવવામાં આવ્યું છે. આ ફિલ્મ પરમાણુ બૉમ્બના જનક કહેવાતા રોબર્ટ જે ઓપેનહાઈમર પર આધારિત છે. તેવામાં TMCએ PM મોદી પર પોસ્ટર બનાવતા ભાજપે મમતા બેનર્જીને યુગાંડાના ક્રૂર તાનાશાહના વેશમાં દર્શાવી દીદી અમીન નામ આપ્યું હતું.

    નોંધનીય છે કે આ પોસ્ટરમાં ફિલ્મના મુખ્ય અભિનેતા સિલીયન મર્ફીના વેશને એડિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવી દેવામાં આવ્યો હતો. આટલું જ નહીં, આ એડિટ કરેલા પોસ્ટરમાં કેન્દ્રીય અલ્પસંખ્યક મામલાઓ તેમજ બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મણિપુરના મુખ્યમંત્રી N બીરેન સિંહ અને રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ના અધ્યક્ષ રેખા શર્માનું નામ પણ લખવામાં આવ્યું છે. પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં બોમ્બ વિસ્ફોટ થતો હોય તેવા દ્રશ્યો પણ મૂકવામાં આવ્યા છે, સાથે જ આ પોસ્ટરને ‘Modenheimer’ નામ આપવામાં આવ્યું છે.

    આ પોસ્ટની ટેગલાઈનમાં લખવામાં આવ્યું છે કે, “મણીપુરનો વિનાશ કરવા પાછળ આ જ વ્યક્તિ છે.” સાથે જ લખ્યું છે કે – “NDA દ્વારા એક ફિલ્મ”, જોકે આ પોસ્ટર શેર થયા બાદ ભાજપે પણ TMCને જડબાતોડ જવાબ આપવામાં જરા પણ મોડું કર્યા વગર એક પોસ્ટર શેર કર્યું છે. ‘ડૉ. શ્યામા પ્રશાદ મુખર્જી રીસર્ચ ફાઉન્ડેશન’ના ચેરમેન તેમજ ટ્રસ્ટી અનિર્બન ગાંગુલીએ તરત જ એક પોસ્ટર ટ્વીટ કર્યું હતું, જેમાં મમતા મમતા બેનર્જીને યુગાંડાના ક્રૂર તાનાશાહ ઈદી અમીનના વેશમાં દર્શાવી દીદી અમીન નામ આપ્યું હતું. આ સાથે જ આ પોસ્ટરમાં તેમના ભત્રીજા અભિષેક બેનર્જી, કુણાલ ઘોષ, ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં પુરાયેલા મંત્રી પાર્થા ચેટરજી, સોઆકત મોલ્લા અને અરાબુલ ઇસ્લામનું પણ નામ છે.

    - Advertisement -

    આ પોસ્ટરમાં TMCન સંસ્થાપક અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને એ જ સેનાના રૂપમાં દેખાડવામાં આવ્યા છે, જે ઈદી અમીન પહેરતો હતો. સાથે જ લખવામાં આવ્યું છે કે, “I.N.D.I.A. દ્વારા એક ફિલ્મ, TMC સાથે કોલેબ્રેશનમાં” સાથે જ ફિલ્મનું નામ ‘દીદી અમીન’ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 1971થી માંડીને 1979 સુધી યુગાંડાના રાષ્ટ્રપતિ પદ પર રહેલા ઈદી અમીન માટે કહેવામાં આવે છે કે તેના શાસનમાં ત્રણેક લાખ લોકો મૃત્યુ પામ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં