Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોટા ઉપાડે I.N.D.I.A ગઠબંધનની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસ-TMC વચ્ચે ફરી શાબ્દિક યુદ્ધ...

    મોટા ઉપાડે I.N.D.I.A ગઠબંધનની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસ-TMC વચ્ચે ફરી શાબ્દિક યુદ્ધ ચાલુ થયું: કોંગ્રેસે કહ્યું- TMCને અમારી જરૂર, મમતાની પાર્ટીનો જવાબ- અમને કોઈની મદદની જરૂર નથી

    રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાએ આખા દેશને એક કરી દીધો છે અને તેમનું નેતૃત્વ એ સંકેત છે કે સમગ્ર ભારતમાં પરિવર્તન આવી રહ્યું છે. TMCને લાગ્યું કે જો તેઓ રાહુલ ગાંધી સાથે હાથ નહીં મિલાવે તો પાર્ટી તૂટી જશે: કોંગ્રેસ

    - Advertisement -

    ગત 18 જુલાઈ, 2023ના રોજ કોંગ્રેસ, TMC, આમ આદમી પાર્ટી જેવી વિપક્ષી પાર્ટીઓએ મળીને ગઠબંધનનું એલાન કર્યું હતું અને તેને I.N.D.I.A નામ આપ્યું હતું. આ બેઠકમાં તમામે સાથે મળીને ભાજપને હરાવવા માટેની વાતો કહી હતી પરંતુ 10 જ દિવસમાં તિરાડો પડવા માંડી છે. કોંગ્રેસ અને TMC નેતાઓનાં નિવેદનો પરથી આ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. 

    પશ્ચિમ બંગાળના કોંગ્રેસ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીએ શનિવારે (22 જુલાઈ, 2023) બંગાળમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતાં TMC અને મમતા બેનર્જી પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, “તેઓ (મમતા) કોંગ્રેસની મદદથી 2011માં સત્તામાં આવ્યાં હતાં અને પછીથી તેમણે ઇનકાર કરી દીધો. રાજ્યના લોકો હવે મમતા બેનર્જીથી કંટાળી ગયા છે. જેથી તેમને લાગ્યું કે હવે કોંગ્રેસ સાથે હાથ મિલાવી લેવા જોઈએ. TMCને હવે કોંગ્રેસની જરૂર ઉભી થઇ છે. તેમણે ઉમેર્યું કે, “રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાએ આખા દેશને એક કરી દીધો છે અને તેમનું નેતૃત્વ એ સંકેત છે કે સમગ્ર ભારતમાં પરિવર્તન આવી રહ્યું છે. TMCને લાગ્યું કે જો તેઓ રાહુલ ગાંધી સાથે હાથ નહીં મિલાવે તો પાર્ટી તૂટી જશે.”

    અધીર રંજનના નિવેદન બાદ TMC નેતા શાંતનુ સેને વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ગઠબંધનને ધ્યાનમાં રાખીને TMC કોંગ્રેસ પર પ્રહારો કરશે નહીં. જોકે, સાથે તેમણે ઈશારામાં કોંગ્રેસ પર કટાક્ષ કરી દીધો હતો. તેમણે કહ્યું કે, “TMC બંગાળમાં 180 કરતાં વધુ બેઠકો સાથે સત્તામાં આવી હતી. આ આંકડો વધ્યો જ છે પરંતુ કોંગ્રેસ શૂન્ય પર આવી ગઈ હતી. ગઠબંધનને ધ્યાનમાં રાખીને અમે કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા નથી પરંતુ તેનો અર્થ એ નથી કે અમે નબળા છીએ. અમારી પાસે પશ્ચિમ બંગાળમાં ભાજપ સાથે લડવા માટે પૂરતી શક્તિઓ છે, અમને કોઈની મદદની જરૂર નથી.” 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બેંગ્લોરમાં યોજાયેલી વિપક્ષી નેતાઓની એક બેઠકમાં નવા ગઠબંધન પર મહોર મારવામાં આવી હતી. મોદી અને ભાજપને હરાવવા માટે તમામ પાર્ટીઓ સાથે તો થઇ છે પરંતુ નેતાઓનાં નિવેદનો અને રાજકીય માહોલ જોતાં એક ચર્ચા એ પણ છે કે આ ગઠબંધન ટકશે કે તેનું બાળમરણ થશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં