Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM મોદીને 'રાવણ' કહ્યા: આ પહેલા તેમને યમરાજ,...

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM મોદીને ‘રાવણ’ કહ્યા: આ પહેલા તેમને યમરાજ, ચા વાળો, મોતનો સોદાગર કહીને તેનું પરિણામ ભોગવી ચુકી છે કોંગ્રેસ

    અમદાવાદના દાણીલીમડામાં યોજાયેલ એક ચૂંટણી સભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્યું દેશના પ્રધાનમંત્રીનું અપમાન. ભાજપે કહ્યું જનતા વોટથી આપશે જવાબ.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત સોમવારે અમદાવાદની દાણીલીમડા વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસની એક ચૂંટણી સભા યોજાઈ હતી. આ સભામાં કોંગ્રેસના અનેક નાના મોટા નેતાઓ ઉપરાંત રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા.

    આ સભામાં પોતાના વક્તવ્ય દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અપમાન કરવામાં આવ્યું હતું. તેઓએ PM મોદીને રાવણ સાથે સરખાવ્યા હતા.

    ખડગેએ કહ્યું, “પીએમ મોદી દરેક સમયે પોતાના વિશે વાત કરે છે અને દરેક મુદ્દા પર મોદીનો ચહેરો જોઈને મત આપવાનું કહે છે.” વડા પ્રધાનનું અપમાન કરતાં ખડગેએ કહ્યું, “તમે તમારો ચહેરો કેટલી વાર જોયો છે. કાઉન્સિલરની ચૂંટણીમાં તમારો ચહેરો જુઓ. ધારાસભ્ય ચૂંટણી (વિધાનસભા)માં પણ તમારો ચહેરો જુઓ. દરેક જગ્યાએ તમારો ચહેરો જુઓ. તમારી પાસે કેટલા ચહેરા છે? શું તમારી પાસે રાવણ જેવા 100 ચહેરા છે?”

    - Advertisement -

    ભાજપે કહ્યું આ જ છે કોંગ્રેસની માનસિકતા

    તે જ સમયે, ખડગેના આ અનિયંત્રિત નિવેદન પર ભાજપે તીખી પ્રતિક્રિયા આપી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાવણ કહેવુ તેમનું ઘોર અપમાન છે. આ પહેલા પણ કોંગ્રેસના નેતાઓ પીએમ મોદીનું અપમાન કરી ચુક્યા છે. 2002ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રમુખ રહેલા સોનિયા ગાંધીએ મોદીને ‘મોતના વેપારી’ તરીકે સંબોધ્યા હતા.” તેમણે પૂછ્યું કે પીએમ મોદીને વારંવાર અપમાનિત કરીને આ લોકોને શું મળે છે?

    સંબિત પાત્રાએ કહ્યું, “આજે સમગ્ર દેશ અને ગુજરાત સ્તબ્ધ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમને રાવણ કહ્યા છે. આવી ભાષાનો ઉપયોગ કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે. આ માત્ર મોદીજીનું અપમાન નથી, પરંતુ સમગ્ર દેશ અને ગુજરાતનું અપમાન છે. ગુજરાતની જનતા કોંગ્રેસને અરીસો બતાવશે. આ માત્ર ખડગેનું નિવેદન નથી, પરંતુ સોનિયા અને રાહુલ ગાંધીનું નિવેદન છે.”

    ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પણ કોંગ્રેસ અધ્યક્ષના નિવેદનની ટીકા કરી હતી. તેમને કહ્યું, “મલ્લિકાર્જુન ખડગે જેવા સિનિયર વ્યક્તિને આવું શોભતું નથી.”

    આ સિવાય ભાજપના આઇટી સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ, ગોવાના સીએમ પ્રમોદ સાવંત સહીત ઘણા મોટા નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદનને કડક શબ્દોમાં વખોડ્યું છે.

    આ પહેલા પણ અનેકવાર મોદીનું અપમાન કરી ચુકી છે કોંગ્રેસ

    એવું નથી કે કોંગ્રેસ કે એના કોઈ નેતાએ પહેલી વાર નરેન્દ્ર મોદીનું અપમાન કર્યું હોય. આ પહેલા પણ તેઓ અનેક વાર PM મોદીનું અપમાન કરી ચુક્યા છે.

    સૌ પહેલા તત્કાલીન કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને નરેન્દ્ર મોદીને મોતના સોદાગર કહ્યા હતા.

    એક અઠવાડિયા પહેલા ગુજરાત કોંગ્રેસના મોટા નેતા મધુસુદન મિસ્ત્રીએ કહ્યું હતું, “અમે મોદીને તેની ઓકાત બતાવી દઈશું.”

    કોંગ્રેસ નેતા શેખ હુસૈનને પ્રધાનમંત્રી મોદી વિષે કહ્યું હતું, “એ કૂતરાની મોત મરશે.”

    કોંગ્રેસ નેતા અલ્કા લાંબાએ કહ્યું હતું, “મોદી નાલાયક પ્રધાનમંત્રી છે.”

    મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે, “હું મોદીને જાનથી મારી શકું છું.”

    કોંગ્રેસના પૂર્વ મંત્રી ઉમંગ સિંગારે કહ્યું હતું, “મોદી એક રાક્ષસ છે.”

    કોંગ્રેસના દિગ્ગજ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું, “મોદી એક ક્રૂર પ્રધાનમંત્રી છે.” ઉપરાંત તેમણે PM મોદીની સરખામણી વાંદરા સાથે કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં