Friday, May 3, 2024
More
    હોમપેજરાજકારણહવે શરદ પવારની પાર્ટીના નેતાએ સનાતન વિશે કરી વિવાદિત ટિપ્પણી, કહ્યું- અચાનક...

    હવે શરદ પવારની પાર્ટીના નેતાએ સનાતન વિશે કરી વિવાદિત ટિપ્પણી, કહ્યું- અચાનક આ ધર્મનો જન્મ ક્યાંથી થયો? તે ખતમ થવો જોઈએ

    "સતી પ્રથા વિરુદ્ધ લડનારા રાજા રામમોહન રાય સામે તલવાર ઉગામનાર કોણ હતું? રાજર્ષિ શાહૂ મહારાજને બદનામ કરનારા અને તેમની હત્યા કરનારા ષડ્યંત્રકારી કોણ હતા? તે કોણ હતા જેમણે વિશેષ જ્ઞાતિ સમૂહને પાણી પીવાથી રોક્યા હતા? આ તમામ બાબતોના અપરાધી સનાતની ધર્મના અનુયાયીઓ હતા"- આવ્હાડ

    - Advertisement -

    તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર રાજ્ય સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને ડેન્ગ્યુ અને મેલેરિયાના મચ્છરની જેમ સનાતન ધર્મને ખતમ કરવાની અપીલ કરી હતી. ત્યારથી સનાતન ધર્મનું અપમાન કરવાની જાણે હોડ જામી છે. હવે આમાં વધુ એક નામ ઉમેરાયું છે. I.N.D.I ગઠબંધન સાથે જોડાયેલ શરદ પવારની પાર્ટી NCPના નેતા અને ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી રહેલા જિતેન્દ્ર આવ્હાડે સનાતન ધર્મ ખતમ કરવાની વાત કહી હતી. તેમણે એવું પણ પૂછ્યું છે કે સનાતન ધર્મ અચાનક ક્યાંથી પેદા થયો?

    એનસીપી (શરદ પવાર જૂથ) નેતા જિતેન્દ્ર આવ્હાડે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, “સનાતન ધર્મ ખતમ થવો જ જોઈએ. આ તો બાબાસાહેબ આંબેડકરની માંગ હતી. એટલા માટે તો તેમણે મનુસ્મૃતિ સળગાવી. આટલા દિવસ ક્યાં હતો સનાતન ધર્મ. આપણા વડાપ્રધાનોના છેલ્લાં ઘણાં વર્ષોનાં ભાષણ કાઢો, તેઓ તો હિંદુ ધર્મની જ વાત કરતા હતા. અચાનક સનાતન ધર્મનો જન્મ ક્યાંથી થયો?”

    તેમણે વધુમાં કહ્યું, “સનાતન ધર્મના લોકો માત્ર અને માત્ર ધર્મની રાજનીતિ કરે છે. પોતાના ધર્મમાં જ બે શાખાઓ તૈયાર કરી દીધી. અમે તો મોહન ભાગવતજીનું સમર્થન કરીએ છીએ. આ મામલે હું RSSનું સમર્થન કરું છું. તેમનું કહેવું છે કે અહીં કેટલાક લોકોએ અમુક લોકોને પછાત રાખ્યા. હવે આપણે એ પછાત લોકોને આગળ લાવવાની હિંમત બતાવવી જોઈએ. આ માટે આપણે કામ કરવું જોઈએ. આ લોકોને પાછળ રાખનારા લોકો સનાતની હતા.”

    - Advertisement -

    મહારાષ્ટ્રના સ્થાનિક મીડિયા પોર્ટલ ‘લય ભારી’ અનુસાર, જિતેન્દ્ર આવ્હાડે એમ પણ કહ્યું કે, “સનાતન ધર્મનું સમર્થન કરતા લોકો માટે કેટલાક પ્રશ્નો છે, તેમણે તેના જવાબ આપવા જોઈએ. ચાર્વાકને કોણે માર્યા? છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકનો અસ્વીકાર કોણે કર્યો? હત્યારાઓને મહાત્મા જ્યોતિરાવ ફુલેની પાસે કોણે મોકલ્યા? આવ્હાડે આગળ કહ્યું કે, “સતી પ્રથા વિરુદ્ધ લડનારા રાજા રામમોહન રાય સામે તલવાર ઉગામનાર કોણ હતું? રાજર્ષિ શાહૂ મહારાજને બદનામ કરનારા અને તેમની હત્યા કરનારા ષડ્યંત્રકારી કોણ હતા? તે કોણ હતા જેમણે વિશેષ જ્ઞાતિ સમૂહને પાણી પીવાથી રોક્યા હતા? આ તમામ બાબતોના અપરાધી સનાતની ધર્મના અનુયાયીઓ હતા. અમે તેમનો વિરોધ કરવાનું ચાલુ રાખીશું.”

    ઉદયનિધિ સ્ટાલિને પણ સનાતન વિરુદ્ધ ઓકયું હતું ઝેર

    નોંધનીય છે કે આ પહેલાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિને ડેન્ગ્યુ અને મેલેરિયાના મચ્છરની જેમ સનાતન ધર્મને ખતમ કરવાની અપીલ કરી હતી. ઉદયનિધિએ કહ્યું હતું કે, “મચ્છર, ડેન્ગ્યુ, મેલેરિયા, કોરોના આ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી, આપણે તેનો નાશ કરવો પડશે. સનાતન પણ એવો જ છે. વિરોધ કરવાની જગ્યાએ આપણું પહેલું કામ સનાતનને ખતમ કરવાનું હોવું જોઈએ.”

    તેમણે પ્રશ્નાર્થ લહેકામાં પૂછ્યું હતું, “સનાતન શું છે? સનાતન નામ સંસ્કૃતમાંથી આવ્યું છે. સનાતન સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ છે. સનાતનનો અર્થ ‘સ્થાયિત્વ’ સિવાય બીજું કઈ નથી, જેને બદલી ના શકાય. કોઈ પ્રશ્ન ઉઠાવી શકે નહીં. આ સનાતનનો અર્થ છે.”

    કોંગ્રેસે પણ ઉદયનિધિના નિવેદનને સમર્થન આપ્યું હતું. તમિલનાડુ કોંગ્રેસના મહાસચિવ લક્ષ્મી રામચંદ્રએ સનતાનીઓને જાતિવાદી અને નફરત ફેલાવનારા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હિંદુત્વ અને સનાતન વેગેરે ઉત્તર ભારતની ઉપજ છે. દક્ષિણ ભારતના લોકો શાંતિપ્રિય છે. તેમણે વધુમાં કહ્યું હતુ કે, “નફરત ફેલાવનાર સનાતન જાતિવાદી હિંદુત્વનું બીજું નામ છે, જેની ઉત્પત્તિ ઉત્તરમાં થઈ છે. દક્ષિણમાં અમારો હિંદુ ધર્મ શાંતિપ્રિય છે અને સમાવેશી બનવાનો પ્રયાસ કરે છે. રામાનુજાર, વલ્લાલર અને નારાયણ ગુરુ પ્રકારનો હિંદુ ધર્મ જ અમારો હિંદુ ધર્મ છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં