Sunday, May 5, 2024
More
    હોમપેજદેશકમલનાથને સીએમ બનાવવા હવે તંત્ર-મંત્રનો સહારો: ઉજ્જૈનના સ્મશાનમાં 6 લોકો કરી રહ્યા...

    કમલનાથને સીએમ બનાવવા હવે તંત્ર-મંત્રનો સહારો: ઉજ્જૈનના સ્મશાનમાં 6 લોકો કરી રહ્યા છે વિધિ, સાથે રાખ્યાં- ફોટો, લીંબુ અને શરાબ

    કોંગ્રેસને જીતાડવા અને કમલનાથને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બનાવવા માટે મહાકાલની નગરી ઉજ્જૈનમાં તંત્ર સાધના કરવામાં આવી રહી છે. આ તંત્ર-મંત્રનો એક વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં અનેક તાંત્રિકો કમલનાથનો ફોટો રાખીને મંત્રોચ્ચાર કરતા નજરે પડી રહ્યા છે.

    - Advertisement -

    મધ્ય પ્રદેશમાં ચૂંટણી જીતવા કોંગ્રેસ હવે જાદૂ-ટોણા પર ઉતરી આવી છે. કમલનાથને MPના મુખ્યમંત્રી બનાવવા માટે ઉજ્જૈનના સ્મશાનમાં તંત્ર સાધના કરાવવામાં આવી રહી છે, જેના માટે કમલનાથનો ફોટો મૂકીને 6 તાંત્રિકો લીંબુ અને દારૂ સાથે તંત્ર-મંત્ર કરી રહ્યા છે. આ બધું મહાકાલ નગરી ઉજ્જૈનમાં થઈ રહ્યું છે.

    ‘દૈનિક ભાસ્કર’ દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ, કોંગ્રેસને જીતાડવા અને કમલનાથને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બનાવવા માટે મહાકાલની નગરી ઉજ્જૈનમાં તંત્ર સાધના કરવામાં આવી રહી છે. આ તંત્ર-મંત્રનો એક વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં અનેક તાંત્રિકો કમલનાથનો ફોટો રાખીને મંત્રોચ્ચાર કરતા નજરે પડી રહ્યા છે. આ તાંત્રિકો પાસે પુતળીઓ, હવન સામગ્રી તેમજ લીંબુ અને દારૂ પણ નજરે પડી રહ્યો છે. સ્મશાનમાં અડધી રાત્રે 6 તાંત્રિક ભગવાન ભૈરવનાથની મૂર્તિ પાસે તંત્ર સાધના કરી રહ્યા છે.

    લે-વેચ રોકવા માટે પૂજા-પાઠ

    ઉજ્જૈનમાં તંત્ર સાધનામાં લાગેલા તાંત્રિક ભય્યૂ મહારાજે મીડિયાને જણાવ્યું હતું કે તેઓ જીતવા માટે બગલામુખી, ભૈરવી, ભૈરવ તેમજ પુતળી સાધના સાથે-સાથે વિજય અનુષ્ઠાન પણ કરી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બને તે માટે આ ‘વિજય અનુષ્ઠાન’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. નવરાત્રિના પ્રથમ દિવસે રવિવારે ઇન્દોરની વિધાનસભા સીટ ક્રમાંક 1 પર સંજય શુક્લાની જીત માટે આ અનુષ્ઠાન કરવામાં આવ્યું છે. બીજી તરફ કમલનાથને મુખ્યમંત્રી બનાવવા માટે કરવામાં આવી રહેલું અનુષ્ઠાન 9 દિવસ ચાલશે. સાથે જ તાંત્રિકે જણાવ્યું હતું કે ગત ચૂંટણીઓમાં કોંગ્રેસના ધારાસભ્યોની લે-વેચ થઇ હતી, આ વખતે તેમ ન થાય તે માટે પૂજા-પાઠ કરવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    કોંગ્રેસના થયા બે ફાટા? કમલનાથ-દિગ્વિજયમાં કપડાં ફાડવાની હોડ!

    ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશની ચૂંટણીઓ માટે કોંગ્રેસે જ્યારે ઉમેદવારોની ઘોષના કરી ત્યારે ટિકીટ ન મળતાં અનેક દાવેદારો વિરોધ પર ઉતરી આવ્યા હતા. તેવામાં આવા જ એક ઉમેદવારના સમર્થકોએ જ્યારે કમલનાથને પોતાના નેતાને ટિકીટ આપવાની માંગ સાથે ઘેરી લીધા ત્યારે કમલનાથે તેમને કહ્યું હતું કે તેઓ જઈને દિગ્વિજય સિંઘના કપડાં ફાડે. આટલું જ નહીં, તેમણે કોંગ્રેસના જ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “મેં દિગ્વિજયને ગાળો ખાવા માટે એક પાવર ઓફ એટર્ની આપી છે. ભલે ભૂલ કોઈની પણ હોય, ગાળો દિગ્વિજય સિંઘને જ પડવાની છે.” માનવામાં આવી રહ્યું છે કે અંગત ખેંચતાણમાં બંને તરફે એકબીજાના સમર્થકોની ટિકીટ કાપવામાં આવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં