Tuesday, November 12, 2024
More
    હોમપેજદેશમધ્ય પ્રદેશમાં સામી ચૂંટણીએ કોંગ્રેસ નેતાઓએ બાખડવાનું ચાલુ કર્યું, કમલનાથે કાર્યકર્તાઓને કહ્યું-...

    મધ્ય પ્રદેશમાં સામી ચૂંટણીએ કોંગ્રેસ નેતાઓએ બાખડવાનું ચાલુ કર્યું, કમલનાથે કાર્યકર્તાઓને કહ્યું- જઈને દિગ્વિજય સિંઘનાં કપડાં ફાડો: વીડિયો વાયરલ

    પોતાના નેતાને ટિકીટ ન મળતાં નારાજ કાર્યકર્તાઓએ કમલનાથના ઘરે જઈને ફરિયાદ કરી, જેના જવાબમાં કોંગ્રેસ નેતાએ દિગ્વિજય સિંઘનાં કપડાં ફાડવાની વાત કરી. ભાજપે કહ્યું- હારનું ઠીકરું ફોડવાની તૈયારી શરૂ કરી દીધી.

    - Advertisement -

    મધ્ય પ્રદેશમાં ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે જેને લઈને તમામ પાર્ટીઓએ પણ તૈયારીઓ કરવા માંડી છે. તેવામાં કોંગ્રેસે જાહેર કરેલી પ્રથમ યાદીમાં પોતાના નેતાનું નામ ન નજરે પડતા કાર્યકર્તાઓએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તે સમયે કમલનાથે એવી વાત કહી દીધી કે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો. આ વિડીયોમાં કમલનાથે દિગ્વિજય સિંઘ અને તેમના પુત્ર જયવર્ધન સિંઘના કપડાં ફાડવાનું કહ્યું હતું. વિડીયો વાયરલ થયા બાદ ભાજપે પણ કોંગ્રેસને આડેહાથ લીધી.

    મધ્ય પ્રદેશ ચૂંટણીઓને લઈને કોંગ્રેસે ગત 15 ઓકટોબર, 2023ના રોજ 144 સીટો માટે ઉમેદવારો જાહેર કર્યા હતા. આ સૂચિ જાહેર થતાંની સાથે જ પાર્ટીમાં અસંતોષનું વમળ ફાટી નીકળ્યું. આ દરમિયાન કોંગ્રેસના વીરેન્દ્ર રઘુવંશીને ટિકીટ ન અપાતાં તેમના સમર્થકો પાર્ટીથી નારાજ થયા હતા. પોતાના નેતાને ટિકીટ આપવાની માગ લઈને આ કોંગ્રેસી કાર્યકર્તાઓનું ટોળું પ્રદેશ અધ્યક્ષ કમલનાથ પાસે પહોંચ્યું હતું. અહીં કમલનાથે કાર્યકર્તાઓને દિગ્વિજય સિંઘ અને જયવર્ધન સિંઘના કપડાં ફાડવાનું કહ્યું હતું. ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ દરમિયાન કમલનાથે કહેલી વાતનો વિડીયો બનાવી લીધો હતો અને પછીથી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.

    ભારતીય જનતા પાર્ટી મધ્ય પ્રદેશે X પર પોસ્ટ કરેલા વીડિયોમાં કમલનાથ ટોળે વળેલા સમર્થકોની વચ્ચે ઉભા રહીને ચર્ચા કરતા જોવા મળે છે. જેમાં સમર્થકની કોઇ વાત પર જવાબ આપતાં કહે છે કે તમે જઈને દિગ્વિજય સિંઘ અને જયવર્ધનનાં કપડાં ફાડો. ભાજપે આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, કોંગ્રેસની હારનું ઠીકરું મિસ્ટર બટાંધારના (દિગ્વિજય સિંઘ) માથે ફૂટવાનું છે. ટિકીટ ફાળવણીથી નારાજ કાર્યકર્તાઓને કમલનાથની સીધી વાત- ‘જાઓ, દિગ્વિજય સિંઘ અને જયવર્ધનનાં કપડાં ફાડો.’

    - Advertisement -

    કમલનાથના વિડીયો પર ભાજપે માર્યા ટોણા

    બીજી તરફ વિડીયો વાયરલ થતાંની સાથે જ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે પણ કોંગ્રેસને ઘેરી. તેમણે કહ્યું હતું કે, “એક ભૂતપૂર્વ મુખ્યમંત્રી અન્ય પૂર્વ મુખ્યમંત્રી માટે કહી રહ્યા છે કે જાઓ તેમના કપડાં ફાડો, તેમના પુત્રનાં કપડાં ફાડો. આ કોંગ્રેસનું અસલ સ્વરૂપ છે. કોંગ્રેસની ટિકીટો ક્યાંથી નક્કી થઇ રહી છે? હમણાં એમ કહેવામાં આવ્યું કે છિંદવાડાની ટીકીટ પર નકુલનાથને (કમલનાથના પુત્ર) ઘોષિત કરશે અને નકુલનાથ ઘોષિત થયા બાદ ફરી દિલ્હીથી ઘોષિત કરવામાં આવશે. 2 ટિકીટ તેમણે પોતે પણ ઘોષિત કરી દીધી. શું સોનિયા ગાંધીજી, કમલનાથજી અને નકુલનાથની કોંગ્રેસ અલગ-અલગ છે? કોંગ્રેસ કેટલી છે, કોની છે…અને ક્યાં છે તે જનતા જાણવા માંગે છે.”

    બીજી તરફ ભાજપ મીડિયા સેલના પ્રમુખે પણ સોશિયલ મીડિયા પર કોંગ્રેસને આડેહાથ લેતાં લખ્યું હતું કે, “અરે કમલનાથ આપ તો કપડાં ફાડવા પર ઉતરી આવ્યા. હશે, આપ બીજું કરી પણ શું શકો, જયારે કોંગ્રેસની જ બે ફાંટ પડી ગઈ છે. જોકે શિવપુરીથી આવેલા વીરેન્દ્ર રઘુવંશીના સમર્થકોનો આ વિડીયો જોઈને દિગ્વિજય સિંઘ આપને અને આપના સુપુત્રને પીડા તો થઇ જ હશે અને આપ બદલો પણ જોરદાર લેશો. પણ રસપ્રદ એ રહેશે કે કોણ કોના કપડાં ફાડે છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં