Monday, May 20, 2024
More
  હોમપેજગુજરાતએક તરફ ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજનો વિરોધ, બીજી તરફ રાજકોટ ભાજપમાં...

  એક તરફ ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજનો વિરોધ, બીજી તરફ રાજકોટ ભાજપમાં અવિરત ભરતી: કોંગ્રેસના પૂર્વ મંત્રી-મહામંત્રી સહિત 24 જેટલા નેતાઓએ કર્યા કેસરિયા

  રાજકોટમાં કોંગ્રેસના 24 જેટલા મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. જેમાં હળવદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી મનસુખ પટેલ, પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી યોગેશભાઈ ગોઠી તેમજ અન્ય વિસ્તારના 24 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે.

  - Advertisement -

  ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલાં જ સુરત બેઠક ભાજપના ખાતામાં આવી ગઈ છે. જ્યારે રાજકોટ બેઠક સતત વિવાદોના વંટોળમાં છે. કારણ કે, ક્ષત્રિય સમાજના આંદોલનનું મુખ્ય હોટસ્પોટ રાજકોટ છે. પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાની માંગ સાથે ચાલેલા આંદોલન વચ્ચે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાનોએ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું અને રૂપાલાને હરાવવા માટે હાકલ કરી હતી. પરંતુ રાજકોટમાં બધુ અવળું પડી રહ્યું છે. એક તરફ ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યો છે, તો બીજી તરફ રાજકોટમાં ભાજપ મજબૂત બની રહી છે. હવે જાણવા મળી રહ્યું છે કે, રાજકોટ શહેર કોંગ્રેસમાં મોટું ગાબડું પડી ગયું છે. કોંગ્રેસના પૂર્વ મંત્રી-મહામંત્રી સહિતના 24 નેતાઓ ભાજપમાં જોડાયા છે.

  રાજકોટમાં કોંગ્રેસના 24 જેટલા મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. રાજકોટ સ્થિત ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના અધ્યક્ષ સ્થાને રાજકોટ લોકસભા બેઠકના સંયોજક સુરેશ ગોધાણી તથા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી કિશોર રાઠોડની ઉપસ્થિતિમાં સંગઠનની બેઠક મળી હતી. જેમાં હળવદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી મનસુખ પટેલ, પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી યોગેશભાઈ ગોઠી તેમજ અન્ય વિસ્તારના 24 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખે તમામને કેસરિયો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું છે.

  આ પ્રસંગે મુકેશભાઈ દોશીએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલી ભારતીય જનતા પાર્ટી વિકાસનો પર્યાય બની છે, ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ઢગલાબંધ વિકાસના કાર્યો કર્યા છે. જેના પરિણામે દેશનો મોટો જનસમુદાય ભાજપની વિચારધારા સાથે જોડાયો છે. PM મોદી દિવસના 18-20 કલાક સુધી કામ કરે છે અને દેશને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્રનો દરજ્જો અપાવવા માટે તેઓ સંકલ્પબદ્ધ છે.”

  - Advertisement -

  નોંધનીય છે કે, કચ્છમાં પણ ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ નરેશ મહેશ્વરી પણ 500 સમર્થકો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા છે. નરેશ મહેશ્વરી કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના ખાસ માનવામાં આવે છે. બીજી તરફ ક્ષત્રિય સમાજનું આંદોલન પણ ધીમું પડ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. રાજકોટમાં પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી દીધી છે અને ફોર્મ ચકાસણી બાદ સ્થિતિ પણ સ્પષ્ટ થઈ ગઈ છે. શક્યતા છે કે, રાજકોટમાં પરષોત્તમ રૂપાલા ભારે બહુમતીથી ચૂંટાઈ શકે છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં