Friday, May 3, 2024
More
    હોમપેજરાજકારણ'ઇન્દ્રનીલને CMનો ચહેરો બનવું હતું' - ઈટાલીયા: ઈસુદાનને CM ઉમેદવાર જાહેર કરાતા...

    ‘ઇન્દ્રનીલને CMનો ચહેરો બનવું હતું’ – ઈટાલીયા: ઈસુદાનને CM ઉમેદવાર જાહેર કરાતા આપમાં ભંગાણ શરૂ થયું

    "ઇન્દ્રનીલ રાજ્યગુરુ પોતાને CM પદનો ચહેરો બનાવવા અને ચૂંટણી માટે 15 ટિકિટો લેવા આમ આદમી પાર્ટી પર સતત દબાણ કરી રહ્યા હતા. CM પદના ઉમેદવાર ન બનાવાતા તેમણે આપ છોડી." ઈટાલીયાએ કહ્યું.

    - Advertisement -

    હજુ તો માત્ર ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ છે અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાવાનું શરૂ થઇ ગયું છે. એમાં પણ શુક્રવારે (4 નવેમ્બર) જયારે આમ આદમી પાર્ટીએ પોતાના CM ઉમેદવાર તરીકે ઈસુદાન ગઢવીનું નામ જાહેર કર્યું એ બાદ તો આપમાં ડખા ઓછા થવાનું નામ જ નથી લઇ રહ્યા.

    ઈસુદાન ગઢવીની આમ આદમી પાર્ટીના CM ઉમેદવાર તરીકે જાહેરાત થતા જ ઈન્દ્રનીલ રાજગુરુએ આપમાંથી વિદાય લીધી હતી.જે બાદ આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આ વિષયમાં ખુલાસો કર્યો હતો.

    તેમને બનવું હતું મુખ્યમંત્રી ઉમેદવાર – ઈટાલીયા

    ઇન્દ્રનીલના રાજીનામાં અંગે આમ આદમી પાર્ટીમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ‘ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી પર એવું દબાણ લાવવામાં આવતું હતું કે તેમને ગુજરાતના મુખ્યમંત્રી પદ માટેના ચહેરા તરીકે જાહેર કરવામાં આવે.’

    - Advertisement -

    “ઉપરાંત તેમણે પાર્ટી પર 15 ટિકિટ તેમને ફાળવવામાં આવે એવું દબાણ પણ કર્યું હતું. પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા એવા જ નેતાનું ચયન કરવામાં આવ્યું જેને ગુજરાતની પ્રજા સીએમ બનાવવા ઇચ્છતી હોય અને ગુજરાત ઈસુદાન ગઢવીને સીએમ બનાવવા માંગે છે એટલે તેમને આમ આદમી પાર્ટીના સીએમ પદના ચહેરા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ એ વાત ઇન્દ્રનીલભાઈને ન ગમે એ માટે આજે તેમણે કોંગ્રેસ જોઈન કરી લીધી”, ઇટાલિયાએ આગળ જણાવ્યું.

    આપ ખોટા વાયદાઓ કરી ગુજરાતીઓને મૂર્ખ બનાવે છે – ઇન્દ્રનીલ રાજગુરુ

    થોડા સમય પહેલાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા રાજકોટના નેતા ઇન્દ્રનીલ રાજગુરુ હવે ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. શુક્રવારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માની હાજરીમાં તેમણે દિલ્હી ખાતે ઘરવાપસી કરી લીધી હતી. થોડા કલાકો પહેલાં ઇન્દ્રનીલ રાજગુરુ આમ આદમી પાર્ટીથી નારાજ હોવાના અહેવાલો ફરતા થયા હતા. 

    કોંગ્રેસમાં પરત ફર્યા બાદ ઇન્દ્રનીલ રાજગુરુએ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી લોકોને ખોટા વાયદાઓ કરે છે અને પ્રજાને મૂર્ખ બનાવે છે. તેમણે એમ પણ કહ્યું કે, મારા ઘરે પરત ફરી શક્યો એનો મને આનંદ છે. તેમણે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી હતી અને એમ પણ કહ્યું હતું કે, તેમની બેઠકો બે આંકડામાં પણ નહીં આવે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં