Sunday, April 28, 2024
More
    હોમપેજદેશરાજ્યસભા બાદ હવે સરકાર પણ ગુમાવી શકે છે હિમાચલ પ્રદેશ કોંગ્રેસ: રાજ્યપાલને...

    રાજ્યસભા બાદ હવે સરકાર પણ ગુમાવી શકે છે હિમાચલ પ્રદેશ કોંગ્રેસ: રાજ્યપાલને મળ્યા વિપક્ષના નેતા જયરામ ઠાકુર, ક્રોસ વોટિંગ કરનાર 6 કોંગ્રેસી MLAને પાર્ટીનું વ્હીપ

    રાજ્યસભા ચૂંટણીના પરિણામો બાદ બજેટ પસાર કરતી વખતે કોંગ્રેસ સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેનાથી બચવા માટે હવે કોંગ્રેસે નિર્ણયો લેવાના ચાલુ કરી દીધા છે. કોંગ્રેસે ક્રોસ વોટિંગ કરનારા 6 ધારાસભ્યોને વ્હીપ જારી કર્યું છે.

    - Advertisement -

    રાજ્યસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. હિમાચલ પ્રદેશમાં એક બેઠક પર યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે ભગવો લહેરાવી દીધો છે. ચૂંટણી પરિણામો આવતા જ ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનનો વિજય થયો હતો, જ્યારે સત્તાધારી પક્ષ કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી ક્રોસ વોટિંગને કારણે હારી ગયા હતા. હિમાચલમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી નહોતી, પરંતુ કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપ માટે વરદાન બની ગયા હતા. તે 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરતાં ભાજપે જીત નોંધાવી હતી. જ્યારે હવે એવી રાજકીય અટકળો વહેતી થઈ છે કે, રાજ્યસભા બેઠક બાદ હવે હિમાચલ પ્રદેશ કોંગ્રેસ પોતાની સરકાર પણ ગુમાવી શકે છે. વિપક્ષના નેતા જયરામ ઠાકુર રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા.

    હિમાચલ પ્રદેશમાં 27 ફેબ્રુઆરીએ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે જીત નોંધાવી છે. જોકે, હિમાચલમાં ભાજપ પાસે બહુમતી નહોતી, પરંતુ કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. આ ઉપરાંત ત્રણ અપક્ષ ધારાસભ્યોએ પણ કોંગ્રેસને સમર્થન આપ્યું નહોતું. જેના કારણે કોંગ્રેસ અને ભાજપના બંને ધારાસભ્યોને સમાન મત મળ્યા હતા. જે બાદ ડ્રો કરીને હાર-જીતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ભાજપ ઉમેદવાર હર્ષ મહાજનની જીત થઈ હતી. આ જીત બાદથી જ હિમાચલનું રાજકારણ ગરમાયું છે. હિમાચલમાં વિપક્ષના નેતા જયરામ ઠાકુર અન્ય ભાજપ નેતાઓ સાથે રાજ્યપાલ પાસે પહોંચ્યા હતા. જે બાદ તેમણે એવું નિવેદન આપ્યું છે કે, સુખવિંદર સિંઘ સુક્ખુ સરકાર પાસે બહુમત નથી. તેમને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. ત્યારે હિમાચલ પ્રદેશ કોંગ્રેસ પણ એક્શનમાં આવી ગઈ છે. સત્તા ગુમાવવાના ડરથી તેણે 6 ધારાસભ્યોને વ્હીપ જારી કરી દીધું છે.

    જયરામ ઠાકુર મળ્યા રાજ્યપાલને

    હિમાચલ પ્રદેશના વિપક્ષના નેતા જયરામ ઠાકુર સહિતના ભાજપના ધારાસભ્યોએ રાજભવન ખાતે રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન જયરામ ઠાકુરે નાણાકીય બજેટ માટે ગૃહમાં વિભાજનની માંગ કરી છે. ઠાકુરે કહ્યું કે, “કોંગ્રેસને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. અમારી માંગણી વિભાજનની છે અને અમને વિભાજન આપવું જોઈએ.” રાજ્યપાલ સાથે ઠાકુરે અન્ય પણ ઘણી ચર્ચાઓ કરી હતી. તે બાદ તેમણે નિવેદન આપ્યું હતું કે, હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકાર પાસે બહુમત નથી. આ સાથે કોંગ્રેસ સરકારમાં પણ હલચલ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસને સત્તા ગુમાવવનો ડર લાગી રહ્યો છે. તેથી કોંગ્રેસે તેના 6 ધારાસભ્યોને વ્હીપ જારી કર્યું છે.

    - Advertisement -

    ભાજપને વોટ આપનારા ધારાસભ્યોને કોંગ્રેસનુ વ્હીપ

    હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરતાં ભાજપની જીત નોંધાઈ હતી. રાજ્યસભા ચૂંટણીના પરિણામો બાદ બજેટ પસાર કરતી વખતે કોંગ્રેસ સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેનાથી બચવા માટે હવે કોંગ્રેસે નિર્ણયો લેવાના ચાલુ કરી દીધા છે. કોંગ્રેસે ક્રોસ વોટિંગ કરનારા 6 ધારાસભ્યોને વ્હીપ જારી કર્યું છે.

    વ્હીપ મુજબ, બળવાખોર સભ્યોએ વિધાનસભામાં તેમની અંગત વિચારધારા કે દબાણને બદલે કોંગ્રેસ પક્ષ અનુસાર મતદાન કરવું જોઈએ, જેથી બહુમતીથી બજેટ પસાર થાય. પક્ષની નીતિ વિરુદ્ધ મતદાન કરવાથી તેમની હકાલપટ્ટી અસરકારક રીતે થઈ શકે છે. પાર્ટીના ચીફ હર્ષવર્ધન ચૌહાણે વ્હીપ જારી કર્યું છે. નોંધનીય છે કે, હિમાચલ પ્રદેશ વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે અને ગુરુવારે (29 ફેબ્રુઆરી) વિધાનસભામાં બજેટ પસાર કરવામાં આવવાનું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં